SME IPO Alerts By SEBI: આઇપીઓ એટલે શેરબજારમાં કમાણી કરવાનો સરળ રસ્તો એવી માન્યતા થઇ ગઇ છે. જો કે આઈપીઓમાં રોકાણ કરતી વખતે બહુ સાવધાની રાખવી જરૂરી છે. સમજ્યા વગર ગમે તે આઈપીઓમાં રોકાણ કરવાથી પૈસા ગુમાવવા પડી શકે છે. સેબી તરફથી પણ આ ખાસ સેક્ટરની કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરવા બાબતે રોકાણકારોને ચેતવણી આપી છે.
SME IPO વિશે સેબીની ચેતવણી
શેરબજાર નિયામક સેબીએ પ્રેસ રિલીઝ અને અલગ અલગ પ્લેટફોર્મ પરથી રોકાણકારોને એક ખાસ સેક્ટરની કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરતી વખતે સાવધાની રહેવાની સલાહ આપી છે. માર્કેટ રેગ્યુલેટરે 28 ઓગસ્ટના રોજ પ્રેસ રિલીઝ જારી આ સેગમેન્ટની કંપનીઓના આઈપીઓની સંખ્યામાં અચાનક વધારા વિશે આંકડા જાહેર કર્યા હતા.
સેબીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્ટોક એક્સચેન્જોએ SME પ્લેટફોર્મ પર પાછલા દાયકામાં 14000 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા છે અને તેના 43 ટકા એટલે કે 6000 કરોડ રૂપિયા માત્ર નાણાંકીય વર્ષ 2024માં ઉભા કરવામાં આવે છે. સેબીએ રોકાણકારોને આવા આઈપીઓ ઇસ્યુમાં રોકાણ કરવાની પહેલા સાવધાની રાખવા રોકાણકારોને સલાહ આપી હતી.
મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ એક સુત્રે આ બાબતે બેંકર્સ અને પ્રમોટર્સ વિશે જણાવ્યું હતુ કે, ઉદાહરણ તરીકે માની લો કે, કોઇ એન્ટરપ્રાઇસની વેલ્યૂએશન તેના નફાની 5 ગણી નક્કી કરવામાં આવી છે (જેવું સામાન્ય રીતે થાય છે), તો બેંકર કહેશે કે તેઓ 10 ગણી કે 20 ગણી રકમ એક્ત્ર કરવામાં મદદ કરશે. ત્યારબાદ સરપ્લસ વેલ્યૂમાં હિસ્સો માંગે છે.
સમગ્ર સિસ્ટમ આવી રીતે કામ કરે છે
બેંકર સૌથી પહેલા નાના શહેરોમાં ચાર્ટર્ડ એકાઉન્ટનો સંપર્ક કરે છે અને એવું પુછે કે શું તેઓ એવી નાની ટ્રેડિંગ કંપનીઓ વિશે જાણે છે, જેમને ભંડોળની જરૂરી છે. ત્યારબાદ બેંક સરળતાથી નાણાકીય ભંડોળ કરવાની લાલચ આપી કંપની પ્રમોટર્સ પર આઈપીઓ લાવવા દબાણ કરે છે. જો ક્લાયન્ટ શરૂઆતની મિટિંગમાં આ પ્રસ્તાવ પર સહમત થાય છે, તો બેંકર તેમની પાસે વધારાના ફાયદા વિશે વાત કરે છે.
બેંકર તેમા ચાર્ટર્ડ એકાઉન્ટની મદદ લે છે, જે એકાઉન્ટમાં હેરાફેરી કરવા, બોગસ રિસિપ્ટ બનાવવા વગેરે બાબતો માટે તૈયાર હોય છે. આવા આઇપીઓ ઇસ્યુમાં સામાન્ય રીતે બેંકરની ફી 1 થી 3 ટકા જેટલી રહેતી હતી. જે હવે વધીને 7 ટકા સુધી પહોંચી ગઇ છે. બાકીની રકમ રોકડ આપવામાં આવે છે.
આ પણ વાંચો | IPO રોકાણ પહેલા તમારી જાતને પુછો આ 3 સવાલ, શેરબજારમાં નહીં થાય ક્યારેય નુકસાન
મની કન્ટ્રોલના રિપોર્ટ મુજબ અન્ય એક સુત્રે જણાવ્યું કે, બેંકર આ રોકડ રકમનો ઉપયોગ પાછળથી ગ્રે માર્કેટમાં હેરાફેરી કરવા માટે કરી શકે છે. અલબત્ત હાલ શેરબજાર નિયામક આ સેગમેન્ટની કંપનીઓની નાણાકીય સદ્ધતા સંબંધિત નિયમો કડક બનાવવા સતત પ્રયાસ કરી રહ્યું છે.
Post a Comment