Top News

GMERS Recruitment 2024 : ગુજરાતની વિવિધ સરકારી મેડિકલ કોલેજોમાં નોકરી, ₹ 1.84 લાખ પગાર, અહીં વાંચો વધારે વિગતો


GMERS Recruitment 2024 : ગુજરાતની વિવિધ સરકારી મેડિકલ કોલેજોમાં નોકરી, ₹ 1.84 લાખ પગાર, અહીં વાંચો વધારે વિગતો

GMERS Recruitment 2024 : ગુજરાતની વિવિધ સરકારી મેડિકલ કોલેજોમાં નોકરી, ₹ 1.84 લાખ પગાર, અહીં વાંચો વધારે વિગતો

GMERS Recruitment 2024 : ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ગુજરાતની વિવિધ સરકારી મેડિકલ કોલેજો માટે પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી બહાર પાડી છે.

GMERS Recruitment 2024 : ગુજરાતમાં તગડા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ સમાચાર કામના છે. કારણ કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ગુજરાતની વિવિધ સરકારી મેડિકલ કોલેજો માટે પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી બહાર પાડી છે. અહીં આ નોકરી મેળવવા માટે ઉમેદવારોને કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી. માત્ર ઈન્ટરવ્યૂના માધ્યમથી આ ભરતી કરાશે. આ માટે સંસ્થા દ્વારા વોક ઈન ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

ગુજરાત મેડિકલ કોલેજ ભરતી અંગે પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, નોકરીનું સ્થળ, ઈન્ટરવ્યૂ તારીખ અને સમય, વોક ઈન ઈન્ટરવ્યૂનું સરનામું, અન્ય લાયકાત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા.

GMERS Recruitment 2024 અંગે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)
પોસ્ટપ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર
જગ્યાજાહેરાતમાં ઉલ્લેખ નથી
નોકરીનો પ્રકારકરાર આધારિત
અરજી મોડવોક ઈન ઈન્ટરવ્યૂ
ઇન્ટરવ્યૂ તારીખ27 સપ્ટેમ્બર 2024
સરનામુGMERS હેડ ઓફિસ, કોન્ફરન્સ હોલ, બેસમેન્ટ, NHM ભવન, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, ગાંધીનગર
વેબસાઈટhttps://gmers.gujarat.gov.in/news/Contractual_Appoi_27_09_2023

કઈ કઈ મેડિકલ કોલેજો માટે ભરતી થવાની છે?

  • સોલા- અમદાવાદ
  • ગોત્રી- વડોદરા
  • ગાંધીનગર

GMERS Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાત

લાયકાત અને શિક્ષણનો અનુભવ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા/નેશનલ મેડિકલ કમિશન દ્વારા સમયાંતરે સૂચિત કરવામાં આવેલ “મેડિકલ ઈન્સ્ટિટ્યુશન્સ રેગ્યુલેશનમાં શિક્ષણ માટેની ન્યૂનતમ લાયકાત” તેમજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી, ગાંધીનગરના ભરતી નિયમો મુજબનો હોવો જોઈએ. વધુ જાણકારી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

વય મર્યાદા અને પગાર ધોરણ

પોસ્ટવયમર્યાદાપગાર ધોરણ
પ્રોફેસર68 વર્ષ₹.1,84,000
એસોસિએટ પ્રોફેસર86 વર્ષ₹.1,67,500
આસિસ્ટન્ટ પ્રોફેસર68 વર્ષ₹.89,400

નોટિફિકેશન

GMERS Recruitment 2024 માટે ઇન્ટરવ્યૂ તારીખ સમય અને સ્થળ

આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ નોટિફિકેશનમાં આપેલા જરૂરી દસ્તાવે જો સાથે તારીખ 27 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 10 વાગ્યા પહેલા ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી ગાંધીનગર ખાતે પહોંચી જવું. વધારે માહિતી માટે ઉમેદવાર www.gmers.gujarat.gov.inની મુલાકાત લઈ શકે છે.


    Post a Comment

    Previous Post Next Post