RRBએ રેલવેમાં 14 હજારથી વધુ પદો માટે ફરી શરૂ કરી ભરતી, ઉમેદવારો આ તારીખથી કરી શકે છે અરજી
Railway Recruitment 2024 : રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (આરઆરબી)એ પોતાની એક જૂની ભરતી ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આરઆરબી ટેક્નિશિયનની 14298 જગ્યાઓ માટે ફરીથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે
Railway Recruitment 2024, રેલવે ભરતી 2024 : રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (આરઆરબી)એ પોતાની એક જૂની ભરતી ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આરઆરબી ટેક્નિશિયનની 14298 જગ્યાઓ માટે ફરીથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. આ ભરતીનું નોટિફિકેશન આ વર્ષે ફેબ્રુઆરીમાં આવ્યું હતું અને તે પછી અરજી પ્રક્રિયા માર્ચ-એપ્રિલ સુધી ચાલી હતી, પરંતુ બોર્ડે આ ભરતી માટે ફરીથી અરજી પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
એપ્લિકેશન પ્રક્રિયા ક્યારે શરૂ થશે?
આરઆરબીની આ ભરતી માટે ફરીથી અરજી પ્રક્રિયા 2 ઓક્ટોબરથી શરૂ થશે અને ઉમેદવારો 16 ઓક્ટોબર સુધી અરજી કરી શકે છે. અરજી ફોર્મ્સ http://www.rrbapply.gov.in આરઆરબી વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. આરઆરબી ટેક્નિશિયન ભરતી 2024 હેઠળ, ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલની પોસ્ટ પર 1092, ટેક્નિશિયન ગ્રેડ 3 ની પોસ્ટ પર 8052 અને ટેક્નિશિયન ગ્રેડ III (વર્કશોપ અને પીયુ) ની પોસ્ટ પર 5154 વેકેન્સી છે.
કોણ કરી શકે છે અરજી?
ટેક્નિશિયન ગ્રેડ 3 માટે આ આરઆરબી ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો ઓછામાં ઓછા 10 પાસ અને આઇટીઆઈ પાસ હોવા જોઈએ. ટેક્નિશિયન ગ્રેડ-1 સિગ્નલ માટે અરજી કરનારા ઉમેદવારોએ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ અથવા બીએસસી (ફિઝિક્સ/ઇલેક્ટ્રોનિક્સ/આઇટીઇ) પાસ કરેલ હોવું જોઇએ.
આ પણ વાંચો – AIIMS માં નોકરી મેળવવાની સોનેરી તક, 1.42 લાખ રૂપિયા સેલેરી, જાણો અરજી કરવાની અંતિમ તારીખ
વય મર્યાદા
ટેક્નિશિયન ગ્રેડ 1 સિગ્નલ માટે અરજી કરનારા ઉમેદવારોની વયમર્યાદા 18 થી 36 વર્ષ અને ટેકનિશિયન ગ્રેડ 3 માટે 18 થી 33 વર્ષ છે. SC/STને 5 વર્ષ, OBC (નોન ક્રીમી લેયર)ને 3 વર્ષ, એક્સ સર્વિસમેનને 3થી 8 વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને 8 થી 15 વર્ષની છૂટ મળશે.
ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે?
અરજીની પ્રક્રિયા પૂરી થયા બાદ ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કાના આધારે કરવામાં આવશે. તેમાં પ્રથમ ચરણ કમ્પ્યુટ આધારિત ટેસ્ટ (સીબીટી મોટ)ની પરીક્ષાની તારીખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. અંતમાં એપોઇન્ટમેન્ટ પહેલાં મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.
Post a Comment