Flipkart Big Billion Days : ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ સેમસંગ, એપલ જેવા ફોનમાં આકર્ષક ડિસ્કાઉન્ટ અને ઓફર આપી રહ્યું છે. સેમસંગ ગેલેક્સી એસ 23 એફઇ પણ તે સ્માર્ટફોનમાંથી એક છે જે તહેવારોની સિઝન સેલમાં અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જો તમે સેમસંગનો ફ્લેગશિપ સીરિઝનો ફોન મેળવવા માટે કોઇ સારી ડીલની રાહ જોઇ રહ્યા છો તો મોટી તક છે. તે ગેલેક્સી એઆઈ ફીચર સાથે આવનારો સૌથી સસ્તો ફોન પણ છે. ચાલો અમે તમને સેમસંગ ગેલેક્સી એસ 23 એફઇ સ્માર્ટફોન પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ વિશે જણાવીએ.
ગેલેક્સી એસ 23 એફઇ પ્રાઇસ ડિસ્કાઉન્ટ
સેમસંગ ગેલેક્સી એસ 23 એફઇ સ્માર્ટફોનને 59,999 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. પરંતુ સેમસંગનો આ ફોન સેલમાં અડધી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. સેમસંગનો આ ફ્લેગશિપ સ્માર્ટફોન ચોક્કસપણે આ કિંમતમાં એક સરસ વિકલ્પ છે.
જણાવી દઈએ કે હાલમાં ગેલેક્સી એસ 23 એફઈ (8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ)નું બેઝ વેરિયન્ટ 29,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યું છે.જ્યારે 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 32,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યા છે. બેન્ક ઓફર્સ સાથે S23 FEને 27,999 રૂપિયા સુધીની કિંમત પર લઈ શકાય છે. જણાવી દઈએ કે 30,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આવતા સેમસંગના બેસ્ટ ફોનમાંથી આ એક છે.
ગેલેક્સી S23 FE શા માટે છે ખાસ?
ગેલેક્સી એસ 23 એફઇની સૌથી ખાસ વિશેષતા એ છે કે તે ગેલેક્સી એઆઈ અનુભવ પ્રદાન કરવા માટે સેમસંગનો સૌથી સસ્તો ફોન છે. તેમાં સર્કલ ટુ સર્ચ, લાઇવ ટ્રાન્સલેટ, ઈન્ટરપ્રિટર અને ફોટો આસિસ્ટ જેવા ફીચર્સ મળશે.
ગેલેક્સી એસ 23 એફઇમાં 6.4 ઇંચની OLED સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીન ફૂલ એચડી + રિઝોલ્યુશન આપે છે. આ સ્માર્ટફોનમાં એક્સીનોસ 2200 ચિપસેટ છે. હેન્ડસેટમાં 8જીબી રેમ સાથે 128/256જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો ઓપ્શન આપવામાં આવ્યો છે. ફોનમાં રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ અને 8 મેગાપિક્સલનો ટેલિફોટો ઝૂમ લેન્સ પણ છે.
આ પણ વાંચો – 50 MP કેમેરાવાળો સુંદર ફ્લિપ ફોન, 70W ફાસ્ટ ચાર્જિગ અને 512GB સુધી સ્ટોરેજ
સેમસંગના અન્ય મોંઘા સેમસંગ ફોનની જેમ ગેલેક્સી એસ 23 એફઇમાં પણ પ્રીમિયમ ગ્લાસ-મેટલ સેન્ડવિચ ડિઝાઇન આપવામાં આવી છે. આ ડિવાઇસ વોટર એન્ડ ડસ્ટ રેઝિસ્ટન્સ (IP68) રેટિંગ ધરાવે છે. હેન્ડસેટમાં વાયરલેસ ચાર્જિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે. આ ફોન યુએસબી ટાઇપ-સી પોર્ટ દ્વારા 25W ચાર્જિંગને સપોર્ટ કરે છે.
સેમસંગનો આ ફોન હાલમાં એન્ડ્રોઈડ 14 બેસ્ડ વનયૂઆઈ 6 સાથે આવે છે. અને તેમાં 4 મોટા એન્ડ્રોઇડ ઓએસ અપગ્રેડ મળશે, જે આગામી ચાર વર્ષ સુધી આ ડિવાઇસને સુરક્ષિત અને અપડેટ રાખશે. ગેલેક્સી એ 55 ની સરખામણીમાં સેમસંગ ગેલેક્સી એસ 23 એફઇ એક મિડ-રેન્જ સ્માર્ટફોન છે જે ગેલેક્સી એઆઈ સાથે 30000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં છે.
Post a Comment