Top News

Gujarat Rain Update: નવરાત્રી પહેલા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 233 તાલુકામાં વરસાદ, આજે 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ


Gujarat Rain Update: નવરાત્રી પહેલા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 233 તાલુકામાં વરસાદ, આજે 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં વરસાદની જમાવટ, આજની આગાહી 

Gujarat Rain Update: નવરાત્રી પહેલા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 233 તાલુકામાં વરસાદ, આજે 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

Gujarat Weather Forecast, IMD Rain Alert: છેલ્લા 24 કલકામાં વરસાદની વાત કરીએ તો 233 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે 7 તાલુકામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): ગુજરાતના માથે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. વિદાય લે એ પહેલા સમગ્ર ગુજરાતમાં વરસાદની મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, નવરાત્રી પહેલા વરસાદ પડવાના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિતાનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા 24 કલકામાં વરસાદની વાત કરીએ તો 233 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે 7 તાલુકામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે અન્ય તાલુકામાં ભારે વરસાદની આગાહી પણ કરી છે.

આજે વહેલી સવારથી જ ગુજરાત પર મેઘ મહેર

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 28 સપ્ટેમ્બર 2024, શનિવારના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના વાપીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉમરગામ અને કપરાડામાં પણ એક ઉંચ વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં ગુજરાતમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નર્મદાના સાગબારામાં સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. 9 તાલુકા એવા છે જેમાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
નર્મદાસાગબારા178
સુરેન્દ્રનગરલખતર138
જૂનાગઢજૂનાગઢ122
જૂનાગઢજૂનાગઢ શહેર122
સુરતઉમરપાડા117
રાજકોટધોરાજી114
જૂનાગઢમાણાવદર105
જૂનાગઢમાંગરોલ100

35 તાલુકામાં 2 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં ગુજરાતમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 35 તાલુકા એવા છે જેમાં 2 ઈંચ થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. સમગ્ર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં ગુજરાતમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

આજે 7 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ડ આપવામાં આવ્યું છે. ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના જિલ્લાોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


    Post a Comment

    Previous Post Next Post