Top News

OPPO K12x 5G નો નવો અવતાર ભારતમાં લોન્ચ, 5100mAh ની મોટી બેટરી અને 256GB સ્ટોરેજ, જાણો કિંમત


OPPO K12x 5G નો નવો અવતાર ભારતમાં લોન્ચ, 5100mAh ની મોટી બેટરી અને 256GB સ્ટોરેજ, જાણો કિંમત
OPPO K12x 5G Feather Pink Colour Launched : ઓપ્પોએ ભારતમાં પોતાના K12x 5G સ્માર્ટફોનનું નવું કલર વેરિઅન્ટ લોન્ચ કર્યું

OPPO K12x 5G નો નવો અવતાર ભારતમાં લોન્ચ, 5100mAh ની મોટી બેટરી અને 256GB સ્ટોરેજ, જાણો કિંમત

OPPO K12x 5G Feather Pink Colour Launched : ઓપ્પોના K12x 5Gને નવા ફેધર પિંક કલરમાં રજૂ કરવામાં આવ્યો છે. નવા ફોનમાં પણ ઓપ્પોએ ઓરિજિનલ વેરિઅન્ટ જેવા જ ફીચર્સ આપ્યા છે

OPPO K12x 5G Feather Pink Colour Launched : ઓપ્પોએ ભારતમાં પોતાના K12x 5G સ્માર્ટફોનનું નવું કલર વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. ઓપ્પોનો 12X જુલાઈ 2024માં મિડનાઇટ વાયોલેટ અને બ્રિઝ બ્લૂ કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.

હવે ઓપ્પોના K12x 5Gને નવા ફેધર પિંક કલરમાં રજૂ કરવામાં આવ્યો છે. નવા ફોનમાં પણ ઓપ્પોએ ઓરિજિનલ વેરિઅન્ટ જેવા જ ફીચર્સ આપ્યા છે. જાણો ઓપ્પોના 12X 5G સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ સાથે જોડાયેલી તમામ વિગતો.

OPPO K12x 5G ફેધર પિંક કલર કિંમત

ઓપ્પોના K12X 5Gના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 15,999 રૂપિયા છે. ઓપ્પોનું નવું કલર વેરિઅન્ટ ફ્લિપકાર્ટ પર 26 સપ્ટેમ્બરથી 10,999 રૂપિયાની અસરકારક કિંમતે ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત આ હેન્ડસેટ ઓપ્પો ઇન્ડિયાના ઇ-સ્ટોર અને ઓફલાઇન સ્ટોર્સ પરથી પણ લઇ શકાય છે.

OPPO K12x 5G ફીચર્સ

ઓપ્પોના 12X 5G સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 6જીબી રેમ અને 8જીબી રેમના ઓપ્શન આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. OPPO K12x 5Gમાં 6.67 ઇંચની મોટી એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જે HD+ રિઝોલ્યુશન ઓફર કરે છે.

આ પણ વાંચો – સેમસંગ ગેલેક્સી એમ 55 એસ 5જી સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

OPPO K12x 5G સ્માર્ટફોનને મિલિટ્રી લેવલ એમઆઇએલ-એસટીડી 810એચનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં IP54 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ આપવામાં આવ્યું છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5100mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W સુપરવોક ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે.


    Post a Comment

    Previous Post Next Post