Health Tips Of Sadhguru: આથાવાળા ખોરાકનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, ખાસ કરીને આંતરડાના સ્વાસ્થ્ય માટે. ફર્મેટેડ ફૂડ એટલે આથો વાળા ખોરાક જેમાં ખમીર હોય છે. આ ખોરાક સ્વાદમાં ખાટા હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી પેટના સારા બેક્ટેરિયા વધે છે. તેનું સેવન કરવાથી ઇન્ફેક્શન અને ફ્લૂનો ખતરો ઓછો થાય છે. વિટામિન સી, ઝિંક અને આયર્નથી ભરપૂર આ ખોરાક શરીરને સ્વસ્થ રાખે છે.
તમે જાણો છો કે આથાવાળા ખોરાક તમને બીમાર બનાવી શકે છે જો યોગ્ય રીતે ફોર્મેટ કરવામાં ન આવે તો. ઈડલી, ઢોંસા, દહીં અને પનીર એવા આહાર છે જેને આથો લાવીને તૈયાર કરવામાં આવે છે. જો આ ખાદ્ય ચીજોમાં વધુ પડતો આથો આવી ગયો હોય તો તે તમારા આંતરડાના આરોગ્યને બગાડી શકે છે.
સદગુરુ જગ્ગી વાસુદેવ ના જણાવ્યા અનુસાર, જો તમે એક નિશ્ચિત મર્યાદાથી વધુ ઇડલીના ખીરામાં આથો લાવો છો, તો તે પોતાનું બાયોમ બનાવે છે અને તમારા બાયોમને ટેકો આપતું નથી. જે એનિમલ પ્રોડક્ટ્સમાં આથો આવે છે તે સામાન્ય રીતે ખાવા જોઈએ નહીં. આવો સદગુરુ પાસેથી જાણીએ કે કેવી રીતે ઈડલી, ઢોંસા, દહીં અને પનીરનું સેવન સ્વાસ્થ્ય માટે ભયંકર હોય છે.
આથા વાળો ખોરાક આરોગ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?
તમે જાણો છો કે આથા વાળા ખોરાક ખાવાથી તંદુરસ્ત વ્યક્તિમાં પણ ગેસ અને પેટ ફૂલવું જેવી સમસ્યા થઇ શકે છે. આનું કારણ એ છે કે તમે તમારી સિસ્ટમમાં વધુ સુક્ષ્મજીવાણુઓનો સમાવેશ કરી રહ્યા છો, આ સૂક્ષ્મજંતુઓ ગેસ ઉત્પન્ન કરે છે. આથા વાળા પ્રોબાયોટિક્સથી સમૃદ્ધ ખોરાક આથો દરમિયાન બાયોજેનિક એમાઇન્સ ઉત્પન્ન કરે છે જે માથાનો દુખાવો પેદા કરી શકે છે. વધારે પડતા આથા વાળો ખોરાક ખાવાથી અપચો થાય છે. થોડું ફર્મેટેશન આંતરડાના બાયોમને વધે છે. આથા વાળી ચીજોનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું જોઇએ.
પનીર કેવી રીતે આરોગ્ય માટે જોખમી છે
શિયાળામાં શરીરમાં કેલરીનું પ્રમાણ વધારવા માટે લોકો મોટાભાગે પનીરનું સેવન વધારે કરતા હોય છે. સદગુરુના કહેવા મુજબ પનીર ખાવામાં સૌથી ભયાનક ખોરાક છે. જો તમે તમારા જ્ઞાનને વધારવાની વાત કરી રહ્યા છો, તો ડાયેટ પર ખાસ ધ્યાન આપો. જે પણ ખોરાક તમારા શરીરને ભારે અને બોજારૂપ બનાવે છે અને તમારા શરીરે તેને પચાવવા માટે સખત મહેનત કરવી પડે છે, તે તમારા બૌદ્ધિક વિકાસ માટે સારું નથી.
આપણું શરીર એવી રીતે બનાવવામાં આવે છે કે શરીરને કોઈ એક પ્રવૃત્તિ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે, પછી શરીરની બાકીની પ્રવૃત્તિઓ ધીમી પડવા લાગે છે. શરીર માટે આ ફૂડ એ જ છે, જેવું તમે તમારા મોબાઇલનો ઉપયોગ ઘણી બધી ગેમ રમવા માટે કરો છો અને જ્યારે જરૂરી કોલ કરવાની વાત આવે છે ત્યારે તમારા ફોનની બેટરી ડાઉન થઇ જાય છે. એ જ રીતે ખોરાક પચાવવા માટે બધી મહેનત વેડફાય છે અને શરીરના બાકીના કાર્યોને નબળા પાડે છે.
ઈડલી સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક છે?
દક્ષિણ ભારતમાં રોજ સવારના નાસ્તામાં ઈડલીનું સેવન કરવામાં આવે છે. આ ફૂડને ફોર્મેટ કરીને બનાવવામાં આવે છે. મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે ઇડલીના ખીરામાં કેટલો આથો લાવવો. તેમાં વધુ પડતો આથો લાવવામાં આવે છે. એક મર્યાદા કરતા વધુ આથા વાળી ઇડલીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે જીવલેણ છે. આવી ખાદ્ય ચીજો આંતરડાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ઈડલીની જેમ જો ઢોંસા પણ વધુ આથો લાવી બનાવવામાં આવે તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડે છે.
આ પણ વાંચો | વેટ લોસ માટે હીંગ અસરકારક, આ 3 રીતે સેવન કરો પેટની ચરબી ઓગળશે ફટાફટ
દહીંનું સેવન ક્યારે જોખમી છે?
દહીં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખોરાક છે, જેને ફક્ત રાતભરમાં ફર્મેટ કરવામાં આવે છે. તેનો ખાવામાં સ્વાદ મીઠો હોવો જોઈએ. જો આ પ્રકારનું દહીં તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દહીંને ચોક્કસ મર્યાદાથી વધુ આથો લાવીને, તે પોતાનો બાયોમાસ બનાવે છે અને તમારા બાયોમને ટેકો આપતું નથી. થોડું ખમીર ઊર્જા વધારે છે. વધુ આથા વાળો ખોરાક તમારી બૌદ્ધિક ક્ષમતાને અસર કરે છે. કોઈપણ પ્રાણીજન્ય ઉત્પાદન કે જેને ફર્મેટ કરવામાં આવે છે તે સામાન્ય રીતે ખાવી જોઈએ નહીં. જો ઉનાળામાં દહીં જમાવવું છે, તો 4 – 5 કલાક સુધી ફર્મેટ કરેલું દહીં ખાઓ, જ્યારે શિયાળામાં 6-8 કલાક આથાવાળું દહીં ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થશે.
Post a Comment