Sabarkantha Himatnagar Car Accident: સાબરકાંઠાના હિંમતનગર સહકારી જીન પાસે ટ્રેલર પાછળ ઇનોવા કાર ધકાડાભેર અથડાતા ભંયકર અકસ્માત થયો છે.આ એક્સિડેન્ટ એટલો ભંયકર હતો કે ઘટનાસ્થળ પર જ કારમાં બેઠેલા 7 લોકોનું કરુણ મોત થયું છે. એક્સિડેન્ટ બાદ કાર સંપૂર્ણપણે ચગદાઇ જતા કટર વડે કારના પતરા કાપી મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતકો શામળાજી થી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે હિંમતનગર હાઇવે પર કાર એક્સિડન્ટ થયો છે. તમામ મૃતકો અમદાવાદના છે.
સાબરકાંઠા કાર અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત
માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે સાબરકાંઠાના હિંમતનગરમાં મોડાસા કડવા પાટીદાર સમાજ વાડી સામે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હિંમતનગર સહકારી જીન પાસે ટ્રેલર પાછળ એક ઇનોવા કાર ધડાકાભેર અથડાઇ હતી. મૃતકો શામળાજી થી અમદાવાદ આવી રહ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં બેઠેલા 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. તેમજ એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
કટર વડે કારના પતરા કાપ મૃતદેહો બહાર કાઢ્યા
ટ્રેલર સાથે અથડાયા બાદ કાર ટામેટાની જેમ ચગદાઇ ગઇ હતી. કારની અંદર બેઠેલા લોકોના મતૃદેહો પણ દબાઇ ગયા હતા. એક્સિડેન્ટની જાણ થતા પોલીસ વિભાગ અને ફાયર વિભાગનો સ્ટફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એક્સિડેન્ટ એટલો ભયંકર હતો કે ફાયર વિભાગના કર્મીઓએ કટર વડે કારના પતરા કાપી મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા.
મૃતકો શામળાજી થી અમદાવાદ જઇ રહ્યા હતા
હિંમતનગરમાં મોડાસા કડવા પાટીદાર સમાજ વાડી સામે ભયંકર કાર એક્સિડેન્ટમાં 7 લોકોના મોત થયા છે. આ તમામ મૃતકો શામળાજી થી અમદાવાદ આવી રહ્યા હતા.
Post a Comment