Top News

Jio Recharge Plan: જિયોનો ખાસ રિચાર્જ પ્લાન લોન્ચ, પ્રીપેડ અને પોસ્ટપેડ બંને કસ્ટમરને ફાયદો, અનલિમિટેડ 5G ડેટા સાથે જિયો સિનેમા ફ્રી


Jio Recharge Plan: જિયોનો ખાસ રિચાર્જ પ્લાન લોન્ચ, પ્રીપેડ અને પોસ્ટપેડ બંને કસ્ટમરને ફાયદો, અનલિમિટેડ 5G ડેટા સાથે જિયો સિનેમા ફ્રી
Jio Recharge Plan: રિલાયન્સ જિયો રિચાર્જ પ્લાન. (Photo: @JioCare)

Jio Recharge Plan: જિયોનો ખાસ રિચાર્જ પ્લાન લોન્ચ, પ્રીપેડ અને પોસ્ટપેડ બંને કસ્ટમરને ફાયદો, અનલિમિટેડ 5G ડેટા સાથે જિયો સિનેમા ફ્રી

Reliance Jio Recharge Plan: રિલાયન્સ જિયો દ્વારા ખાસ રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે, જેનો લાભ પ્રીપેડ અને પોસ્ટપેડ કસ્ટમર ઉઠાવી શકશે. આ સાથે જિયો વી, જિયોસિનિમા અને જિયોક્લાઉડ સબ્સ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે.

Reliance Jio Recharge Plan: રિલાયન્સ જિયોએ એક અનોખો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ રિચાર્જ પ્લાનની ખાસિયત એ છે કે, પ્રીપેડ અને પોસ્ટ પેડ બંને યુઝર્સ લાભ મેળવી શકે છે. આ જિયો રિચાર્જ પ્લાન 98 દિવસની વેલિડિટી સાથે આવે છે. જિયોના આ નવા રિચાર્જ પ્લાનમાં શું ખાસ છે? ચાલો આ રિચાર્જ પ્લાનમાં મળતા ફાયદાઓ વિશે જાણીયે

Reliance Jio Rs 999 Plan : રિલાયન્સ જિયો ₹ 999 રૂપિયાનો રિચાર્જ પ્લાન

રિલાયન્સ જિયોનો આ રિચાર્જ પ્લાન 999 રૂપિયાનો છે. આ રિચાર્જ પેકમાં ગ્રાહકોને અનલિમિટેડ 5જી એક્સેસ મળે છે. જિયોના ગ્રાહકોને આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ મળે છે. એટલે કે, ગ્રાહકો કોઈ પણ વધારાના પૈસા ચૂકવ્યા વિના દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ કરી શકે છે.

જિયોના ગ્રાહકોને આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ મળે છે. આ ઉપરાંત કંપની આ રિચાર્જમાં જિયોટીવી, જિયોસિનિમા અને જિયોક્લાઉડ સબ્સ્ક્રિપ્શન પ્લાન પણ આપે છે.

જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં જિયોનું 5જી નેટવર્ક ઉપલબ્ધ નથી, તો ગ્રાહકો આ પ્લાનને રિચાર્જ કરવા પર દરરોજ 2 જીબી 4જી ડેટા મેળવી શકે છે. 999 રૂપિયાનો આ નવો રિચાર્જ પ્લાન જિયોની વેબસાઇટ અથવા માયજિયો એપ પર જઇને એક્ટિવેટ કરી શકાય છે.

જો તમે એવા યૂઝર્સમાંથી એક છો જે જિયોના તે પ્લાન્સને રિચાર્જ કરવા માંગે છે જેની વેલિડિટી વધારે હોય, તો તમે 1049 રૂપિયા અને 1299 રૂપિયાનો પ્લાન પસંદ કરી શકો છો. આ રિચાર્જ પ્લાનમાં ઓટીટી પ્લેટફોર્મની એક્સેસ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો | જિયો બ્રેન શું છે? રિલાયન્સ લાવશે એઆઈ સર્વિસ પ્લેટફોર્મ, મુકેશ અંબાણીએ કરી જાહેરાત

જિયોના આ બંને પ્લાનની વેલિડિટી 84 દિવસની છે અને તેમાં અનલિમિટેડ વોઇસ કોલ આપવામાં આવે છે. રિલાયન્સ જિયોના આ પ્લાન્સમાં દરરોજ 2 જીબી ડેટા મળે છે. ગ્રાહકોને 1049 રૂપિયાના પ્લાનમાં સોની લિવ અને ઝી5 સબ્સ્ક્રિપ્શન્સ આપવામાં આવે છે. સાથે જ 1299 રૂપિયાના પ્લાનમાં નેટફ્લિક્સ મોબાઈલ સબ્સક્રિપ્શન પણ ફ્રી છે.

Post a Comment

Previous Post Next Post