IND vs BAN Test: ભારત વિ બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે 280 રનથી બાંગ્લાદેશને હરાવ્યું છે. ભારતે આપેલા 514 રનના લક્ષ્ય સામે બાંગ્લાદેશ ટીમ 234 રનમાં ઓલ આઉટ થઇ હતી. ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા ની જાદુઇ બોલિંગ સામે બાંગ્લાદેશના બેટ્સમેન વધુ ટકી શક્યા ન હતા અને મેચ ચોથા દિવસે જ પૂર્ણ થઇ છે. અશ્વિને 6 વિકેટ લઇ વધુ એક રેકોર્ડ પોતાને નામ કર્યો છે. રવિન્દ્ર જાડેજા એ 3 વિકેટ જ્યારે જસપ્રીત બુમરાહને એક વિકેટ મળી હતી.
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ભારત સામે બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારત પ્રવાસે આવી છે. ચેન્નઈ સ્થિત એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમ ખાતે 19 સપ્ટેમ્બરથી પ્રથમ ટેસ્ટ શરુ થઇ હતી. ટોસ જીતી બાંગ્લાદેશે ભારતને પ્રથમ દાવ આપ્યો હતો. ભારતે પ્રથમ ઇંનિગમાં 376 રન બનાવ્યા હતા. જેમાં રવિચંદ્રન અશ્વિને 113 રન અને રવિન્દ્ર જાડેજાએ 86 રનની મહત્વની ઇનિંગ રમી હતી.
ભારતે બીજા દાવમાં પણ મજબૂત બેટીંગ કરી હતી. ભારતીય ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ મોટો સ્કોર કરવામાં સફળ રહ્યા ન હતા. જોકે ઋષભ પંત 109 રન અને શુભમન ગિલ 119 રન સાથે બંનેએ સદી ફટકારતાં ભારત મોટો સ્કોર નોંધાવી શક્યું હતું. ભારતે માત્ર 64 ઓવર બેટીંગ કરી 4 વિકેટ પર 287 રન બનાવ્યા હતા.
ભારતે બાંગ્લાદેશને જીત માટે 514 રનનો ટારગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતાં બાંગ્લાદેશ ઓપનિંગ જોડીએ સારી શરુઆત કરી હતી. બાંગ્લાદેશની પ્રથમ વિકેટ 62 રને પડી હતી. એ પછી બાંગ્લાદેશી બેટ્સમેન લાંબી પાર્ટનરશીપ નોંધાવી શક્યા ન હતા. ચોથા દિવસે લંચ પહેલા આખી ટીમ 149 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
રવિચંદ્રન અશ્વિન છ વિકેટ, જાડેજા 3
બાંગ્લાદેશ ખેલાડીઓ પ્રથમ ઇનિંગમાં ભારતીય ફાસ્ટ બોલર્સનો શિકાર બન્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં ભારતીય સ્પિનર્સે જાદુઇ સ્પેલ નાંખ્યો હતો. રવિચંદ્રન અશ્વિન સામે બેટ્સમેન ટકી શક્યા ન હતા. અશ્વિને છ વિકેટ મેળવી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાને ત્રણ વિકેટ મળી હતી. રવિચંદ્રન અશ્વિન પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
Post a Comment