Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): ગુજરાતમાં નવરાત્રી આંગળીના વેઠે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે ત્યારે વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ કરી દેતા ગુજરાતમાં ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં સાડા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સોનગઢમાં સાડા છ ઈંચ, જૂનાગઠના વિસાવદરમાં છ ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ છ ઈંચ વરસાદ નોંધાયો હતો.
19 તાલુકામાં 3થી 9 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 19 તાલુકા એવા છે જ્યાં 3થી 9 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
જિલ્લો | તાલુકો | વરસાદ(MM) |
તાપી | વ્યારા | 211 |
તાપી | સોનગઢ | 159 |
જૂનાગઢ | વિસાવદર | 152 |
ભાવનગર | ઘોઘા | 151 |
ભાવનગર | પાલિતાણા | 110 |
વલસાડ | વાપી | 109 |
ભાવનગર | વલ્લભિપુર | 107 |
વલસાડ | વલસાડ | 99 |
ભાવનગર | ભાવનગર | 95 |
ભાવનગર | શિહોર | 94 |
ગીર સોમનાથ | ઉના | 93 |
વલસાડ | ઉમરગામ | 91 |
ગીર સોમનાથ | સુત્રાપાડા | 85 |
ગીર સોમનાથ | કોડિનાર | 85 |
સુરેન્દ્રનગર | સાયલા | 85 |
તાપી | વાલોદ | 79 |
નવસારી | જલાલપોર | 77 |
જૂનાગઢ | ભેસાણ | 75 |
65 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 65 તાલુકા એવા છે જ્યાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
નવરાત્રી પહેલા જામેલા વરસાદી વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે ગુજરાત માટે વરસાદની વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે 27 સપ્ટેમ્બર 2024, શુક્રવારે રાજ્યના 4 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે. આ જિલ્લાઓ જેવા કે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત સુરત, ડાંગ, તાપી, નવસારી, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, વોડદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચોઃ- શિક્ષણ સહાયક ભરતી : ગુજરાતમાં શિક્ષણ સહાયકોની બમ્પર ભરતી, કોણ કરી શકશે અરજી, વાંચો તમામ માહિતી
હવામાન વિભાગ પ્રમાણએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરાકંઠા, ગાંધીનગર, અરવલ્લીખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને કચ્છમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.
Post a Comment