PM Modi US Visit Live Updates, પીએમ મોદી અમેરિકા પ્રવાસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે, જ્યાં તેમણે ન્યૂયોર્કના નાસાઉ કોલેજિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે તેમણે તેમને ભારતના સૌથી મજબૂત બ્રાન્ડ એમ્બેસેડર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે એટલા માટે હું તમને બધાને રાષ્ટ્રદૂત કહું છું. દુનિયાનો નવો AI પાવર અમેરિકા-ઇન્ડિયા છે.
ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે પીએમએ કહ્યું કે હું હંમેશા મારા સાથીઓ વચ્ચે તમારી ક્ષમતાઓને સમજ્યો છું. જ્યારે હું કોઈ સરકારી હોદ્દો ધરાવતો ન હતો ત્યારે પણ હું તેને સમજતો હતો અને આજે પણ સમજું છું. તમે બધા હંમેશા મારા માટે ભારતના સૌથી મજબૂત બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છો. એટલા માટે હું તમને બધાને રાષ્ટ્રીય રાજદૂત કહું છું. આ પછી આખું સ્ટેડિયમ મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યું હતું.
પીએમ મોદીએ જૂના દિવસોને કર્યા યાદ
પીએમે કહ્યું કે મને એ દિવસો યાદ છે જ્યારે હું પીએમ પણ ન હતો, સીએમ પણ ન હતો, નેતા પણ ન હતો. તે સમયે એક જિજ્ઞાસુ વ્યક્તિ તરીકે બધાની વચ્ચે આવતો હતો. જ્યારે હું કોઈ પોસ્ટ પર ન હતો. તે સમયે મેં અમેરિકાના લગભગ 29 રાજ્યોની મુલાકાત લીધી હતી. ત્યારપછી જ્યારે હું સીએમ બન્યો, ત્યારે સીએમ રહીને મને તમારા લોકો સાથે ખૂબ પ્રેમ મળ્યો હતો.
ઘણી ભાષાઓ, પરંતુ લાગણી એક: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે મા ભારતીએ આપણને જે શીખવાડ્યું છે તે આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. આપણે જ્યાં પણ જઇએ છીએ ત્યા બધાને પરિવાર માનીને ભળી જઇએ છીએ. આપણે દેશના રહેવાસી છીએ જ્યાં વિશ્વના સેંકડો ભાષાઓ, સેંકડો બોલીઓ, દુનિયાના બધા મત અને પંથ છે છતા પણ આપણે એક અને નેક બનીને આગળ વધતા રહીએ છીએ. તમામ ધર્મો અને સંપ્રદાયો છે, તેમ છતાં આપણે એક અને ઉમદા તરીકે આગળ વધી રહ્યા છીએ. આ હોલમાં કોઈ તમિલ બોલ છે, કોઈ તેલુગુ, કોઈ મલયાલમ, કોઈ કન્નડ, કોઈ પંજાબી, કોઈ મરાઠી તો કોઈ ગુજરાતી બોલે છે. ભાષાઓ અનેક છે પરંતુ ભાવ એક છે. તે ભાવ છે ભારત માતા કી જય.
આ પણ વાંચો – અમેરિકા ભારતને 297 એન્ટિક આઇટમ પરત કરશે
પીએમ મોદીનો સોમવારનો કાર્યક્રમ
સોમવારે વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર’ને સંબોધિત કરશે. વડા પ્રધાન મોદીની અન્ય વ્યસ્તતાઓમાં AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર્સ જેવી અદ્યતન તકનીકો પર કામ કરતી યુએસ કંપનીઓના સીઈઓ સાથે કોન્ફરન્સ કરશે.
ક્વાડ સમિટમાં પીએમ મોદીએ કહ્યું – અમે કોઇની વિરુદ્ધ નથી
પીએમ મોદીએ વિલ્મિંગ્ટનમાં 6ઠ્ઠી ક્વોડ લીડર્સની સમિટમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ ક્વાર્ટ સમિટે સંબોધતા કહ્યું કે, આપણે એવા સમયે મળી રહ્યા છીએ જ્યારે વિશ્વ સંઘર્ષ અને તણાવથી ઘેરાયેલું છે. આવા સમયે, સમગ્ર માનવતા માટે એ મહત્વનું છે કે ક્વાડના સભ્યો લોકશાહી મૂલ્યોના આધારે આગળ વધે. અમે કોઈની વિરુદ્ધ નથી. અમે બધા નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે આદર અને તમામ વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપીએ છીએ.
Post a Comment