International Translation Day 2024 Date : દર વર્ષે 30મી સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વમાં ઘણા લોકો અનુવાદક તરીકે કામ કરી રહ્યા છે. આ દિવસ તે બધાના સન્માન માટે ઉજવવામાં આવે છે. એટલા માટે અમે તમને જીવનમાં અનુવાદનું શું મહત્વ છે તે વિશે જણાવી રહ્યા છીએ. કેમ મનાવવામાં આવે છે અનુવાદ દિવસ અને શું છે ઇતિહાસ તે વિશે જણાવી રહ્યા છીએ.
અનુવાદ દિવસ મહત્વ
વૈશ્વિકીકરણની દુનિયામાં અનુવાદકોની ભૂમિકા પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. આ ભાષા વ્યાવસાયિકો હકારાત્મક જાહેર પ્રવચનમાં ફાળો આપે છે, આંતરસાંસ્કૃતિક સંચારની સુવિધા આપે છે અને સંસ્કૃતિઓ વચ્ચે સમજણને પ્રોત્સાહન આપે છે. પોતાના કામના માધ્યમથી અનુવાદકો સાહિત્યિક, વૈજ્ઞાનિક અને તકનીકી સામગ્રીને એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતરિત કરે છે, વૈશ્વિક સ્તરે પ્રગતિ અને સહયોગ શક્ય બનાવે છે.
રાષ્ટ્રો વચ્ચે અસરકારક સંચાર સુનિશ્ચિત કરવામાં અનુવાદકો અને ભાષા વ્યાવસાયિકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અનુવાદ, અર્થઘટન અને પરિભાષામાં તેમની નિપુણતા ભાષા અવરોધોને દૂર કરવામાં મદદ કરે છે, ફૂટનીતિને પ્રોત્સાહન આપે છે અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સહયોગની સુવિધા આપે છે.
આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઇતિહાસ
આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ દર વર્ષે 30 સપ્ટેમ્બરે ઉજવાય છે. સેન્ટ જેરોમના પર્વ દિવસે ઉજવવામાં આવે છે. સેન્ટ જેરોમે બાઇબલનો અનુવાદ કર્યો હતો અને આથી તેમને ‘અનુવાદકોના આશ્રયદાતા સંત’ માનવામાં આવે છે. એફઆઈટી (ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રાન્સલેટર્સ) દ્વારા વર્ષ 1953થી આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની શરૂઆત કરી હતી.
વર્ષ 1991માં એફઆઈટી એ વિશ્વભરના અનુવાદ સમુદાયની એકતાને પ્રોત્સાહન આપવા માટે, સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસનો વિચાર શરૂ કર્યો હતો. આ દિવસ વિવિધ દેશોમાં અનુવાદ કાર્યના મહત્વને દર્શાવવા માટે ઉજવવામાં આવે છે. પ્રગતિશીલ વૈશ્વિકીકરણના યુગમાં અનુવાદનું કાર્ય ઝડપથી વધી રહ્યું છે.
24 મે 2017ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 30 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની ઉજવણી કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. ત્યારથી 30 સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઉજવવામાં આવે છે.
Post a Comment