IPO: ભારતના મોટા 5 આઈપીઓ, જેમા રોકાણકારો રાતા પાણીએ રોયા
0
Top 5 Largest IPO In Indian Share Market: હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા ભારતનો સૌથી મોટો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. અહીં ભારતીય શેરબજારના 5 મેગા આઈપીઓ વિશે જાણકારી આપવામાં આવી છે, જેમા રોકાણકારો રાતા પાણીયે રોયા છે
વેલ્થ ડિસ્ટોયર આઈપીઓ (Wealth Destroyer IPO) આઈપીઓ શેરબજારમાં કમાણી કરવાનો સીધો અને સરળ રહ્તો છે. હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા આઇપીઓ ચર્ચામાં છે. હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા દ્વારા આઈપીઓ માટે સેબી પાસે ડ્રાફ્ટ પેપર રજૂ કરવામાં આવ્યા છે. જે અનુસાર ઓટો કંપનીના આઈપીઓને મંજૂરી મળશે તો તે ભારતીય શેરબજારનો સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ બનશે. ઉલ્લેખનિય છે કે, હાલ સૌથી મોટા આઈપીઓનો રેકોર્ડ સરકારી માલિકીની વીમા કંપની એલઆઈસીના નામે છે, જે બે વર્ષ પહેલા પબ્લિક ઇશ્યૂ લાવી હતી. જાણો ઈન્ડિયન સ્ટોક માર્કેટના અત્યાર સુધીના સૌથી મોટા આઈપીઓ અને શેર ભાવ
હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા આઇપીઓ (Hyundai Motor India IPO) હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા એ આઈપીઓ માટે સેબી સામે ડ્રાફ્ટ પેપર રજૂ કર્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર હ્યુન્ડાઇ મોટર આઈપીઓ મારફતે 25000 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. જો કંપનીના IPOને સેબીની મંજૂરી મળે છે, તો તે ભારતનો સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ હશે. સાઉથ કોરિયન કાર ઉત્પાદક હ્યુન્ડાઈ ફંડ એકત્ર કરવા માટે તેના ભારતીય યુનિટ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયામાં 15-20 ટકા હિસ્સો વેચી શકે છે. આ પબ્લિક ઈશ્યુ સંપૂર્ણપણે OFS હોવાથી, Hyundai Motor Indiaને IPOમાંથી કોઈ આવક પ્રાપ્ત થશે નહીં. (Express Photo)
એલઆઈસી (LIC) એલઆઈસી ભારત સરકારની માલિકીની વીમા કંપની છે, મે 2022માં શેરબજારમાં લિસ્ટેડ થઇ હતી. એલઆઈસી 21000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી હતી. જે ભારતીય શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો આઈપીઓ છે. આ પબ્લિક ઇશ્યૂ હેઠળ ભારત સરકારે વીમા કંપનીનો 3.5 ટકા હિસ્સો વેચ્યો હતો. (Express Photo)
એલઆઈસી આઈપીઓ માટે શેર દીઠ ભાવ 902 થી 949 રૂપિયા રાખવામાં આવી હતી. મિનિમમ લોટ સાઇઝ 15 શેર હતી. 17 મે, 2022ના રોજ એલઆઈસીનો શેર આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસથી 8.62 ટકા ડિસ્કાઉન્ટે 867 રૂપિયાના ભાવે શેરબજારમાં લિસ્ટેડ થયો હતો. આમ એલઆઈસી આઈપીઓ રોકાણકારો માટે લાંબા સમય સુધી ખોટનો સોદો રહ્યો હતો. લિસ્ટિંગના દોઢ લગભગ દોઠ વર્ષ બાદ 31 જાન્યુઆરી, 2024નો રોજ એલઆઈસીનો શેર પહેલીવાર તેના આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસથી ઉપર આવ્યો હતો. હાલ 14, જૂન 2024ના રોજ બીએસએઇ પર એલઆઈસીનો શેર 1067 રૂપિયા બંધ થયો હતો. આમ હાલના ધોરણે આઈપીઓ રોકાણકારોને બે વર્ષ બાદ એલઆઈસીના શેરમાં 12 ટકા જેટલું રિટર્ન મળ્યું છે. (Express Photo)
પેટીએમ - વન97 કોમ્યુનિકેશન્સ (Paytm One 97 Communication) પેટીએમ નામે પ્રખ્યાત વન97 કોમ્યુનિકેશન્સ કંપની ભારતીય શેરબજારનો બીજો સૌથી મોટો આઈપીઓ લાવી હતી. જો એલઆઈસી જેમ પેટીએમનો આઈપીઓ પણ રોકાણકારો માટે વેલ્થ ડિસ્ટોયર સાબિત થયો હતો. ફિનટેક ફર્મ પેટીએમ નવેમ્બર 2021માં 18300 કરોડનો આઈપીઓ લાવી હતી. આઈપીઓ શેર દીઠ ઇશ્યૂ પ્રાઇસ 2080 થી 2150 રૂપિયા અને મિનિમમ લોટ સાઇઝ 6 શેર છે. જો કે શેરની ઉંચી વેલ્યૂએશન અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. (Express Photo)
