
IPL 2025 Auction: આઈપીએલ 2025 હરાજી, ટ્વિસ્ટ સાથે RTM ની થઇ વાપસી, જાણો કેવી રીતે થશે નિયમનો ઉપયોગ
IPL 2025 Auction: આઈપીએલ 2025 પહેલા મેગા હરાજી થશે. રાઇટ ટુ મેચ કાર્ડ આઇપીએલ 2025 પહેલા મેગા હરાજી માટે પરત લાવવામાં આવ્યું છે. આ વખતે નિયમમાં ટ્વિસ્ટ છે
IPL 2025 Auction, આઈપીએલ 2025 હરાજી : આઈપીએલ 2025 પહેલા મેગા હરાજી થશે. દરેક ફ્રેન્ચાઈઝી રિટેન્શન અને રાઈટ ટુ મેચ કાર્ડ (આરટીએમ) વિકલ્પોના કોમ્બિનેશન થકી વધુમાં વધુ છ ખેલાડીઓને રિટેન કરી શકે છે. હવે તે ફ્રેન્ચાઇઝી કેટલા રિટેન્શન અને આરટીએમનો ઉપયોગ કરે છે તેના પર નિર્ભર કરે છે. આઈપીએલ 2022 પહેલા મેગા હરાજી થઈ હતી ત્યારે રાઇટ ટુ મેચ કાર્ડ હટાવી દેવામાં આવ્યું હતું. રાઇટ ટુ મેચ કાર્ડ આઇપીએલ 2025 પહેલા મેગા હરાજી માટે પરત લાવવામાં આવ્યું છે. આ વખતે નિયમમાં ટ્વિસ્ટ છે.
આરટીએમ નો ઉપયોગ કરીને પહેલા ટીમ ખેલાડીને પોતાની સાથે હરાજીમાં સૌથી વધુ બોલીની રકમ ચૂકવવા પર સંમત પોતાની સાથે જોડી લેશે. આ વખતે સૌથી વધુ બોલી લગાવનારને ટીમને આરટીએમનો ઉપયોગ કર્યા પછી તેમની બિડ વધારવાની બીજી તક આપવામાં આવશે. જો ટીમ બોલી લગાવવાનું પસંદ કરશે તો બીજી ટીમે આરટીએમનો ઉપયોગ કરીને આ રકમ પર ખેલાડીને જોડવાનો રહેશે. આવું નહીં કરવા પર ઊંચી બોલી લગાવનારી ટીમ સાથે ખેલાડી જોડાઇ જશે.
ઉદાહરણ દ્વારા સમજો
જો રિયાન પરાગની હરાજી થઈ રહી છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના માટે સૌથી વધુ રુપિયા 6 કરોડની બોલી લગાવી છે, તો રાજસ્થાન રોયલ્સ (રિયાન પરાગની હાલની ફ્રેન્ચાઈઝી)ને સૌથી પહેલા પૂછવામાં આવશે કે શું તેઓ તેમના આરટીએમનો ઉપયોગ કરવા માગે છે (જો તેમની પાસે એક હોય તો). જો રાજસ્થાન સંમત થશે તો આરસીબીને બિડ વધારવાની અને અંતિમ બોલી લગાવવાની વધુ એક તક આપવામાં આવશે. જો આરસીબી હવે તેને વધારીને 9 કરોડ રૂપિયા કરી દે છે તો રાજસ્થાન પોતાના આરટીએમનો ઉપયોગ કરીને રિયાન પરાગને 9 કરોડ રૂપિયામાં ફરીથી સાઈન કરી શકે છે.
આ પણ વાંચો – આઈપીએલમાં રમનારા ખેલાડીઓને મળશે અલગથી મેચ ફી, એક મેચના મળશે આટલા રૂપિયા
રિટેન્શન માટેની સમય મર્યાદા
ફ્રેન્ચાઈઝીઓ પાસે હરાજી અગાઉ રિટેન કરવામાં આવેલા ખેલાડીઓની યાદીને આખરી ઓપ આપવા અને જમા કરવા માટે 31 ઓક્ટોબર 2024ના રોજ સાંજે પાંચ વાગ્યા સુધીનો સમય છે. ધ્યાનમાં રાખો કે જે પણ ખેલાડી 31 ઓક્ટોબર, 2024 ના રોજ કે તે પહેલાં કેપ થઇ જાય એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરે તો તેને કેપ્ડ પ્લેયર ગણવામાં આવશે.
Post a Comment