Mukesh Ambani Reliance AGM 2024: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 47મી સામાન્ય સભામાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ નવી જિયો એઆઇ સર્વિસ (Jio AI Services) લોન્ચ કરી છે. જિયોબ્રેન રિલાયન્સ જિયોનું નવું એઆઇ સર્વિસ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ અંગે મુકેશ અંબાણીએ એજીએમમાં જણાવ્યું હતું કે આ એક એવું પ્લેટફોર્મ છે જે સૌથી સસ્તી કિંમતે પાવરફુલ જનરેટિવ એઆઇ મોડલ્સ ઓફર કરે છે. આ સાથે, કંપનીએ રિલાયન્સની ગ્રીન એનર્જી દ્વારા ગુજરાતના જામનગરમાં Truly National AI Infrastructure અને Gigawatt Scale AI Ready Data Centers બનાવવાની પણ જાહેરાત કરી હતી.
જિયો બ્રેન શું છે ? (What Is JioBrain)
જિયો એઆઈની તમામ સર્વિસ આવરી લેતા ટૂલ્સ અને પ્લેટફોર્મનો મોટો સ્યુટ વિકસાવી રહ્યું છે – જેનું નામ જિયો બ્રેન છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી એ કહ્યું હતું કે કનેક્ટેડ ઇન્ટેલિજન્સ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રા સાથે આવશે. કંપની તેને એઆઈ એવરીવેર ફોર એવરીવન (AI Everywhere For Everyone) ની થીમ પર લોન્ચ કરશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે, હું આશા રાખું છું કે રિલાયન્સની અંદર જિયો બ્રેનમાં સુધારો કરીને, અમે એક શક્તિશાળી એઆઈ સર્વિસ પ્લેટફોર્મ બનાવીશું અમે જામનગરમાં ગીગાવોટ-સ્કેલ એઆઈ-રેડી ડેટા સેન્ટર સ્થાપવાની યોજના બનાવી રહ્યા છીએ, જે સંપૂર્ણપણે રિલાયન્સની ગ્રીન એનર્જી દ્વારા સંચાલિત હશે. અમારું લક્ષ્ય અહીં ભારતમાં જ વિશ્વની સૌથી સસ્તી એઆઈ ઇન્ફરેસિંગ બનાવવાનું છે. આ ભારતમાં એઆઈ એપ્લિકેશનોને વધુ સસ્તી અને સરળતાથી બધા માટે સુલભ બનાવશે.
જિયો એઆઇ ક્લાઉડ વેલકમ ઓફર (Jio AI Cloud Welcome Offer)
રિલાયન્સની એજીએમમાં મુકેશ અંબાણીએ જિયો એઆઇ ક્લાઉડ વેલકમ ઓફર લોન્ચ કરવાની પણ જાહેરાત કરી હતી. આ ઓફર હેઠળ, ડેટા સિક્યોર અને સુરક્ષિત રાખવા અને એક્સેસ કરવા માટે 100 જીબી સુધી મફત ક્લાઉડ સ્ટોરેજ ઉપલબ્ધ થશે. જિયો યૂઝર્સને દિવાળી 2024થી 100 જીબી ફ્રી ક્લાઉડ સ્ટોરેજ ઓફર મળશે.
4 સેક્ટરમાં AI વડે ક્રાંતિની તૈયારી
માંગને પહોંચી વળવા માટે રિલાયન્સ દેશમાં લેટેસ્ટ એઆઈ ઇનોવેશન લાવવા માટે ગ્લોબલ લીડર સાથે ભાગીદારી કરી રહી છે જેથી સૌથી મહત્વપૂર્ણ એઆઈ ઇન્ફેરેંસિંગ ફેસિલિટીઝ ડેવલપ થઈ શકે. મુકેશ અંબાણીએ ઘણી એઆઈ એપ્લિકેશન વિશે વાત કરી હતી અને ચાર સેક્ટરનો ઉલ્લેખ કર્યો હતો જેમાં એઆઈ દ્વારા ક્રાંતિકારી ફેરફારો લાવી શકે છે.
- ખેતી : એઆઈ ફાર્મર્સ (ખેતી સાથે જોડાયેલી નવી શોધ, જંતુનાશક સંબંધિત દરેક વિગત)
- શિક્ષણ : એઆઈ ટીચર (ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરું પાડવું)
- સ્વાસ્થ્ય સેવા : એઆઈ ડોક્ટર (ભારતને એક સ્વસ્થ અને તંદુરસ્ત દેશ બનાવવું)
- નાના વેપાર ઉદ્યોગ : એઆઈ સાથે નાના વેપારીઓની તાકાત વધારવી અને ભારત આગળ વધશે.
અહીં નોંધનિય છે કે, જિયો બ્રેન સેવા માટે જામનગર ખાતે સેન્ટર સ્થાપિત કરાશે. જે ગુજરાતને ડિજિટલ ક્ષેત્રે વધુ એક સિધ્ધિ અપાવશે.
Post a Comment