Infinix XPad LTE Launched: ઇન્ફિનિક્સે ભારતમાં પોતાનું પહેલું ટેબલેટ એક્સપેડ લોન્ચ કર્યું છે. ઇન્ફિનિક્સ એક્સપેડ એલટીઇ એ કંપનીનું એન્ટ્રી-લેવલ ટેબ છે જે મેટલ યુનિબોડી ડિઝાઇન સાથે આવે છે. ઇન્ફિનિક્સ Xpad LTEમાં 11 ઇંચની ફુલએચડી+ ડિસ્પ્લે, 7000mAhની બેટરી અને 128GB સ્ટોરેજ આપવામાં આવી છે. લેટેસ્ટ ઇનફિનિક્સ ટેબ્લેટની કિંમત અને ફીચર્સ વિશે જાણો.
ઇન્ફિનિક્સ એક્સપેડ LTE કિંમત
ઇન્ફિનિક્સ એક્સપેડ એલટીઇના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા છે. આ ટેબલેટનું વેચાણ 26 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ ટેબલેટને ટાઇટન ગોલ્ડ, સ્ટેલર ગ્રે અને ફ્રોસ્ટ બ્લૂ કલરમાં ખરીદી શકાય છે. બેંક ઓફરથી આ હેન્ડસેટને 9,899 રૂપિયામાં મળવાની તક છે.
ઇન્ફિનિક્સ એક્સપેડ LTE ફિચર્સ
ઇન્ફિનિક્સ એક્સપેડના વાઇ-ફાઇ અને એલટીઇ વેરિઅન્ટને મેટલ યુનિબોડી ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવ્યા છે. આ ડિવાઇસમાં 11 ઇંચની ફુલએચડી + 90હર્ટ્ઝ રિફ્રેશ રેટ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન (1200 x 1920 પિક્સેલ્સ) રિઝોલ્યુશન ઓફર કરે છે. ડિસ્પ્લેનો સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 83 ટકા અને પીક બ્રાઇટનેસ 440 નિટસ છે.
ઇન્ફિનિક્સ એક્સપેડ એલટીઇ મીડિયાટેક હેલિયો જી 99 એસઓસી દ્વારા સંચાલિત છે. ડિવાઇસને પાવર આપવા માટે 7000mAhની બેટરી આપવામાં આવી છે, જે 18W USB ટાઇપ-સી ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ટેબલેટમાં 4 જીબી રેમ અને 8 જીબી રેમ સાથે 128 અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે.
આ પણ વાંચો – રિયલમી પેડ 2 લાઇટ આકર્ષક કિંમતે ભારતમાં લોન્ચ
ઇન્ફિનિક્સનું આ સસ્તું ટેબલેટ ડીટીએસ ઓડિયો પ્રોસેસિંગ, 4 સ્પીકર્સ અને 4 સાઉન્ડ મોડ્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ટેબલેટમાં 8 મેગાપિક્સલનો રિયર અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
આ ડિવાઇસમાં ચેટજીપીટી સંચાલિત ફોલેક્સ વોઇસ આસિસ્ટન્ટ મળે છે. એક્સપેડમાં જી-સેન્સર, ઇ-કમ્પાસ, ગાયરોસ્કોપ છે. કનેક્ટિવિટી માટે તેમાં 2જી, 3જી, 4જી, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.0 અને 3.5 એમએમ ઓડિયો જેક આપવામાં આવ્યો છે. ડિવાઇસ એન્ડ્રોઇડ 14 આધારિત એક્સઓએસ સાથે આવે છે. ટેબલેટનું ડાઇમેંશન 257.04 x 168.62 x 7.58 મીમી છે અને તેનું વજન 496 ગ્રામ છે.
Post a Comment