IPO Subscription And New Share Listing Newt Week: શેરબજારમાં આઈપીઓ રોકાણ માટે તૈયાર રહેજો. 30 સપ્ટેમ્બરથી શરૂ થનાર નવા સપ્તાહે 3 નવા આઈપીઓ ખુલી રહ્યા છે. તેમજ પાછલા સપ્તાહે ખુલેલા 7 આઈપીઓમાં ચાલુ સપ્તાહે રોકાણ કરવાની તક મળશે. ઉપરાંત આ સપ્તાહે શેરબજારમાં કૂલ 12 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે, તેમા 2 કંપનીના શેર મેઇન બોર્ડ સેગમેન્ટના છે. ચાલો જાણીયે નવા સપ્તાહે કઇ 3 કંપનીના આઈપીઓ ખુલી રહ્યા છે.
Subam Pepers IPO: સુબમ પેપર્સ આઈપીઓ
સુબમ પેપર્સ કંપનીનો આઈપીઓ 30 સપ્ટેમ્બરે ખુલશે અને 3 ઓક્ટોબરે બંધ થશે. 93.70 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ બેન્ડ 144 થી 152 રૂપિયા શેર દીઠ છે. આઈપીઓ લોટ સાઇઝ 800 શેર છે. આ આઈપીઓ શેર 8 ઓક્ટોબરે બીએસઈ એસએમઇ પર લિસ્ટેડ થશે.
Paramount Dye Tec IPO: પેરામાઉન્ટ ડાઇ ટેક આઈપીઓ
પેરામાઉન્ટ ડાઇ ટેક આઇપીઓ 30 સપ્ટેમ્બરે પણ ખુલશે અને 3 ઓક્ટોબરે બંધ થશે. આઈપીઓ ઇસ્યુ સાઇઝ 28.43 કરોડ રૂપિયા છે. આ કંપનીનો શેર 8 ઓક્ટોબર એનએસઈ એસએમઇ પર લિસ્ટેડ થશે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 111 – 117 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 1200 શેર છે.
NeoPolitan Pizza and Foods IPO: નીઓપોલિટન પિઝા એન્ડ ફૂડ્સ આઇપીઓ
નીઓપોલિટન પિઝા એન્ડ ફૂડ્સ આઇપીઓ 30 સપ્ટેમ્બર ખુલશે અને 4 ઓક્ટોબરે બંધ થાય છે. આ કંપની આઈપીઓ મારફતે 12 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ બેન્ડ 20 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 6000 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ 9 ઓક્ટોબર બીએસઈ એસએમઈ પર શેર લિસ્ટિંગ થશે.
7 આઈપીઓમાં રોકાણની તક
ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 7 આઈપીઓ સબ્સક્રાઇબ કરવા આ સપ્તાહે છેલ્લો મોકો મળશે. જેમાં નેક્સસ પેટ્રો ઇન્ડસ્ટ્રીઝ, ડિફ્યુઝન એન્જિનિયર્સ, ફોર્જ ઓટો ઈન્ટરનેશનલ, સહસ્રા ઇલેક્ટ્રોનિક્સ સોલ્યુશન્સ, દિવ્યધન રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ સબ્સક્રાઇબ માટે 30 સપ્ટેમ્બર છેલ્લો દિવસ છે. તો HVAX ટેક્નોલોજીસ આઈપીઓ અને સાજ હોટેલ્સ આઈપીઓમાં 1 ઓક્ટોબરના રોજ સુધી રોકાણ કરી શકાશે.
નવા સપ્તાહે 12 કંપનીના શેર લિસ્ટિંગ થશે
30 સપ્ટેમ્બરથી શરૂ થનાર નવા સપ્તાહે શેરબજારમા નવી 12 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે, જેમા 2 કંપની મેઇનબોર્ડ પર લિસ્ટેડ થવાની છે.
30 સપ્ટેમ્બર મેનબા ફાઈનાન્સ શેર બીએસઈ, એનએસઈ લિસ્ટિંગ થશે. તો રેપિડ વાલ્વ્સ (ઇન્ડિયા) અને WOL 3D શેર એનએસઇ એસએમઇ પર લિસ્ટેડ થશે.
3 ઓક્ટોબર થિંકિંગ હેટ્સ એન્ટરટેઇનમેન્ટ સોલ્યુશન્સ, યુનિલેક્સ કલર્સ એન્ડ કેમિકલ્સ, ટેકએરા એન્જિનિયરિંગ શેર એનએસઇ એસએમઇ ઉપર લિસ્ટિંગ થવાના છે. તો KRN હિટ એક્સચેન્જના શેર બીએસઇ, એનએસઇ મેઇનબોર્ડ પર લિસ્ટેડ થવાના છે.
આ પણ વાંચો | આ IPO માં રોકાણ કરતા પહેલા 100 વાર વિચારજો, સેબી એ રોકાણકારોને ચેતવ્યા
4 ઓક્ટોબર ડિફ્યુઝન એન્જિનિયરિંગના શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થવાના છે. તો નેક્સસ પેટ્રો ઇન્ડસ્ટ્રીઝનો શેર બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ થવાના છે. તો ફોર્જ ઓટો ઇન્ટરનેશનલ, સહસરા ઇલેક્ટ્રોનિક્સ સોલ્યુશન્સ અને દિવ્યધન રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ શેર એનએસઇ એસએમઇ લિસ્ટિંગ થવાના થશે.
Post a Comment