Top News

health Tips; પાણીની બોટલ બીમારીનું ઘર, જાણો ક્યારે અને કેવી રીતે સાફ કરવી જોઇએ


health Tips; પાણીની બોટલ બીમારીનું ઘર, જાણો ક્યારે અને કેવી રીતે સાફ કરવી જોઇએ
Side Effects Of Plastic Water Bottles: પાણીની બોટલ દરરોજ સાફ કરવી જોઇએ. (Photo: Freepik)

health Tips; પાણીની બોટલ બીમારીનું ઘર, જાણો ક્યારે અને કેવી રીતે સાફ કરવી જોઇએ

Side Effects Of Plastic Water Bottles: પાણીની બોટલની અંદર સાલ્મોનેલા અને ઇ.કોલી ખૂબ જ હાનિકારક બેક્ટેરિયા હોઈ શકે છે જે પેટ સુધી પહોંચી શકે છે અને તમને બીમાર કરી શકે છે.

Side Effects Of Plastic Water Bottles: પાણી સ્વાસ્થ્ય માટે જરૂરી છે. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે આપણે ઘર કે બહાર જઇયે ત્યારે પાણીની બોટલ રાખીએ છીએ, જેથી સમયાંતરે પાણીનું સેવન કરીને શરીરને હાઇડ્રેટેડ રાખી શકીએ છીએ. આપણે પાણી પીતા હોય છે પરંતુ જે બોટલ માંથી આપણે દિવસભર પાણી પીએ છીએ તે આપણા સ્વચ્છ પાણીને દૂષિત કરી રહી છે. આપણે પાણી પર ધ્યાન આપીએ છીએ પરંતુ પાણીની બોટલની સ્વચ્છતાને નજરઅંદાજ કરીએ છીએ. ઘરની બહાર નીકળતી વખતે પાણીની બોટલ ભરવાનું યાદ આવે છે, પરંતુ તે સાફ કરવાનું યાદ નથી હોતું પાણીની બોટલ સાફ કરવાના નામે આપણે તેમાં માત્ર થોડા ટીપાં પાણી નાખી સાફ કરી લઇયે છીએ, જો કે તેનાથી બોટલ સાફ થતી નથી.

જે બોટલ માંથી તમે દરરોજ પાણી પીઓ છો તે ખરેખર બેક્ટેરિયાનું ઘર છે. તેમા ભરેલું પાણી તમારા શરીરને બીમાર કરે છે. જે બોટલમાં લોકો મહિનાઓ સુધી પાણીનું સેવન કરે છે તેમાં સેંકડો બેક્ટેરિયા હોય છે જે તમારા પેટ સુધી પહોંચીને તમને બીમાર બનાવી રહ્યા છે.

મોટાભાગના લોકો પાણીની સલામતી અને સ્વચ્છતાને અવગણે છે જે બીમારીનું સૌથી મોટું કારણ બને છે. પાણીની બોટલોમાં પાણી હોય છે, તેથી તે સ્વચ્છ રહે છે, આ કલ્પના માંથી બહાર આવવાની જરૂરી છે. પાણીની બોટલ સાફ કરવી ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે ધોયા વગર લાંબા સમય સુધી પાણીની બોટલનો ઉપયોગ કરવાથી આરોગ્યને કેવી રીતે નુકસાન થાય છે અને બોટલને કેવી રીતે સાફ કરી શકાય છે.

જો તમે લાંબા સમય સુધી પાણી બોટલ સાફ ન કરો તો શું થાય છે?

ગ્રેટર નોઈડાની યથાર્થ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક્સ ડૉક્ટર પ્રશાંત જણાવે છે, પાણીની બોટલને વધુ સમય સુધી સાફ ન કરવાથી બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. રોજ બોટલ ધોયા વગર પાણી ભર્યા બાદ તે પાણી પીવાથી બેક્ટેરિયા વધે છે. ભેજયુક્ત વાતાવરણ એ બેક્ટેરિયા ઉત્પન્ન થવા માટે યોગ્ય વાતાવરણ છે. આમાંના કેટલાક બેક્ટેરિયા કે જે સાલ્મોનેલા અને ઇ.કોલી જેવી પાણીની બોટલની અંદર ઉત્પન્ન છે તે ખૂબ જ હાનિકારક બેક્ટેરિયા હોઈ શકે છે જે પેટ સુધી પહોંચી શકે છે અને તમને બીમાર કરી શકે છે. આ બેક્ટેરિયાના કારણે બોટલની અંદર ફંગસ તેમજ ફુગ લાગવાની શક્યતા રહે છે.

પાણીની બોટલ પ્લાસ્ટિકની હોય કે સ્ટીલ, તેને ધોયા વગર વાપરવાથી દુર્ગંધ આવે છે. બેક્ટેરિયા ધોવાયા વગરની બોટલોની સપાટી પર બાયોફિલ્મ્સ વિકસાવે છે જેને સાફ કરવું મુશ્કેલ છે અને તમારી બોટલને નુકસાન થાય છે.

આ પણ વાંચો | નાળિયેર રોજ ખાવું યોગ્ય છે? નારિયેળનું સેવન કરવાના ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો

પાણીની બોટલ કેવી રીતે અને ક્યારે ધોવી જોઈએ?

ડો.પ્રશાંતે કહ્યું કે જો તમે સ્વસ્થ રહેવા માંગો છો તો તમારી પાણીની બોટલ દરરોજ સાફ કરો. તમારી પાણીની બોટલ વહેતા પાણી થી ધોવાને બદલે તેમાં સાબુનું પાણી ભરો અને તેનાથી તમારી બોટલને સાફ કરો. જા શક્ય હોય તો, તમારી બોટલને અસરકારક રીતે સાફ કરવા માટે અઠવાડિયામાં એક વખત ઓટોક્લેવ મશીનનો ઉપયોગ કરો. જો તમે બોટલમાં કોઈ જ્યુસનું સેવન કરો છો અથવા કોઈ અન્ય ડ્રિંક્સનું સેવન કરો છો, તો પછી દરેક ઉપયોગ પછી બોટલને ધોઈ નાખો.


    Post a Comment

    Previous Post Next Post