Realme Pad 2 Lite Launch: રિયલમી પેડ 2 લાઇટ આકર્ષક કિંમતે ભારતમાં લોન્ચ, 8300mAh બેટરી સાથે, જાણો ફીચર્સ
Realme Pad 2 Lite Price In India: રેડમી પેડ 2 લાઇટ ટેબલેટ 8300mAh બેટરી અને MediaTek Helio G99 6nm પ્રોસેસર સાથે લોન્ચ થયું છે. જાણો લેટેસ્ટ રિયાલિટી ટેબ્લેટની કિંમત અને ખાસિયત
Realme Pad 2 Lite Launched: રિયલમી પેડ 2 લાઇટ ટેબ્લેટ ભારતમાં લોન્ચ થયું છે. Realme Pad 2 Lite કંપનીનું નવું બજેટ ટેબ્લેટ છે. વચન મુજબ, કંપનીએ આ નવું ટેબ્લેટ 13 સપ્ટેમ્બર 2024 ભારતીય બજારમાં રિયલમી પી 2 પ્રો સ્માર્ટફોન સાથે રજૂ કરવામાં આવ્યું છે. નવા રિયલમી પેડ 2 લાઇટમાં 10.5 ઇંચની 2K એલસીડી સ્ક્રીન, 8300mAhની મોટી બેટરી, 8 જીબી સુધી ઇનબિલ્ટ અને 8 જીબી સુધીની વર્ચ્યુઅલ રેમ આપવામાં આવી છે. નવા રિયલમી પેડ 2 લાઇટમાં શું છે ખાસ? જાણો તેના ફીચર્સ અને કિંમત સાથે જોડાયેલી તમામ વિગત
Realme Pad 2 Lite Price : રિયલમી પેડ 2 લાઇટ કિંમત
રિયાલમી પેડ 2 લાઇટના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડેલ 16999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ટેબ્લેટ સ્પેસ ગ્રે અને નેબ્યુલા પર્પલ કલરમાં ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં જ આ ડિવાઇસ રિયલમીની વેબસાઇટ ફ્લિપકાર્ટ અને મુખ્ય ઓફલાઇન સ્ટોર્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Realme Pad 2 Lite Specifications : રિયલમી પેડ 2 લાઈટ સ્પેસિફિકેશન
રિયલમી પેડ 2 માં 10.5 ઇંચ (1920 x 1200 પિક્સલ) એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. સ્ક્રીન પીક બ્રાઇટનેસની 450 નીટ સુધી સપોર્ટ કરે છે. ટેબ્લેટમાં આઇ કમ્ફર્ટ ડિસ્પ્લે છે. હેન્ડસેટમાં ઓક્ટા કોર મીડિયાટેક હેલિયો G99 6nm પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે, Arm Mali-G57 MC2 ઉપલબ્ધ છે. ડિવાઇસમાં 4 જીબી / 8 જીબી રેમ સાથે 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. માઈક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી શકાય છે.
રિયાલિટીનું આ ટેબલેટ એન્ડ્રોઇડ 15 આધારિત રિયલમી UI 5.0 સાથે આવે છે. ડિવાઇસમાં કિનારે પર ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. આ ટેબમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, ક્વાડ સ્ટીરિયો સ્પીકર્સ છે. Realme Pad 2 ટેબલેટમાં ફુલએચડી વીડિયો રેકોર્ડિંગ સાથે 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો | Huawei Mate XT દુનિયાનો સૌથી અનોખો ફોન, 3 વખત ફોલ્ડ થશે, આઇફોન 16 ને આપશે ટક્કર
રિયલમી પેડ 2 લાઇટમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, ક્વાડ સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી માટે આ ટેબ્લેટમાં વાઇ ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.3 અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસને પાવર આપવા માટે 8300mAh બેટરી છે જે 15W SuperVooc ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ કરે છે.
Post a Comment