Emraan Hashmi Diet : ઈમરાન હાશ્મી (Emraan Hashmi) બોલીવુડના જાણીતા એક્ટરમાંથી એક છે. એક્ટર ન માત્ર તેની એકટિંગ પણ તેની લાઇફસ્ટાઇલ માટે પણ લોકપ્રિય છે. તાજતેરમાં એક્ટરે ખુલાસો કરતાં કહે છે કે ‘મારુ ડાયટ સૌથી વધુ કટાળાજનક છે. હું ક્યારેક ચિટ મીલ કરું છું. કદાચ અઢવાડિયામાં એકાદ વાર.’ હૃતિક રોશન અને ક્રિકેટર વિરાટની જેમ કે ઇમરાન હાશ્મી પણ પોતાના ફૂડનું વજન કરે છે. તેનો કહ્યું કે ‘મારા બધા ખોરાકનું વજન કરવામાં આવે છે. જેમાં શેકેલ ચિકન અથવા ફિશનો સમાવેશ થાય છે. હમણાંથી ચિકન વધુ ખાઉં છું. આ ઉપરાંત ફ્રાય કરેલ શાકભાજી દહીં સાથે લેવાનું પસંદ કરું છું.’
એક્ટર કહે છે, ‘હું આ ડાયટથી કંટાળતો નથી, તેનાથી મારી ભૂખ પણ કંટ્રોલમાં રહે છે. પરંતુ તેના ફાયદા પણ છે. તમને ખરેખર સારું લાગે છે. જ્યારે હું વધારે ઓઈલી ખાઈ લાઉ ત્યારે મને સારું લાગતું નથી. તંદુરસ્ત રીતે, તમે સ્વચ્છ ખોરાક સાથે ખાઓ તો સારો અનુભવ થાય છે. હાશ્મીએ ભારપૂર્વક ઉમેર્યું કે “મને યાદ નથી કે મે છેલ્લે પંજાબી ફૂડ ખાધું હતું.’
આ પણ વાંચો: સદગુરુ કહે છે ઈડલી, ઢોંસા, પનીર દહીં જેવા આથા વાળા ખોરાક શરીર માટે હાનિકારક
એક્ટરને પૂછવામાં આવ્યું કે શું ખાવું પસંદ નથી, ત્યારે એક્ટર કહે છે ‘મને સલાડ પસંદ નથી. તે દવાઓ જેવું લાગે છે. મને રાંધેલા શાકભાજીમાં કોઈ વાંધો નથી’બાળપણમાં તેને નૂડલ્સ ખાવાનું પસંદ હતું તે વાત યાદ કરતા હાશ્મીએ શેર કરે છે કે, ‘હું નાનપણમાં બધું જ ખાતો હતો. સૌથી વધુ મેગી નૂડલ્સ ખાતો હતો.’
હાશ્મીએ તેની ફિલ્મ શાંઘાઈ માટે બ્રાઉની અને પિઝા ખાઈને વજન વધારવા વિશે વધુ ખુલાસો કર્યો હતો. એક્ટરે કહ્યું કે ‘તે ખૂબ મજા આવતી હતી. પરંતુ અન્ય એક દિગ્દર્શકે કહ્યું કે મારે મર્ડર 2 માટે વજન ઘટાડવાની જરૂર છે. જેથી મારે સિક્સ-પેક એબ્સ પર પાછા આવવું પડ્યું હતું. ત્યારે જ મેં આ પ્રકારનું વજન ક્યારેય નહીં વધારવાની પ્રતિજ્ઞા લીધી હતી. તે ખરેખર અઘરું હતું અને મને ઘણો સમય લાગ્યો હતો. વધારે કેલરી બર્ન કરવાની જરૂર પડી જે શરીર માટે સ્વાસ્થ્યપ્રદ નથી. હું હવે મારા ડાયટ સાથે વધુ સુસંગત બની ગયો છું.’
તેમના મતે ઠંડા પિઝા,ઠંડુ બટર ચિકન અને ઠંડી કાળી દાળ અને બીજા દિવસે વધુ સ્વાદિષ્ટ લાગે છે. આ ઉપરાંત હાશ્મીએ ખુલાસો કર્યો કે તે તેણે લાંબા સમય સુધી સુગર લીધું નથી. તે કહે છે, ‘હું સમયાંતરે એકવાર ખાઉં છું પણ મારા મુખ્ય ડાયટમાં નથી. શુદ્ધ ખાંડ અનિવાર્યપણે એક ઝેર છે.’
આ પણ વાંચો: વિટામિન B12 શરીર માટે આટલું જરૂરી, ઉણપના લક્ષણો જાણો
હાશ્મી કહે છે, ‘હું અનુભવી શકું છું કે મારુ ફોક્સ મેડિટેશન કર્યા બાદ વધુ સારું થઇ ગયું છે. તમે કૌશલ્ય સેટ્સ શીખી શકો છો પરંતુ દરેક અભિનેતાનો દ્રશ્ય પ્રત્યેનો અભિગમ અલગ હોય છે. પરંતુ એકાગ્રતા એટલી જ જરૂરી છે.’
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ્સના ડાયટિશયન મુખ્યત્વે શ્રુતિ કે ભારદ્વાજ જણાવે છે કે એક જ પ્રકારના ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરીને લોકો વધુ સારા પાચન સ્વાસ્થ્ય અને વજન કંટ્રોલ કરી શકે છે. ભારદ્વાજના મતે લીન પ્રોટીનનો સમાવેશ સ્નાયુઓના વિકાસ અને સમારકામમાં ફાળો આપે છે, જ્યારે આખા અનાજ સતત ઊર્જા અને આવશ્યક સૂક્ષ્મ પોષકતત્ત્વો પૂરા પાડે છે. “આ પદ્ધતિને સતત અનુસરવાથી ચયાપચયમાં સુધારો, રોગપ્રતિકારક કાર્યમાં વધારો અને સમગ્ર દિવસ દરમિયાન સતત એનર્જીમાં વધારો થઈ શકે છે.”
Post a Comment