OnePlus Nord CE3 5G Price cut discount: એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ શરૂ થાય તે પહેલાં વનપ્લસ નોર્ડ સીઇ3 5જી સ્માર્ટફોનને અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ખરીદી શકાશે. વનપ્લસના આ 5જી સ્માર્ટફોનમાં દમદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. વનપ્લસ નોર્ડ સીઇ3 5જી બેંક અને નો-કોસ્ટ ઇએમઆઇ ઓફર પર ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન પાસેથી ખરીદી શકાય છે.
OnePlus Nord CE3 5G કિંમત ડિસ્કાઉન્ટ
વનપ્લસ નોર્ડ સીઇ3 5જી સ્માર્ટફોન 17,999 રૂપિયામાં લિસ્ટ થયો છે. પરંતુ બેંક ડિસ્કાઉન્ટની સાથે ગ્રાહકો આ ફોનને અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ખરીદી શકે છે. આ સિવાય ગ્રાહકો આ વનપ્લસ સ્માર્ટફોનને નો-કોસ્ટ EMI પર ખરીદી શકે છે. બેંક ઓફરની વાત કરીએ તો તમને એસબીઆઈ ક્રેડિટ કાર્ડ સાથે 1250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
OnePlus Nord CE3 5G ફીચર્સ
વનપ્લસ નોર્ડ સીઇ3 5જીમાં 6.7 ઇંચની એમોલેડ ડિસ્પ્લે છે, જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે છે. ડિસ્પ્લે HDR10+, sRGB અને 10-bit કલર ડેપ્થને સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે સ્માર્ટફોનમાં 50 એમપી પ્રાઇમરી સોની આઇએમએક્સ 890 ઓઆઈએસ સેન્સર આવે છે. ફોનમાં 8 એમપી અલ્ટ્રાવાઇડ સોની આઇએમએક્સ355 કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. વનપ્લસના આ ફોનમાં 2 મેગાપિક્સલના મેક્રો લેન્સ રિયર પણ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો – ઇન્ફિનિક્સ ઝીરો 40 5G ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે વનપ્લસ નોર્ડ સીઇ3 5જીમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. વનપ્લસનો આ હેન્ડસેટ સ્નેપડ્રેગન 782જી ચિપસેટ સાથે આવે છે. આ ફોન એન્ડ્રોઇડ 13.1 આધારિત ઓક્સિજનઓએસ 13 સાથે આવે છે. ફોનમાં પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 80W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.2, જીપીએસ, એનએફસી અને ઇન્ફ્રારેડ પોર્ટ છે. આ 5જી ફોનમાં એક્વા સર્જ અને ગ્રે શિમર કલર ઓપ્શન આપવામાં આવ્યા છે.
Post a Comment