DRDO NET JRF Recruitment 2024, ડીઆરડીઓ ભરતી: સરકારી નોકરીની શોધમાં યુવાનો માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)માં જગ્યા ખાલી છે. DRDOએ રિસર્ચ એસોસિયેટ (RA) અને જુનિયર રિસર્ચ ફેલો (JRF) માટે અરજીઓ આમંત્રિત કરી છે. ખાસ વાત એ છે કે આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કોઈપણ પરીક્ષા વિના સીધા વોક-ઈન ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારો નક્કી કરેલી તારીખ પર ઈન્ટરવ્યુ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે.
ડીઆરડીઓ ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ઉમેદવાર પસંદગી પ્રક્રિયા, ઈન્ટરવ્યુ તારીખ, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવાં.
ડીઆરડીઓ ભરતીની અગત્યની વિગતો
સંસ્થા | ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) |
પોસ્ટ | રિસર્ચ એસોસિયેટ અને જુનિયર રિસર્ચ ફેલો |
જગ્યા | 7 |
અરજી મોડ | વોક ઈન ઈન્ટરવ્યૂ |
નોકરીનો પ્રકાર | સરકારી |
ઇન્ટરવ્યૂ તારીખ | 14 અને 15 ઓક્ટોબર 2024 |
વેબસાઈટ | https://www.drdo.gov.in/drdo/ |
ડીઆરડીઓ ભરતી પોસ્ટની વિગતો
પોસ્ટ | કેટેગરી | જગ્યા |
રિસર્ચ એસોસિયેટ | રસાયણશાસ્ત્ર | 2 |
જુનિયર રિસર્ચ ફેલો | રસાયણશાસ્ત્ર | 3 |
જુનિયર રિસર્ચ ફેલો | મિકેનિકલ એન્જિનિયરિંગ | 1 |
જુનિયર રિસર્ચ ફેલો | બાયોકેમિકલ એન્જિનિયરિંગ/બાયોટેક | 1 |
ડીઆરડીઓ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ડીઆરડીઓમાં બહાર પડેલી ભરતી માટે ઉમેદારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો રિસર્ચ એસોસિયેટ માટે કેમેસ્ટ્રીમાં પીડએડી તેમજ જુનિયર રિસર્ચ ફેલો માટે M.sc Chemistry/BE/B.Tech મિકેનિકલ એન્જિનિયરિંગ/બાયો કેમિકલ એન્જિનિયરિંગ સાથે NET/GATE લાયકાત ધરાવતા હોવા જોઈએ.
ડીઆરડીઓ ભરતી માટે વયમર્યાદા
રિસર્ચ એસોસિયેટની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોની મહત્તમ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. જ્યારે જુનિયર રિસર્ચ ફેલોની જગ્યા માટે ઉમેદવારોની મહત્તમ ઉંમર 28 વર્ષ રાખવાની માંગ કરવામાં આવી છે. બંને પદો પર અનામત વર્ગોને ઉપલી વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે.
ડીઆરડીઓ ભરતી માટે પગાર ધોરણ
ડીઆરડીઓ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં રિસર્ચ એસોસિયેટની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને ₹ 67,000/- તેમજ HRA આપવામાં આવશે. JRF ને ₹ 37,000 સ્ટાઈપેન્ડ વત્તા HRA મળશે.
આ પણ વાંચોઃ- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાતની વિવિધ ડેન્ટલ કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી, ₹68,000 થી વધુ પગાર
નોટિફિકેશન
બંને ફેલોશિપ માટે ઉમેદવારો પાસેથી કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. સંસ્થા 14મી અને 15મી ઓક્ટોબર 2024ના રોજ દિલ્હીમાં આ પદો માટે વોક-ઈન ઈન્ટરવ્યુ કરવા જઈ રહી છે. જેના દ્વારા ઉમેદવારોની તેમની યોગ્યતા અનુસાર પસંદગી કરવામાં આવશે. નિર્ધારિત તારીખ અનુસાર, ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો સાથે સરનામે જાણ કરવાની રહેશે.
વોક ઈન ઇન્ટરવ્યુનું સરનામું
સેન્ટર ફોર ફાયર, એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયરમેન્ટ સેફ્ટી, બ્રિગેડ. એસ.કે. મઝુમદાર માર્ગ, તિમારપુર, દિલ્હી-110054
નોંધ – આ ખાલી જગ્યા સંબંધિત કોઈપણ અન્ય માહિતી માટે, ઉમેદવારો DRDOની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
Post a Comment