Gujarat Weather Forecast (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. વરસાદના પગલે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડમાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વડોદરામાં ત્રણ ઈંચ, અમરેલીના લિલિયામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે હવામાન વિભાગે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી રેડ એલર્ટ સામે અંત્યત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે સવારે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 28 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 26 સપ્ટેમ્બર 2024, ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 28 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના માળિયા હાટિનામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માંગરોળ અને અંકલેશ્વરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સાવરે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતના 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમેરપાડામાં સાત ઈંચ, અમરેલીમાં સાડા ત્રણ ઈંચ, સુરત શહેરમાં સાડા ત્રણ ઇંચ, વડોદરામાં ત્રણ ઈંચ, નવસારીમાં પણ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
17 તાલુકામાં 2 થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સાવરે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતના 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 17 તાલુકા એવા છે જેમાં 2 થી 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કાષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
અમરેલી | લિલિયા | 83 |
સુરત | શહેર | 83 |
વડોદરા | વડોદરા | 74 |
છોટા ઉદેપુર | જેતપુર પાવી | 70 |
છોટા ઉદેપુર | છોટા ઉદેપુર | 65 |
મહેસાણા | કડી | 60 |
છોટા ઉદેપુર | ક્વાંટ | 60 |
સાબરકાંઠા | પ્રાંતિજ | 60 |
નર્મદા | તાિલકવાડા | 59 |
છોટા ઉદેપુર | બોડેલી | 56 |
ભરૂચ | વાલિયા | 55 |
નવસારી | ગણદેવી | 54 |
સુરત | માંડવી | 53 |
ભરૂચ | વાગ્રા | 52 |
ભાવનગર | શિહોર | 52 |
ભરૂચ | હાંસોટ | 49 |
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સાવરે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતના 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 26 સપ્ટેમ્બર 2024, ગુરુવારની વાત કરવામાં આવે તો વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી રેડ એલર્ટ સામે અંત્યત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા સુરત અને તાપીમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
Post a Comment