ikhedu portal 2024: આઈ ખેડૂત પોર્ટલ પર તાડપત્રી સહાય 2024,જાણો કેવી રીતે કરવી અરજી
ikhedu portal 2024: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે. જેનો લાભ દેશના નાગરિકો લઈ રહ્યા છે. આપના દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ દેશના ગરીબ લોકો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે.
ikhedu portal 2024
યોજના નું નામ | તાડપત્રી સહાય યોજના(ikhedu portal Tadpatri Sahay Yojana 2024) |
શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
લાભાર્થી | ગુજરાતના તમામ નાના મોટા ખેડૂતોને |
લાભ | 50% થી લઈને 75% સુધીની સહાય |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન |
તાડપત્રી સહાય યોજના માટેની પાત્રતા
- લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- અરજદાર પાસે પોતાનું જમીન રેકોર્ડ હોવું જોઈએ.
- જંગલ વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- અરજદાર ખેડૂત નાના અથવા મોટા ખેડૂતો હોવા જોઈએ.
- તાડપત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રેહશે.
તાડપત્રી સહાય યોજના માટેના જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડની ઝેરોક્ષ
- બેંક પાસબુકની ઝેરોક્ષ
- મોબાઈલ નંબર
- જાતિનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડની ઝેરોક્ષ
- 7/12 ની જમીન ની નકલ
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારનો હોય તો વન અધિકાર પત્ર ની નકલ
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
ikhedu portal 2024:અરજી કેવી રીતે કરી શકાય?
- સૌથી પહેલા અરજદાર ખેડૂતે આઇ ખેડુત પોર્ટલ પર જવાનું રહેશે.
- iKhedut Portal પર ક્લિક કરીને તમે સીધા અધિકૃત વેબસાઈટના હોમ પેજ પર પહોંચી જશો.
- હવે હોમ પેજ પર મુખ્ય મેનુમાં “યોજનાઓ” ના વિકલ્પો પર ક્લિક કરી દેવાનું રહેશે.
- ત્યારબાદ હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં “ખેતીવાડીની યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ હવે તમારી સમક્ષ જે પણ યોજનાઓ શરૂ હશે તેમનું લિસ્ટ ખુલશે જેમાં તમારે “તાડપત્રી” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે ફરી પાછું તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં જો તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું હોય તો “હા” અથવા તો “ના” ના વિકલ્પો પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.
- હવે તમારી સમક્ષ Tadpatri Sahay Yojana Application Form ખુલી જશે જેમાં તમારે તમારી સંપૂર્ણ જાણકારી ભરવાની રહેશે જેમકે તમારું નામ, ગામનું નામ, બેંક ખાતાની જાણકારી વગેરે.
- સંપૂર્ણ જાણકારી ભરાઈ ગયા પછી તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે. ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢીને ફરી પાછી સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરવાની રહેશે.
Post a Comment