Lava Blaze 3 5G launched: લાવાએ પોતાનો લેટેસ્ટ 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. લાવા બ્લેઝ 3 5જી ગયા વર્ષે (2023) લોન્ચ થયેલ કંપનીના બ્લેઝ 2 5જીનું અપગ્રેડ વેરિઅન્ટ છે. લાવાના આ ફોનમાં 6.56 ઇંચ 90 હર્ટ્ઝ એલસીડી સ્ક્રીન, 6 જીબી સુધી વર્ચ્યુઅલ રેમ, 50 એમપી કેમેરા અને ડાઇમેંસિટી 6300 પ્રોસેસર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. નવા લાવા સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફિચર્સની દરેક વિગત.
લાવા બ્લેઝ 3 5જી કિંમત
લાવા બ્લેઝ 3 5જી સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11,499 રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ બેંક ઓફર્સની સાથે ફોનની અસરકારક કિંમત 9,999 રૂપિયા રહે છે. હેન્ડસેટને ગ્લાસ બ્લૂ અને ગ્લાસ ગોલ્ડ કલરમાં ખરીદી શકાય છે. આ ડિવાઇસ લાવાના ઓનલાઇન સ્ટોર અને એમેઝોન ઇન્ડિયા પર 18 સપ્ટેમ્બરથી ખરીદી માટે ઉપલબ્ધ થશે. લાવા બ્લેઝ 5 5જી યુઝર્સને કંપની તરફથી ફ્રી સર્વિસ ઓફર કરવામાં આવી રહી છે.
લાવા બ્લેઝ 3 5જી સ્પેસિફિકેશન્સ
લાવા બ્લેઝ 3 5જી સ્માર્ટફોનમાં 6.56 ઇંચ (1600 × 720 પિક્સલ) એચડી + એલસીડી કર્વ્ડ સ્ક્રીન છે જે 20:9 આસ્પેક્ટ રેશિયો ઓફર કરે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. લાવાના આ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડાઇમેંસિટી 6300 6એનએમ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે આર્મ માલી-જી 57 એમસી2 ઉપલબ્ધ છે.
લાવા બ્લેઝ 3 5જી 6 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. આ ફોન એન્ડ્રોઇડ 14 સાથે આવે છે અને ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે.
આ પણ વાંચો – 7000mAh બેટરી અને 11 ઇંચની મોટી ડિસ્પ્લે સાથે લોન્ચ, 9899 રૂપિયામાં ખરીદવાની તક
લાવાના આ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલ સેકન્ડરી એઆઇ કેમેરા સાથે એપર્ચર એફ/1.8 સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં સિક્યોરિટી માટે સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
લાવા બ્લેઝ 3 5જી માં મોટી બેટરી
લાવા બ્લેઝ 3 5જી ને પાવર આપવા માટે 5000એમએએચની મોટી બેટરી આપવામાં આવી છે જે 18 વોલ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 3.5 એમએમ ઓડિયો જેક, એફએમ રેડિયો, સ્ટીરિયો સ્પીકર્સ છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 164.3×76.24×8.6 એમએમ અને તેનું વજન 201 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.1, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Post a Comment