
Gold Silver Record High: સોનું રેકોર્ડ હાઇ, 10 ગ્રામનો ભાવ ₹ 77800, ચાંદી ₹ 1500 ઉછળી ઓલટાઇમ હાઇ
Gold Silver Price All Time High: સોના ચાંદીના ભાવ સતત નવી ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. સોનું હવે 78000 અને ચાંદી 90000 રૂપિયા થવાની તૈયારીમાં છે
Gold Silver Price All Time High: સોનાના ભાવ સતત છેલ્લા સપ્તાહથી ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી રહ્યા છે. સોનું આસમાને પહોંચતા સામાન્ય વર્ગ માટે ખરીદવું મુશ્કેલ બની ગયું છે. સ્થાનિક બજારમાં સોનું 77800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે, જે ઇતિહાસમાં સૌથી ઉંચો ભાવ છે. સોનાની પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે. ચાંદીમાં એક જ દિવસમાં 1500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. હવે ગમે ત્યારે સોનું 78000 રૂપિયા અને ચાંદી 90000 રૂપિયાની ઉંચી સપાટીએ પહોંચી શકે છે. નવરાત્રી અને દિવાળી પહેલા જ સોના ચાંદીના ભાવ વધતા ઘરાકી પર પણ અસર થવાની સંભાવના છે.
સોનું રેકોર્ડ હાઇ, 10 ગ્રામનો ભાવ 77800 રૂપિયા
સોનું સતત રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચી રહ્યું છે. અમદાવાદના ઝવેરી બજારમાં બુધવારે સોનું 500 રૂપિયા મોંઘુ થયુ હતુ. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો ભાવ 77800 રૂપિયા થયો હતો, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ 77600 રૂપિયા થયો છે. હોલમાર્ક દાગીનાનો ભાવ 76245 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછળો
સોનું મોંઘુ થવાની સાથે સાથે ચાંદી પણ ઓલટાઇમ હાઇ થઇ છે. અમદાવાદના ઝવેરી બજારમાં બુધવારે ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ સાથે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 89500 રૂપિયા થયો હતો.
સપ્ટેમ્બર મહિનામાં સોનું 3800 અને ચાંદી 5500 મોંઘી થઇ
સોનું ચાંદીના ભાવ સતત વધીને ઓલટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગયા છે. એક સપ્ટેમ્બર મહિનામાં જ 10 ગ્રામ સોનું 3800 રૂપિયા મોંઘુ થયું છે. તો 1 કિલો ચાંદીનો ભાવ 5500 રૂપિયા વધી ગયો છે. 31 ઓક્ટોબરના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 74000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 84000 રૂપિયા હતો. જે આજે વધીને અનુક્રમે સોનું 77800 રૂપિયા અને ચાંદી 89500 રૂપિયા થયા છે. ટકાવારીની રીતે સોના ચાંદીના ભાવ 5 ટકા વધ્યા છે.
Post a Comment