Top News

Infinix Zero Flip : 50 MP કેમેરાવાળો સુંદર ફ્લિપ ફોન, 70W ફાસ્ટ ચાર્જિગ અને 512GB સુધી સ્ટોરેજ


Infinix Zero Flip : 50 MP કેમેરાવાળો સુંદર ફ્લિપ ફોન, 70W ફાસ્ટ ચાર્જિગ અને 512GB સુધી સ્ટોરેજ
Infinix Zero Flip launched : ઇન્ફિનિક્સે પસંદ કરેલા ગ્લોબલ માર્કેટમાં પોતાનો પહેલો ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો છે

Infinix Zero Flip : 50 MP કેમેરાવાળો સુંદર ફ્લિપ ફોન, 70W ફાસ્ટ ચાર્જિગ અને 512GB સુધી સ્ટોરેજ

Infinix Zero Flip : કંપનીના પહેલા ક્લેમશેલ ફોલ્ડેબલ ફ્લિપ ફોન ઇન્ફિનિક્સ ઝીરો ફ્લિપમાં 6.9 ઇંચની ફ્લેક્સિબલ સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોનમાં 3.64 ઇંચની કવર ડિસ્પ્લે આપવામાં આવી છે

Infinix Zero Flip launched : ઇન્ફિનિક્સે પસંદ કરેલા ગ્લોબલ માર્કેટમાં પોતાનો પહેલો ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો છે. કંપનીના પહેલા ક્લેમશેલ ફોલ્ડેબલ ફ્લિપ ફોન ઇન્ફિનિક્સ ઝીરો ફ્લિપમાં 6.9 ઇંચની ફ્લેક્સિબલ સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોનમાં 3.64 ઇંચની કવર ડિસ્પ્લે આપવામાં આવી છે. ઇન્ફિનિક્સ ઝીરો ફ્લિપમાં 4720 એમએએચની મોટી બેટરી આપવામાં આવી છે, જે 70 ડબ્લ્યુ વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ ડિવાઇસમાં 512 જીબી સુધીનું સ્ટોરેજ, મીડિયાટેક ડાઇમેંસિટી 8020 ચિપસેટ આપવામાં આવ્યું છે. તમને નવા ઇન્ફિનિક્સ ઝીરો ફ્લિપ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.

ઇન્ફિનિક્સ ઝીરો ફ્લિપ કિંમત

ઇન્ફિનિક્સ ઝીરો ફ્લિપની કિંમત 600 ડોલર (લગભગ 50,200 રૂપિયા) રાખવામાં આવી છે. દરેક દેશમાં ફોનની કિંમત અલગ અલગ હશે. કંપનીએ હજુ સુધી ભારતમાં આ ફોનની કિંમતની જાહેરાત કરી નથી. ડિવાઇસ બ્લોસમ ગ્લો અને રોક બ્લેક કલરમાં લઈ શકાય છે.

ઇન્ફિનિક્સ ઝીરો ફ્લિપ ફિચર્સ

ઇન્ફિનિક્સ ઝીરો ફ્લિપ સ્માર્ટફોનમાં 6.9 ઇંચની ફુલએચડી + એમોલેડ પ્રાઇમરી સ્ક્રીન આપવામાં આવી છે. હેન્ડસેટમાં 3.64 ઇંચની એમોલેડ કવર ડિસ્પ્લે આપવામાં આવી છે. આ બંને ડિસ્પ્લે પેનલનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ફોનમાં 512 જીબી સુધી સ્ટોરેજ અને 16 જીબી સુધીની રેમ આપવામાં આવી છે. ડિવાઇસમાં મીડિયાટેક ડાઇમેંસિટી 8020 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો – Vivo V40e ની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, જાણો કિંમત અને અન્ય ફિચર્સ

ઇન્ફિનિક્સ ઝીરો ફ્લિપ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 50 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ સેન્સર આપવામાં આવ્યું છે. ઇનર ડિસ્પ્લે પર 50 એમપીનો સેલ્ફી કેમેરો પણ છે. ફ્રન્ટ અને રિયર કેમેરા 4K વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. ફોનમાં ઇનબિલ્ટ એઆઇ વ્લોગ મોડ આપવામાં આવ્યો છે.

4720 એમએએચની બેટરી

ઇન્ફિનિક્સ ઝીરો ફ્લિપને પાવર આપવા માટે 4720 એમએએચની બેટરી આપવામાં આવી છે જે 70 ડબ્લ્યુ વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં AI આસિસ્ટન્ટ, ગૂગલ જેમિની વગેરે ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં જેબીએલ સ્પીકર્સ, એનએફસી વોલેટ અને ઓલવેઝ ઓન ડિસ્પ્લે ફીચર્સ મળે છે. ડિવાઇસની જાડાઈ 7.67 એમએમ છે. કનેક્ટિવિટી માટે વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.


    Post a Comment

    Previous Post Next Post