Dr.Maumita કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ પછી હત્યાના વિરોધમાં તબીબોની દેશવ્યાપી હડતાલ
Dr.Maumita કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ પછી હત્યાના વિરોધમાં તબીબોની દેશવ્યાપી હડતાલ કોલકાતા લેડી ડોક્ટર પર બળાત્કાર પછી હત્યાના વિરોધમાં આજે દેશભરના રેસિડન્ટ ડોક્ટરોએ હડતાલ પાડી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડન્ટ ડોક્ટર્સ એસોસિએશને આજે આખા દેશમાં હડતાલનું એલાન કર્
પ. બંગાળમાં કોલકાતાની એક મેડિકલ કોલેજમાં જુનિયર લેડી ડોક્ટર પર બળાત્કાર પછી તેની કરપીણ હત્યાના કેસમાં આજે દેશભરના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી જવાના છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર્સ એસો.ને આજે આખા દેશમાં હડતાલનું એલાન કર્યું છે. તમામ સરકારી હોસ્પિટલોના રેસિડન્ટ ડોક્ટરોને તેમાં જોડાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.
Dr.Maumita કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ પછી હત્યાના વિરોધમાં તબીબોની દેશવ્યાપી હડતાલ
આ લેડી ડોક્ટરની હત્યાના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, પણ ડોક્ટરોએ માંગણી કરી છે કે આ હત્યા અને બળાત્કારના કેસમાં એક કરતા વધારે આરોપી હોઈ શકે છે.
ઉલ્લેખનિય છે કે, શુક્રવારે લેડી ડોક્ટરનો મૃતદેહ મેડિકલ કોલેજના સેમિનાર હોલમાંથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું છે કે હત્યા કરતા પહેલા તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ આરોપીને ફાંસીની સજા કરવાની માંગણી કરી છે અને જણાવ્યું છે કે, પીડિતાનો પરિવાર આ કેસની તપાસ સેન્ટ્રલ એજન્સીને સોંપવા માગતો હોય તો એનો વિરોધ કરવામાં નહીં આવે.
Post a Comment