Infinix Zero 40 5G Launched : ઇન્ફિનિક્સે વાયદા પ્રમાણે ભારતમાં પોતાની ઝીરો સીરીઝનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ઇન્ફિનિક્સ ઝીરો 40 જી સ્માર્ટફોનમાં 6.74 ઇંચની કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે, 512 જીબી સ્ટોરેજ અને 12 જીબી સુધીની રેમ આપવામાં આવી છે. ઇન્ફિનિક્સ ઝીરો 40 5 જી માં 50 એમપીનો ફ્રન્ટ કેમેરો અને 5000 mAhની બેટરી આપવામાં આવી છે. જાણો લેટેસ્ટ ઇન્ફિનિક્સ ફોનમાં ખાસ શું છે.
ઇન્ફિનિક્સ ઝીરો 40 5G કિંમત
ઇન્ફિનિક્સ ઝીરો 40 5જી સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 27,999 રૂપિયા છે. જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 30,999 રૂપિયા છે. આ ફોનનું 21 સપ્ટેમ્બરથી સાંજે 7 વાગ્યે શરૂ થશે. લોન્ચ ઓફર અંતર્ગત 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જશે.
ઇન્ફિનિક્સ ઝીરો 40 5G ફિચર્સ
ઇન્ફિનિક્સ ઝીરો 40 5જી સ્માર્ટફોનમાં 6.78 ઇંચ (1080 x 2460 પિક્સલ) ફુલએચડી + 10-બિટ એમોલેડ કર્વ્ડ ડિસ્પ્લે છે. સ્ક્રીનમાં 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને ટચ સેમ્પલિંગ રેટ 360 હર્ટ્ઝ છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 1300 નિટ્સ છે અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 સુરક્ષા માટે આપવામાં આવ્યો છે.
ઇન્ફિનિક્સ ઝીરો 40 5જીમાં 3.1 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર મીડિયાટેક ડાઇમેંસિટી 8200 અલ્ટિમેટ 5જી 4એનએમ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે હેન્ડસેટમાં માલી-જી 610 એમસી6 છે.
આ પણ વાંચો – ભારતીય ફોન લાવા બ્લેઝ 3 5G ની ધમાકેદાર એન્ટ્રી, 10,000થી ઓછી કિંમતમાં ખરીદો
ઇન્ફિનિક્સના આ હેન્ડસેટમાં 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ સાથે 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત XOS 14.5 પર ચાલે છે. ડિવાઇસમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.
ઇન્ફિનિક્સ ઝીરો 40 5જી સ્માર્ટફોનમાં એપર્ચર એફ/1.75, ઓઆઇએસ સાથે 108 મેગાપિક્સલનો રિયર કેમેરો, 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં એપર્ચર એફ/2.4 સાથે 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. ઇન્ફિનિક્સના આ ફોનમાં 4K 60fps વીડિયો રેકોર્ડિંગનો ઓપ્શન આપવામાં આવ્યો છે.
ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર
ઇન્ફિનિક્સ ઝીરો 40 5જીમાં એપર્ચર એફ/2.45, ડ્યુઅલ એલઇડી ફ્લેશ સાથે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે ઇન્ફિનિક્સનો આ ફોન ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે. હેન્ડસેટમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 164.30 x 74.50×7.9 mm અને વજન 195 ગ્રામ છે. ફોન ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ (IP54) રેટિંગ સાથે આવે છે.
ઇન્ફિનિક્સના આ હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 45W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોન 20W વાયરલેસ ચાર્જિંગ અને 10W રિવર્સ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6E 802.11 ax, બ્લૂટૂથ 5.2, યુએસબી ટાઇપ-સી અને એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Post a Comment