
Pushpa The Rule: પુષ્પા 2 મૂવી નવું પોસ્ટ રિલીઝ, અલ્લુ અર્જૂન ડેશિંગ સ્ટાઇલમાં દેખાયો, જાણો ક્યારે ફિલ્મ રિલીઝ થશે
Pushpa The Rule Release Date: પુષ્પા ધ રૂલ મૂવીમાં અલ્લુ અર્જૂન અને રશ્મિકા મંદાનાને જોવા દર્શકો અધિરા થયા છે. ફિલ્મ લોન્ચ થવાના 75 દિવસ પહેલા પુષ્પા 2નું નવું પોસ્ટ લોન્ચ કરવામાં આવ્યું છે.
Pushpa The Rule Release Date: અલ્લુ અર્જૂનની પુષ્મા ફિલ્મ જોવા દર્શકો ઉત્સુક છે. સાઉથ સિનેમાના દમદાર એક્ટર અલ્લુ અર્જુન આજકાલ પોતાની આગામી ફિલ્મ પુષ્પા ધ રૂલ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થશે. ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અગાઉ આ ફિલ્મ 15 ઑગસ્ટે રિલીઝ થવાની હતી પરંતુ પોસ્ટ-પ્રોડક્શનમાં વિલંબ થતાં એની રજૂઆત મોકૂફ રાખવામાં આવી હતી. હાલ ફિલ્મ લોન્ચ થવાના 75 દિવસ પહેલા એક નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં અલ્લુ અર્જુનની ડેશિંગ સ્ટાઇલે ફરી એકવાર દર્શકોનો ઉત્સાહ વધાર્યો છે.
સાઉથની બહુચર્ચિત ફિલ્મ ‘પુષ્પાઃ ધ રુલ’ના અલ્લુ અર્જુનનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને મિથ્રી મૂવી મેકર્સના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યું છે. સોશિયલ મિડિયા પર પોસ્ટ થયેલા આ પોસ્ટરમાં અલ્લુ અર્જુન મોટા વાળમાં ડેશિંગ સ્ટાઇલમાં ઊભેલો જોઇ શકાય છે. જો કે આ પોસ્ટરમાં એક્ટરના ચેહરો દેખાડવામાં આવ્યો નથી. એક્ટરનો બેક સીન પોસ્ટરમાં દેખા ય છે. પોસ્ટરમાં સેન્ડલવુડ જોવા મળી રહ્યું છે, જેના પર અલ્લુ અર્જુનની નજર જોવા મળી રહી છે. અલ્લુ અર્જુન પુષ્પા ના સિગ્નેચર સ્વેગમાં જોવા મળી શકે છે. બધું જ અદ્ભુત લાગે છે.
પુષ્પા: ધ રૂલ’નું નવું પોસ્ટર રિલીઝ કરતાં મેકર્સે કેપ્શનમાં લખ્યું છે કે – 75 દિવસમાં દુનિયાને પુષ્પા અને તેની અદભુત આભાને મોટા પડદા પર જોવાની તક મળશે. પુષ્પા ધ રૂલ ઇન્ડસ્ટ્રીઝમાં એક નવું પ્રકરણ લખવા માટે તૈયાર છે.
Pushpa The Rule Release Date : પુષ્પા 2 ક્યારે રિલીઝ થશે?
જો કે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 મૂવી રિલીઝની વાત કરવામાં આવે તો તે 6 ડિસેમ્બર 2024ના રોજ થિયેટરોમાં દસ્તક કરશે. તેનું દિગ્દર્શન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને મૈત્રી મૂવી મેકર્સના બેનર હેઠળ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાસીલ મુખ્ય ભૂમિકામાં છે.
આ પણ વાંચો | રિયા સિંઘા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 તાજ જીતી ગુજરાતનું નામ કર્યુ રોશન
હવે જો આપણે પુષ્પા 2ની વાર્તાની વાત કરીએ તો પુષ્પા ધ રાઇઝ ની વાર્તાને આગળ વધારવામાં આવશે. પ્રથમ ભાગ ફહાદ ફાસીલ પર પૂરો થયો હતો, જ્યાં અલ્લુ અર્જુન તેની સાથે દુશ્મની કરે છે અને રશ્મિકા મંદાના સાથે લગ્ન કરે છે. પાર્ટ 2માં સ્ટોરી આગળ વધતી જોવા મળશે. આવી સ્થિતિમાં ફહાદ અને અલ્લુ અર્જુન વચ્ચેની લડાઈ કેવી છે અને ફિલ્મની કાહણી ક્યાં પૂરી થાય છે એ જોવું રસપ્રદ બની રહેશે. ફિલ્મ વિશે ઘણું સસ્પેન્સ રાખવામાં આવ્યું છે.
Post a Comment