એનએસઇ પર 18 નવેમ્બર 2021ના રોજ પેટીએમ ફેમ વન97 કોમ્યુનિકેશનનો શેર 1950 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો હતો, જ્યારે આઈપીઓ શેર ઇશ્યૂ પ્રાઇસ 2150 રૂપિયા હતી. લિસ્ટિંગના દિવસે શેરમાં જબરદસ્ત કડાકો બોલાતો 1560 રૂપિયા બંધ થયો હતો. આમ પહેલા જ પીટીએમ શેરમાં રોકાણકારોને 27.44 ટકા નુકસાન થયુ હતુ. પેટીએમનો શેર લિસ્ટિંગ બાદ એક પણ વખત આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસથી ઉપર ગયો નથી. પેટીએમ શેરનો વર્ષનો સૌથી ઉંચો ભાવ 998 રૂપિયા છે, જે 20 ઓક્ટોબર 2023ના રોજ બન્યો હતો. તો 9 મે, 2024ના રોજ શેર 310 રૂપિયા ઓલટાઇમ લો થયો હતો. 14 જૂન, 2024ના રોજ પેટીએમ શેર 425 રૂપિયા બંધ થયો હતો. (Express Photo)
કોલ ઈન્ડિયા (Coal India) કોલ ઈન્ડિયા શેરબજારમાં લિસ્ટેડ ભારત સરકારની માલિકીની માઇનિંગ કંપની છે. કોલ ઈન્ડિયાનો 15199 કરોડ રૂપિયાનો આઈપીઓ ઓક્ટોબર 2010માં આવ્યો હતો, ભારતીય શેરબજારનો ત્રીજો સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ છે. શેર દીઠ ઇશ્યૂ પ્રાઇસ 225 થી 245 રૂપિયા હતી અને મિનિમમ લોટ સાઇઝ 25 રૂપિયા હતી. કોલ ઈન્ડિયાનો શેર એનએસઇ પર 4 નવેમ્બર 2010ના રોજ 291 રૂપિયા ખુલ્યો અને 341 રૂપિયા બંધ થયો હતો. આમ કોલ ઈન્ડિયાના આઈપીઓમાં રોકાણકારોને પહેલા જ દિવસે 47.17 ટકા કમાણી થઇ હતી. બીએસઇ પર 14 જૂન, 2024ના રોજ કોલ ઈન્ડિયાનો શેર 487 રૂપિયા બંધ થયો છે. (Express Photo)
રિલાયન્સ પાવર (Reliance Power) અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ પાવરનો આઈપીઓ જાન્યુઆરી 2008માં આવ્યો હતો. જોકે રિલાયન્સ પાવરે રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા છે. રિલાયન્સ પાવરનો આઈપીઓ 11700 કરોડ રૂપિયાનો હતો અને શેર દીઠ ઇશ્યૂ 405 થી 450 રૂપિયા હતી. આ વેલ્થ ડિસ્ટોયર આઈપીઓ 61.5 ગણો સબ્સક્રાઇબ થયો હતો. 11 ફેબ્રુઆરી 2008ના રોજ એનએસઇ પર રિલાયન્સ પાવરનો શેર 530 રૂપિયાના ભાવે ખૂલ્યો અને 373 રૂપિયા પર બંધ થયો હતો. આમ પહેલા જ દિવસે રિલાયન્સ પાવરમાં રોકાણકારોને 17.27 ટકા નુકસાન થયું હતુ. (Express Photo)
અનિલ અંબાણીની રિલાયન્સ પાવર સહિત મોટાભાગની રિલાયન્સ ગ્રૂપ કંપનીઓ પર જંગી દેવાના કારણે શેર જબરદસ્ત તૂટયા હતા, જેના નુકસાનની ભરપાઇ થકી શકી નથી. બીએસઇ પર રિલાયન્સ પાવરનો શેર 14 જૂન, 2024ના રોજ 31.32 રૂપિયા હતા, જે તેની ઇશ્યૂ પ્રાઇસથી ઘણો નીચો છે. રિલાયન્સ પાવર શેરનો વર્ષનો ઉંચો ભાવ 34 રૂપિયા અને નીચો ભાવ 13.80 રૂપિયા છે. (Photo - Financial Express)
જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (General Insurance Corporation Of India) જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભારત સરકારની માલિકીની વીમા કંપની છે. જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનનો 11256 કરોડનો આઈપીઓ ઓક્ટોબર 2017માં આવ્યો હતો. આઈપીઓ શેર દીઠ ઇશ્યૂ પ્રાઇસ 855 થી 912 રૂપિયા હતી. 25 ઓક્ટોબર 2017ના રોજ એનએસઇ પર જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનનો શેર 850 રૂપિયા ખૂલ્યો અને 874 રૂપિયા બંધ થયો હતો. બીએસઇ પર 14 જૂન, 2024ના રોજ આ વીમા કંપનીનો શેર 394 રૂપિયા બંધ થયો. શેરનો વર્ષનો સૌથી ઉંચો ભાવ 467 રૂપિયા અને સૌથી નીચો ભાવ 178 રૂપિયા છે.
Post a Comment