Top News

IPO Investment Tips: આઈપીઓ રોકાણ પહેલા તમારી જાતને પુછો આ 3 સવાલ, શેરબજારમાં નહીં થાય ક્યારેય નુકસાન


IPO Investment Tips: આઈપીઓ રોકાણ પહેલા તમારી જાતને પુછો આ 3 સવાલ, શેરબજારમાં નહીં થાય ક્યારેય નુકસાન
IPO Investment Tips : આઈપીઓ રોકાણ વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. (Photo: Freepik)

IPO Investment Tips: આઈપીઓ રોકાણ પહેલા તમારી જાતને પુછો આ 3 સવાલ, શેરબજારમાં નહીં થાય ક્યારેય નુકસાન

IPO Investment Tips: આઈપીઓ શેરબજારમાં કમાણી કરવાનો શોર્ટ કટ રસ્તો માનવામાં આવે છે. જો કે યોગ્ય આઈપીઓની પસંદગી કરવી જરૂરી છે નહીંત્તર ફાયદાના બદલે નુકસાન થવાનું જોખમ રહે છે.

IPO Investment Tips: આઈપીઓ શેરબજારમાં કમાણી કરવાનો સરળ રસ્તો છે. હાલ મોટાભાગના લોકો આઈપીઓમાં રોકાણ કરશે અને ઉંચા ભાવે શેર લિસ્ટિંગ બાદ શેર વેચી કમાણી કરતા હોય છે. કોરોના મહામારી બાદ આઈપીઓ રોકાણનો ક્રેઝ વધ્યો છે. આઈપીઓ રોકાણ વિશે લોકોના મનમાં ઘણા પ્રશ્નો હોય છે. જો યોગ્ય આઈપીઓમાં રોકાણ કરવામાં ન આવે તો નુકસાન થવાનું પણ જોખમ રહે છે. આઈપીઓમાં રોકાણ કરતી વખતે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરો છો અથવા તો રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો તો તમારી જાતને આ 3 પ્રશ્ન પુછો અને તેના જવાબના આધારે નિર્ણય લો.

આઈપીઓ રોકાણ કરવાનો હેતુ

જો તમે આઈપીઓમાં માત્ર એટલા માટે રોકાણ કરી રહ્યા છો કારણ કે તે કંપનીના પ્રોડક્ટ્સનો તમે ઉપયોગ કરો છો અને તે સારા છે. શું આ કારણ યોગ્ય છે? માત્ર એટલા માટે કે તમે બ્રાન્ડ અને પ્રોડક્ટ વાપરો છો, શું તેની વૃદ્ધિ ટકાઉ છે? વપરાશકાર ગ્રાહક અને રોકાણકાર હોવું બંનેમાં મોટો તફાવત છે.

રોકાણકારોએ આ મામલે અન્ય લોકોનું અનુકરણ કરવાથી બચવું જોઇએ. હકીકતમાં આ માન્યતા સાચી નથી. જો બધા રોકાણકારો તેમા પૈસા રોકી રહ્યા તો તમારે પણ રોકાણ કરવું જોઇએ. વર્ષ 1999 – 2000ના ટેકનોલોજી બુમ્સના સમયગાળા દરમિયાન ડોટકોમ કંપનીઓમાં લોકો આંખ બંધી રોકાણ કરી રહ્યા હતા. અલબત્ત, આવી ઘણી કંપનીઓ ડિલિસ્ટ કે ગાયબ થઇ ગઇ. આવી જ રીતે 2007 – 2008 દરમિયાન રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં અમુક આવી જ ઘટનાઓ જોવા મળી હતી. તે સમયે રિલાયન્સ પાવર અને એચડીઆઈએલ માં રોકાણમાં પડાપડી થઇ હતી.

IPO | IPO price date | IPO Investment | Initial public offering | upcoming ipo list | ipo listing date | share market ipo investment | ipo issue price vs listing price | stock market ipo
IPO : આઈપીઓ (Photo: Freepik)

આમ તમારે પોતાન જાતને પ્રશ્ન પુછવા જોઇએ કે, શું બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર બજાજ ફાઈનાન્સ જેમ મલ્ટીબેગર થશે? શું ઓએનજીસી ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણનો મજબૂત વિકલ્પ હશે?

