New BPL List 2024:તમારું નામ ગામ પ્રમાણે BPL યાદીમાં ચેક કરો
દેશમાં થઈ રહેલી વસ્તી ગણતરીમાં લોકોની આવક અને કુટુંબની સ્થિતિના આધારે BPL યાદી તૈયાર કરવામાં આવે છે. આ BPL લિસ્ટ કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર રાજ્યવાર જારી કરવામાં આવી છે.
New BPL List 2024: BPL યાદીમાં ચેક કરો
નામ | New BPL List 2024 |
મંત્રાલય | ભારત સરકાર |
લાભાર્થી | Rs 1.8 લાખ વાર્ષિક થી નીચે આવતા પરિવારો (ગરીબી રેખાની નીચે આવતા પરિવારો) |
હેતુ | અધિકૃત વેબસાઈટ દ્વારા યાદીમાં નામ જોવાની સુવિધા ઉપલબ્ધ કરાવવી. |
સત્તાવાર સાઈટ | ses2002.guj.nic.in |
New BPL List 2024 સ્કોર નો ઉપયોગ
જો તમારું નામ તમારા ગામની બીપીએલ સ્કોર માં હોય તો આંગણવાડી કેન્દ્રમાં ની સહાયમાં, વૃદ્ધ સહાયમાં, મકાન સહાયમાં વગેરે સહાય મેળવવા માં સૌથી પહેલા પ્રાથમિક આપવામાં આવે છે.
જો તમારું નામ બીપીએલ સ્કોર ની યાદી માં 0 થી 20 માં હોય તો અને તમારા પરિવાર માં 60 વર્ષ ના માતા પિતા હોય તો સરકાર તેમને દર માસે 1000 રુપિયા ની સહાય આપે છે તે યોજના નું નામ છે વૃદ્ધ પેન્શન યોજના
New BPL List 2024: BPL card માટે જરૂરી દસ્તાવેજો
બીપીએલ રેશનકાર્ડ માટે કેટલાક ડૉક્યુમેન્ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- ચૂંટણી કાર્ડની નકલ
- પાનકાર્ડની નકલ
- ડ્રાઇવીંંગ લાઈસન્સ
- પાસપોર્ટની નકલ
- નાગરિકના ફોટા સાથે કોઈપણ સરકારી દસ્તાવેજ
- માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈ.ડી પ્રૂફ
- આધાર કાર્ડ (ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના કિસ્સામાં)
New BPL List 2024: New card માટે કેવી રીતે રેશનકાર્ડ માટે અરજી કરવી?
ગુજરાતના નાગરિકો હોવ અને તમારે રેશનકાર્ડની જરૂર હોય તો, તમે પણ ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. નીચે આપેલી માહિતીના આધારે તમે ઓનલાઈન આ સર્ટિફિકેટ કઢાવી શકો છો.
- STEP 1: સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google Search ખોલો. તેમાં “Digital Gujarat Portal” ટાઈપ કરો.
- STEP 2 : હવે તમે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ https://www.digitalgujarat.gov.in/ વેબસાઈટની મુલાકાત લો.
- STEP 3: આ વેબસાઈટ પર ‘Services’ નામના ઓપ્શન પર ક્લિક કરો અને ‘Citizen Services’ વિકલ્પ પસંદ કરો.
- STEP 4: ત્યારબાદ તેમાં ‘Apply for New Ration Card’ ટેબ પર ક્લિક કરો.
- STEP 4: તેમાં આપેલી તમામ અગત્યની સૂચનાઓ વાંચો અને ‘Apply Online’ બટન પર ક્લિક કરો.
- STEP 6: જો તમે પ્રથમ વખત જ ડિજિટલ ગુજરાતની વેબસાઈટ પર અરજી કરો છો તો ‘New Registration (Citizen)’ બટન પર ક્લિક કરો. તમારું વ્યક્તિગત આઈડી બનાવી લો.
- STEP 7: હવે રજીસ્ટ્રેશનમાં તમારો મોબાઈલ નંબર, ઈમેલ અને પાસવર્ડ જેવી વિગતો નાખો અને ‘Save’ બટન પર ક્લિક કરો.
- STEP 8 : તમારા રજિસ્ટર્ડ કરેલા મોબાઇલ નંબર પર મળેલ OTP દાખલ કરો અને ‘Confirm’ બટન પર ક્લિક કરો.
- STEP 9: ત્યારબાદ તમને પૂછવામાં આવેલી વિગતો ભરો, જેમ કે નામ અને પૂરુ સરનામું, ફોટોગ્રાફ અપલોડ કરો અને ‘Update’ બટન પર ક્લિક કરો.
- STEP 10: ‘Citizen Profile’ ફોર્મ પર તમામ જરૂરી વિગતો ભરો અને ‘Update’ બટન પર ક્લિક કરો.
- STEP 11: હવે તમે ‘Request a New Service’ નામના મેનુ પર ક્લિક કરો.
- STEP 12: બસ હવે તમારા લોગીનમાં ‘Apply for New Ration Card’ વિકલ્પ અને ‘Continue to Service’ બટન પર ક્લિક કરો.
- STEP 13: આ વેબસાઈટ પર ‘Request ID’ અને ‘એપ્લિકેશન નંબર’ ખુલશે. જેમાં ‘Continue’ બટન પર ક્લિક કરો.
- STEP 14: હવે તમારા Ration Card Online Form માં વિગતો દાખલ કરો, દસ્તાવેજો અપલોડ કરો, ચેકબોક્સ પસંદ કરો અને ‘Submit’ બટનને ક્લિક કરો.
