Govt Launched PM E-Drive Scheme: કેન્દ્રીય મંત્રીમંડળે પીએમ ઇ ડ્રાઇવ યોજનાને મંજૂરી આપી છે, જે અતંર્ગત આગામી બે વર્ષમાં 10900 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. પીએમ ઇ ડ્રાઇવ યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં ઇલેક્ટ્રિક વાહન વેચાણને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ બેટરી સંચાલિત ટુ અને થ્રી ઇલેક્ટ્રિક વ્હીકલ, એમ્બ્યુલન્સ, ટ્રક અને નવા ઇવી માટે 3679 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે, જેનાથી દેશમા પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણને નુકસાન થતું અટકશે.
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ હતુ કે, પીએમ ઇલેક્ટ્રિક ડ્રાઇવ રેવોલ્યુશન ઇન ઇનોવેટિવ વ્હીકલ એન્હાસમેન્ટ યોજના (PM E Drive Scheme) હેઠળ 88500 સ્થળો પર ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 100 ટકા સહાય આપવામાં આવશે. નોંધનિય છે કે, આ રોકાણ વાહન અને ઓટો પાર્ટ્સ સેક્ટર માટે PLI યોજના ઉપરાંત વધારાનું હશે.
10900 કરોડ રૂપિયાના રોકાણની તૈયારી
પીએમ ઇ ડ્રાઇવ યોજના હેટળ e-2W, e-3W, ઇલેક્ટ્રિક એમ્બ્યુલન્સ, ઇલેક્ટ્રિક ટ્રક અને અન્ય ઉભરતા ઇવી માટે 3679 કરોડ રૂપિયાની સબસિડી / ડિમાન્ડ ઇન્ટેન્સિવ આપવામાં આવશે. આ યોજના હેઠળ 24.79 લાખ e-2W, 3.16 લાખ e-3W અને 14028 ઇલેક્ટ્રિક બસોને ફાયદો મળશે.
પીએમ ઇ ડ્રાઇવ યોજના હેઠળ રાજ્ય પરિવહન સાહસ અને જાહેર ટ્રાન્સપોર્ટ એજન્સીઓ દ્વારા 14028 ઇલેક્ટ્રિક બસો ખરીદવા માટે 4391 કરોડ રૂપિયા પણની ફાળવણી કરવામાં આવી છે.
PM E Drive યોજના હેઠળ બેટરી સંચાલિત બસ માટે પીએમ ઇ બસ સેવા પેમેન્ટ સિક્યોરિટી સિસ્ટમ હેઠળ 3435 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક એમ્બ્યુલન્સ માટે 500 કરોડ રૂપિયા અને ઇલેક્ટ્રિક ટ્ર્ક માટે 500 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે.
પીએમ ઇ ડ્રાઇવ યોજનાનો લાભ ક્યા ઇલેક્ટ્રિક વાહનોને મળશે
પીએમ ઇ ડ્રાઇવ યોજના ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણ વપરાશને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારની ઇન્ટેન્સિવ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવાના માપદંડો અગાઉની ઇવી સબસિડી પ્રોગ્રામ જેવા FAME 2 યોજના જેવા હશે.
- ઇલેક્ટ્રિક ટુ વ્હીલર (e-2Ws): બેટરી સંચાલિત સ્કૂટર અને બાઇક
- ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર (e-3Ws): બેટરી સંચાલિત ઓટો રિક્ષા અને 3 પૈડાંવાળા અન્ય વાહનો
- ઇલેક્ટ્રિક બસ (e-Buses): રાજ્ય ટ્રાન્સપોર્ટ નિગમ અને જાહેર ટ્રાન્સપોર્ટ નિગમ દ્વારા ખરીદવામાં આવનાર ઇલેક્ટ્રિક બસો
- ઇલેક્ટ્રિક ટ્રક (e-Trucks): બેટરી થી ચાલતા ટ્રક
- ઇલેક્ટ્રિક એમ્બ્યુલન્સ (e-ambulances): બેટરી સંચાલિત એમ્બ્યુલન્સ.
આ પણ વાંચો | કાર લોન ઇએમઆઈ હપ્તો ઘટાડવાની 5 ટીપ્સ, દેવું ઝડપથી ઉતારી જશે
ફેમા યોજના નવા સ્વરૂપમાં
પીએમ ઇ ડ્રાઇવ યોજના અગાઉની ફેમા યોજના (FAME Scheme)નું સ્થાન લેશે. કેન્દ્ર સરકાર દ્વારા ફેમા યોજના પહેલીવાર એપ્રિલ 2015માં શરૂ કરવામાં આવી હતી અને બે તબક્કામાં નવ વર્ષ સુધી ચલાવવામાં આવી હતી. આ યોજનાના બીજા તબક્કા દરમિયાન, જે 31 માર્ચ 2024 સુધી લાગુ હતી, સરકારે 11500 કરોડ રૂપિયાના કૂલ ખર્ચ થી 1231800 ઇલેક્ટ્રિક વ્હીકલને સબસિડી આપી છે.
Post a Comment