આઈપીઓ રોકાણ ક્યા આધાર પર કરવો જોઇએ?

રોકાણકારે પોતાન જાતને આ સવાલ કરવો જોઇએ કે, સંબધિત કંપનીનો મૂળભૂત બિઝનેસ મોડલર, વૃદ્ધિ – વિકાસની સંભાવના, નાણાકીય સ્થિરતા, રોકડ પ્રવાહ, બેકગ્રાઉન્ડ વગેરે વિશે માર્કેટ એક્સપર્ટ્સનો મત શું છે. માર્કેટ એનાલિસ્ટ આઇપીઓ ઇસ્યુ પ્રાઇસને ઓવર વેલ્યૂએશન કે અંડર વેલ્યૂએશન વાળો દર્શાવે છે. કંપનીના સારા અને નબળા પરિબળો ક્યા છે? કંપની ક્યા ઉદ્દેશ્ય માટે આઈપીઓ લાવી રહી છે, આઈપીઓના પૈસાનું શું કરશે – બિઝનેસનું વિસ્તરણ અથવા અધિગ્રહણ કરશે કે દેવાની ચૂકવણી કરશે?

હકીકતમાં કોઇ કંપની ઈનિશિયલ પબ્લિક ઓફરમાં રોકાણકારો તરફથી મહત્તમ બીડ એક્ત્ર કરવા ઇચ્છે છે. સામાન્ય રીતે મોટાભાગના આઈપીઓ શેરબજારમાં તેજી કે બુલરનનો માહોલ હોય ત્યારે જ આવે છે, તે દરમિયાન શેર ભાવ ઉંચો હોય છે અને રોકાણકારો પણ કોઇ કિંમત શેર ખરીદવા ઇચ્છે છે. આમ એવું માનવું ખોટું છે તમામ આઈપીઓમાં શેર સસ્તા ભાવે વેચવામાં આવે છે.

IPO Investment Tips: શું તમે માત્ર વેચવા માટે શેર ખરીદો છો?

જો તમે માત્ર આ હેતુ માટે ઈપીઓ શેરમાં રોકાણ કરો છો, તો આવું કરનાર તમે એકલા નથી. સેબીના તાજેતરના અભ્યાસ મુજબ, લિસ્ટિંગના દિવસે સૌથી મોટાભાગે શેર વેચનાર બિન સંસ્થાકીય રોકાણકારો હોય છે, એટલે કે રિલેટર્સ નાના રોકાણકારો, જે મોટાભાગના આઈપીઓમાં 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરે છે.

IPO | ipo Investment Tips | wealth destroyer ipo | largest ipo in India
IPO: આઈપીઓ (Photo – Freepik)

આમ તો આ કેટેગરીના રોકાણકારો તેમની આઈપીઓ બીડ માટે બાહ્ય ફંડિંગ પર વધારે નિર્ભર રહે છે, આથી આવા મોટાભાગના રોકાણકારો દ્વારા આઈપીઓ શેર લિસ્ટિંગ દિવસે પર શેર વેચવામાં આવે છે. સરેરાશ રોકાણકારોના આઈપીઓમાં મળેલા 54 ટકા આઈપીઓ લિસ્ટિંગના સપ્તાહની અંદર વેચાઇ જાય છે.

આ પણ વાંચો | IPO: ભારતના મોટા 5 આઈપીઓ, જેમા રોકાણકારો રાતા પાણીએ રોયા

હકીકતમાં જે આઈપીઓમાં લિસ્ટિંગના દિવસે તગડું રિટર્ન મળે છે, તેની સરખામણીમાં શેર લિસ્ટિંગ બાદ આટલું આકર્ષક વળતર મળતું નથી. જો તમે રોકાણ કરવા માંગે છો તો યોગ્ય ભાવે શેર ખરીદો તે રાખી મૂકો. આવી સ્થિતિમાં શેરબજારમાં નુકસાન થવાનું જોખમ રહેતું નથી.


    Post a Comment

    Previous Post Next Post