- STEP 15 : છેલ્લે, Gujarat Ration Card ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી, એક અરજી નંબર સાથે એક SMS મળશે.
New BPL List 2024:લિસ્ટ શા માટે તૈયાર કરવામાં આવે છે?
આ યોજના હેઠળ સામાજિક કલ્યાણ યોજનાઓ માટે લાભાર્થીઓની પસંદગી રાજ્ય/દેશમાં ગરીબી રેખા નીચે આવતા BPL પરિવારોના આધારે કરવામાં આવે છે. દેશમાં ગરીબી રેખા નીચે આવતા પરિવારોને જ BPL કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. હાલમાં, કેન્દ્ર સરકાર સરકારી યોજનાનો લાભ આપવા માટે SECC 2011 ડેટામાં BPL પરિવારોની યાદીમાંથી લાભાર્થીઓની પસંદગી કરી રહી છે.
દેશના કોઈપણ રાજ્યના ગરીબી રેખા નીચે આવતા પરિવારો નવી BPL યાદી માં તેમના નામ જોવા માંગે છે, તેથી તેમને કહેવાની જરૂર નથી, હવે તેઓ ઘરે બેઠા ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન પોર્ટલ પર જઈને સરળતાથી તેમના નામ જોઈ શકશે.
New BPL List 2024:કાર્ડ માટે કોણ પાત્ર છે?
BPL કાર્ડ મેળવવા માટેનો મુખ્ય માપદંડ એ છે કે જો વ્યક્તિ દર મહિને ગ્રામીણ વિસ્તારોમાં રૂ 6,400/- કરતાં ઓછી અને શહેરી વિસ્તારોમાં રૂ 11,850/- થી ઓછી કમાણી કરે છે. આ આવક મર્યાદા કરતાં વધુ આવક મર્યાદા ધરાવતો વ્યક્તિ BPL કાર્ડ ધરાવવા માટે પાત્ર નથી.
New BPL List 2024:તમારું નામ કઈ રીતે શોધવું?
સરકારશ્રી દ્વારા BPL List ઓનલાઈન મૂકવામાં આવે છે. જેમાં તમે ગામ વાઈઝ ચેક કરી શકો છો. જેની વિગતો નીચે મુજબ છે.
- પગલું 1:- અધિકૃત વેબ પોર્ટલ પર જાઓ.
- પગલું 2:- તમારા જિલ્લાનું નામ પસંદ કરો
- પગલું 3:- રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક ગામ વગેરે પસંદ કરો.
- પગલું 4:- 1 થી 52 સુધી સ્કોર રેન્જ દાખલ કરો
- પગલું 5:- હવે સબમિટ બટન પર ક્લિક કરો.
- પગલું 6:- હવે તમે તમારા ગામની BPL યાદી ચકાસી શકો છો.
મોબાઈલ એપથી New BPL List 2024 નામ ચકાશો
- દેશના લોકો હવે મોબાઈલ એપ દ્વારા તેમની બીપીએલ યાદી ચકાસી શકશે. BPL યાદી જોવાની સંપૂર્ણ રીત અમે નીચે આપી છે, તમે તેને વિગતવાર વાંચો.
- સૌથી પહેલા તમારે તમારા એન્ડ્રોઈડ મોબાઈલના ગૂગલ પ્લે સ્ટોર પર જવું પડશે. આ પછી તમારે તેના સર્ચ બારમાં BPL રેશન કાર્ડ લિસ્ટ એપ લખીને સર્ચ કરવાનું રહેશે.
- ત્યાર બાદ તમારે Install ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી એપ ડાઉનલોડ થઈ જશે. એપ ડાઉનલોડ કર્યા પછી તમારે તેને ઓપન કરવાની રહેશે અને ત્યાં ચેક લિસ્ટની લિંક દેખાશે, તમારે તે લિંક પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમારા ફોનમાં એક નવું પેજ ખુલશે જેમાં તમને રાજ્ય, જિલ્લાનું નામ વગેરે જેવી કેટલીક માહિતી પૂછવામાં આવશે. તમે ફોર્મમાં બધી સાચી માહિતી ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- આ પછી તમારા ફોનમાં BPL ધારકોનું લિસ્ટ આવશે, મોબાઈલ એપ પરથી BPL યાદી યાદીમાં તમે તમારું નામ શોધી શકશો.
New BPL List 2024 FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
- શું BPL List માં ઓનલાઈન નામ ચેક કરી શકાય?
જવાબ: હા, બિલકુલ કરી શકાય. સરકારશ્રી દ્વારા બીપીએલ યાદીમાં ગામ વાઈઝ નામ ચેક કરી શકાય છે.
- નવીન રેશનકાર્ડ મેળવવા માટે કઈ વેબસાઈટ પર અરજી કરવાની રહેશે?
જવાબ: જો અરજદાર તરીકે તમારું નવું રેશનકાર્ડ કઢાવવા, રેશનકાર્ડમાંથી નામ દૂર કરવા કે નામ ઉમેરવા માટે તમે Digital Gujarat Portal પરથી જાતે પણ અરજી કરી શકો છો.
- બીપીએલ યાદીમાં નામ ચેક કરવા માટે કઈ વેબસાઈટ છે?
જવાબ: BPL List માં નામ ચેક કરવા માટે https://ses2002.guj.nic.in/search_village.php વેબસાઈટ પરથી ચેક કરી શકો છો.
Post a Comment