Top News

New Rule From October 2024: આધાર, ક્રેડિટ કાર્ડ, PPF થી લઇ શેર ટ્રેડિંગ સહિત, 1 ઓક્ટોબરથી નિયમમાં થશે મોટા ફેરફાર


New Rule From October 2024: આધાર, ક્રેડિટ કાર્ડ, PPF થી લઇ શેર ટ્રેડિંગ સહિત, 1 ઓક્ટોબરથી નિયમમાં થશે મોટા ફેરફાર
New Financial Rule Change From October 2024: 1 ઓક્ટોબર 2024થી આધાર કાર્ડ, પીપીએફ એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ અને શેર બાયબેકના નિયમમાં ફેરફાર થઇ રહ્યા છે. (Photo: Freepik)

New Rule From October 2024: આધાર, ક્રેડિટ કાર્ડ, PPF થી લઇ શેર ટ્રેડિંગ સહિત, 1 ઓક્ટોબરથી નિયમમાં થશે મોટા ફેરફાર

New Financial Rule From October 2024: ઓક્ટોબર મહિનામાં આધાર કાર્ડ, પીપીએફ એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ, શેર બાયબેક, મ્યુચ્યુઅલ ફંડ સહિત વિવિધ નાણાકીય બાબતો સંબંધિત નિયમ બદલાઇ રહ્યા છે, જે તમારે જાણવા જરૂરી છે.

New Financial Rule Change From October 2024: નવા નિયમો 1 ઓક્ટોબર:ઓક્ટોબર મહિનો શરૂ થવાની સાથે જ આધાર કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એનઆરઆઈ એકાઉન્ટ સહિત ઘણી બાબતો સંબંધિત નિયમમાં મોટા ફેરફાર થવાના છે, જેની સીધી અસર તમારા પૈસા પર થશે. આ ફેરફારોમાં આધાર, ક્રેડિટ કાર્ડથી લઈને શેરબજાર સુધીની દરેક બાબતનો સમાવેશ થાય છે. 1 ઓક્ટોબરથી લાગુ થઇ રહેલા તમામ ફેરફારોની વિગતો અહીં તપાસી શકો છો.

આધાર એનરોલમેન્ટ નંબર વડે નહીં થાય આ જરૂરી કામ

1 ઓક્ટોબરથી આધારને લઈને મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત PAN કાર્ડ બનાવવા અથવા ટેક્સ રિટર્ન ભરવામાં આધાર એનરોલમેન્ટ નંબરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. નવા નિયમ મુજબ હવે આવા કામ માટે આધાર કાર્ડની અસલ નકલ રાખવી ફરજિયાત રહેશે.

aadhaar card | આધાર કાર્ડ | aadhaar card update free deadline | uidia | aadhaar card update free deadline | aadhaar card details
Aadhaar Card Update: આધાર કાર્ડ ફ્રી ઓનલાઇન અપડેટ કરવાની ડેડલાઇન UIDAI એ 14 ડિસેમ્બર સુધી લંબાવી છે. (Photo: UIDAI)

HDFC બેંકે રિવાર્ડ પોઈન્ટ રિડીમ કરવાની લિમિટ

HDFC બેંકે 1 ઓક્ટોબરથી Infinia ક્રેડિટ કાર્ડ માટે રિવાર્ડ પોઈન્ટ રિડીમ કરવા માટે નવી લિમિટ નક્કી કરી છે. બેંકના આ નિર્ણયથી HDFC બેંક દ્વારા પ્રમોટ કરવામાં આવેલ SmartBuy પ્લેટફોર્મ દ્વારા Apple પ્રોડક્ટની ખરીદી અને તનિષ્ક વાઉચરના રિડેમ્પશનને અસર થશે. 1 ઑક્ટોબરથી, HDFC ઇન્ફિનિયા ક્રેડિટ કાર્ડ યુઝર્સ તેમના રિવોર્ડ પૉઇન્ટ્સને કૅલેન્ડર ક્વાર્ટર દીઠ માત્ર એક Apple પ્રોડક્ટ માટે રિડીમ કરી શકશે. હાલમાં, કાર્ડ યુઝર્સ માટે Apple પ્રોડક્ટ માટે રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવાની કોઈ લિમિટ નથી. તેવી જ રીતે, HDFC બેંકે તનિષ્ક વાઉચર માટે રિવોર્ડ પોઈન્ટના રિડેમ્પશન પર કેલેન્ડર ક્વાર્ટર દીઠ 50000 પોઈન્ટ્સની લિમિટ નક્કી કરી છે.

