PM Modi Visit US: પીએમ નરેન્દ્ર મોદી અમેરિકામાં છે. 3 દિવસના અમેરિકા પ્રવાસ દરમિયાન વિલ્મિંગ્ટનમાં ક્વાડ સમિટમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક જવા રવાના થયા હતા, જ્યાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક સંમેલનને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદીએ શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાન સાથે મુલાકાત કર્યા પછી, બિડેને ભારત-અમેરિકાની ભાગીદારીને ઇતિહાસમાં કોઈ પણ સમય કરતા વધુ મજબૂત, નજીક અને વધુ ગતિશીલ ગણાવી હતી. આ સાથે જ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, બંને નેતાઓએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર સહિત વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરી હતી.
આ સમય દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે 297 ભારતીય એન્ટિક વસ્તુઓ અમેરિકા ભારતને પરત કરવામાં આવશે. પીએમના આ અમેરિકા પ્રવાસ દરમિયાન 297 કિંમતી કલાકૃતિઓ ભારતને સોંપવામાં આવી હતી. ખાસ કરીને ભારત પર સાંસ્કૃતિક સંપત્તિની ગેરકાયદે હેરફેરની અસર થઈ છે અને મોટી સંખ્યામાં પ્રાચીન વસ્તુઓની દેશમાંથી દાણચોરી કરવામાં આવી છે.
અમેરિકા ભારતને પરત કરશે 578 એન્ટિક વસ્તુઓ
2014 થી ભારત દ્વારા પુન:પ્રાપ્ત પ્રાચીન વસ્તુઓની કુલ સંખ્યા 640 થઈ ગઈ છે. એકલા અમેરિકાથી ભારત પરત લાવવામાં આવેલી પ્રાચીન વસ્તુઓની કુલ સંખ્યા 578 હશે. 2021 માં પીએમ મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન, અમેરિકન સરકાર દ્વારા 157 કિંમતી કલાકૃતિઓ સોંપવામાં આવી હતી, જેમાં 12 મી સદીની ઉત્કૃષ્ટ કાસ્ય નટરાજ પ્રતિમાનો સમાવેશ થાય છે. વળી, 2023માં પીએમની અમેરિકા યાત્રાના થોડા દિવસો બાદ 105 કલાકૃતિઓને ભારત પરત કરવામાં આવી હતી. યુકેથી 16, ઓસ્ટ્રેલિયાથી 40 અને અન્ય દેશોમાંથી પણ ભારતમાંથી 16 કલાકૃતિઓ લાવવામાં આવી છે.
તેનાથી વિપરિત, 2004-2013 ની વચ્ચે માત્ર એક જ આર્ટ વર્ક ભારતમાં પરત આવ્યું હતું. આ ઉપરાંત, જુલાઈ 2024 માં નવી દિલ્હીમાં 46 મી વર્લ્ડ હેરિટેજ કમિટીના પ્રસંગે ભારત અને અમેરિકા એ ભારતમાંથી યુએસમાં પ્રાચીન વસ્તુઓની દાણચોરીને રોકવા માટે પ્રથમ સાંસ્કૃતિક સંપત્તિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
પીએમ મોદી અમેરિકામાં ક્વાડ સમિટમાં સામેલ થયા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને ડેલવેરમાં તેમના વતન વિલ્મિંગ્ટનમાં વાર્ષિક ક્વાડ સમિટનું આયોજન કર્યું હતું, જેમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની આલ્બેનીઝ અને જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાએ હાજરી આપી હતી. અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ ક્વાડ સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન તેમજ ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડાપ્રધાનો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી.
Post a Comment