લોન લેનારાઓને KFS પર લોન રેટ સ્ટેટમેન્ટ મળશે

1 ઓક્ટોબરથી, બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) દ્વારા KFS અથવા કી ફેક્ટ્સ સ્ટેટમેન્ટ તરીકે તેમની લોનની પડતર કેટલી છે તે જાણવું ઋણ લેનારાઓ માટે સરળ બનશે. KFS એ એક સરળ અને સમજવામાં સરળ સમરી હશે જેમાં ચાર્જ અને ફી સાથે લોનના તમામ મહત્વપૂર્ણ નિયમો અને શરતોની વિગતો આપવામાં આવશે. RBIની ગાઈડલાઈન મુજબ KFS માટે એવી ભાષામાં લખવું જરૂરી છે કે જે લોન લેનાર વ્યક્તિ સરળતાથી સમજી શકે.

પ્રી-મેચ્યોર પોલિસી બંધ કરવા પર રિફંડ મળશે

આ વર્ષે જૂનમાં જીવન વીમા યોજનાઓ અંગે એક માસ્ટર સર્ક્યુલર જારી કરીને, વીમા નિયમનકાર IRDAIએ જણાવ્યું હતું કે જીવન વીમા કંપનીઓએ ખાસ સરેન્ડર વેલ્યૂ ચૂકવવી પડશે, ભલે પૉલિસી ધારક પ્રથમ વર્ષ પછી બહાર નીકળી જાય. નવી પોલિસી આ નિયમ મુજબ છે. IRDAI એ વર્તમાન પોલિસી પાછી ખેંચવા અથવા ફરીથી ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી છે. વર્તમાન પરિસ્થિતિની સરખામણીમાં, ખોટા વેચાણની અનુભૂતિ અથવા પ્રીમિયમ ચૂકવવામાં અસમર્થતાને લીધે વહેલા એક્ઝિટનો વિકલ્પ પસંદ કરતા પોલિસીધારકો માટે સરેન્ડર વેલ્યૂ (જે વહેલા બહાર નીકળવા પર પ્રાપ્ત રકમ છે) વધશે. અગાઉ, પ્રથમ વર્ષ પછી બહાર નીકળેલા પોલિસીધારકોએ તેમનું સંપૂર્ણ પ્રીમિયમ છોડવું પડતું હતું. પરંતુ નવા નિયમો હેઠળ, તેમને તેમના પ્રીમિયમનું આંશિક રિફંડ મળશે.

NRI અને બાળકોના PPF ખાતા માટે નિયમો બદલાશે

બિન નિવાસી ભારતીયો (NRIs) માટે PPF એકાઉન્ટ રાખવા માટે કેટલાક ખાસ નિયમો છે. NRI જેઓ પોતાનું સ્ટેટસ જાહેર કર્યા વિના PPF એકાઉન્ટમાં રોકાણ કરતા હતા, હવે બધું પહેલા જેવું નહીં રહે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ દર 12 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી આ એકાઉન્ટ પર ઉપલબ્ધ રહેશે. 1 ઓક્ટોબરથી આ એકાઉન્ટ પર કોઈ વ્યાજ મળશે નહીં. સરકારે જૂના NSS અને સુકન્યા સમૃદ્ધિ ખાતાઓને લગતા ઘણા ફેરફારોની પણ જાહેરાત કરી છે.

ppf rules | ppf account interest rate rules | public provident fund | public provident fund rules | ppf new rules | ppf rate | ppf interest rate 2024 25 | small saving interest rate
PPF Rules: પીપીએફ એકાઉન્ટ માટે નવા નિયમ 1 ઓકટોબરથી લાગુ થશે. (Photo: Canva)

સીબીડીટી દ્વારા ડાયરેક્ટ ટેક્સ વિવાદ ટ્રસ્ટ સ્કીમ શરૂ થશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ સ્કીમ 2024ની જાહેરાત કરી છે, જે 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. આવકવેરા વિભાગની મહત્વાકાંક્ષી યોજના વિવાદ સે વિશ્વાસ યોજના હેઠળ, પેન્ડિંગ કેસ અને ડાયરેક્ટ ટેક્સ સંબંધિત જૂના વિવાદોનું સમાધાન થઈ શકે છે. આમાં, આવકવેરા ભરનારને દંડ અને વ્યાજ વગેરે ચૂકવવાની તક મળશે.

મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સના રિ પરર્ચેઝ પર 20 ટકા TDS દૂર થશે, ટેક્સનો બોજ ઘટશે

ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) રેટને સુગમ કરવા માટે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ 2024 દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) દ્વારા યુનિટની પુનઃખરીદી પરના 20 ટકા TDS રેટ દૂર કરવાની દરખાસ્ત કરી હતી રાખ્યું આ ફેરફાર પણ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. ફાઇનાન્સ એક્ટ, 2024 એ આવકવેરા કાયદાની કલમ 194F દૂર કરી છે, જે મ્યુચ્યુઅલ ફંડ અથવા UTI દ્વારા યુનિટના રિ પર્ચેઝ સાથે સંબંધિત હતી. મ્યુચ્યુઅલ ફંડ યુનિટના રિ પર્ચેઝ પર 20 ટકા TDS હટાવવો એ રોકાણકારો માટે કર બોજ ઘટાડવાની દિશામાં એક પગલું છે.

શેરધારકો પર ટેક્સનો બોજ વધશે

શેર બાયબેકને લઈને નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યા છે. ટેક્સ સત્તાવાળાઓએ બાયબેક ટેક્સેશનના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. અગાઉ, બાયબેક કરતી કંપનીઓએ વિતરિત આવક પર 20% ના દરે બાયબેક ટેક્સ ચૂકવવો પડતો હતો, જેના પરિણામે રોકાણકારો માટે બાયબેક આવક ટેક્સ ફ્રી લાગતુ હતુ. શેર બાયબેક પર નવો નિયમ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. નવા નિયમ હેઠળ, ટેક્સની જવાબદારી કંપનીઓ પરથી શેરધારકો પર ખસેડવામાં આવી છે. હવે રોકાણકારો એ શેર બાયબેક પ્રક્રિયામાં ભાગ લઈને કમાયેલી આવક પર ટેક્સ ચૂકવવો પડશે. અગાઉ આ નિયમ નહોતો. ઑક્ટોબર 1, 2024 થી, બાયબેક પર ચૂકવવામાં આવેલી રકમને ડિવિડન્ડ તરીકે ગણવામાં આવશે અને શેરધારક પર સ્લેબ મુજબ કર લાદવામાં આવશે.

બોનસ શેર ક્રેડિટ અને ટ્રેડિંગમાં આવશે તેજી

માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ 16 સપ્ટેમ્બરે જારી કરેલા પરિપત્ર દ્વારા બોનસ શેર ક્રેડિટ અને ટ્રેડિંગને ઝડપી બનાવવાના ઉદ્દેશ્ય સાથે T+2 સિસ્ટમ લાગુ કરવાની વાત કરી છે. બોનસ શેર ટ્રેડિંગ પર આ નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થઈ રહ્યો છે. અત્યાર સુધી એટલે કે 30 સપ્ટેમ્બર 2024 સુધી, તમામ બોનસ શેરનું ટ્રેડિંગ રેકોર્ડ ડેટના લગભગ 2 અઠવાડિયા પછી જ થઈ રહ્યું છે. પરંતુ 1 ઓક્ટોબરના રોજ અથવા તે પછી જારી કરાયેલા તમામ બોનસ શેરનું ટ્રેડિંગ રેકોર્ડ ડેટના 2 દિવસ પછી શરૂ થશે.

જારી કરાયેલા પરિપત્ર મુજબ બજાર નિયામક સેબીએ પણ બોનસ શેર ક્રેડિટનો સમય ઘટાડવાનો નિર્ણય લીધો છે. 1 ઓક્ટોબરથી, બોનસ શેર ક્રેડિટનો સમય ઘટીને 2 દિવસ થઈ જશે. એટલે કે, બોનસ શેર રેકોર્ડ તારીખના 2 દિવસની અંદર પ્રાપ્ત થશે અને રેકોર્ડ તારીખના 2 દિવસ પછી ટ્રેડિંગ શરૂ થશે.

આ પણ વાંચો | આવા IPO માં રોકાણ કરતા પહેલા 100 વાર વિચારજો, સેબી એ રોકાણકારોને ચેતવ્યા

અહીં T નો અર્થ રેકોર્ડ ડેટ થાય છે. રેકોર્ડ તારીખ એ કટ-ઓફ તારીખ છે જેનો ઉપયોગ કંપની દ્વારા નક્કી કરવામાં આવે છે કે કયા શેરધારકો બોનસ શેર મેળવવા માટે પાત્ર છે. બોનસ શેર શેરધારકોને કોઈપણ વધારાના ખર્ચ વિના જારી કરવામાં આવે છે અને તેથી તેને ફ્રી શેર પણ કહેવામાં આવે છે. જે રોકાણકારો એક્સ-ડેટ પહેલા શેર ખરીદે છે તેઓ જ બોનસ શેર માટે પાત્ર બનશે. જો કોઈ રોકાણકાર એક્સ-ડેટ પર અથવા પછી શેર ખરીદે છે, તો તે બોનસ શેર મેળવવા માટે પાત્ર રહેશે નહીં.


    Post a Comment

    Previous Post Next Post