Top News

Devara Part-1: દેવરા પાર્ટ-1 મુવી, જાન્હવી કપૂર અને Jr NTR અભિનીત આ ફિલ્મ કેમ છે ખાસ? જાણો


Devara Part-1: દેવરા પાર્ટ-1 મુવી, જાન્હવી કપૂર અને Jr NTR અભિનીત આ ફિલ્મ કેમ છે ખાસ? જાણો
Devara Part-1 Movie: દેવરા પાર્ટ-1 મુવી સાથે જાન્હવી કપૂર સાઉથ ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહી છે. (ફોટો ક્રેડિટ સોશિયલ મીડિયા)

Devara Part-1: દેવરા પાર્ટ-1 મુવી, જાન્હવી કપૂર અને Jr NTR અભિનીત આ ફિલ્મ કેમ છે ખાસ? જાણો

Devara Part 1 Movie: જાન્હવી કપૂર અને એનટી રામા રાવ જુનિયર અભિનિત મુવી દેવરા પાર્ટ 1 ફિલ્મના સ્ટાર કાસ્ટ, શૂટિંગ, સોન્ગ, ટ્રેલર સહિત તમામ વિગત જાણો. 27 સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મ માટે એડવાન્સ બૂકિંગ શરુ કરી દેવાયું છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન વિલન તરીકે ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર જોતાં ફિલ્મ ધમાકેદાર એન્ટ્રી કરે એવું લાગી રહ્યું છે.

Devara part-1 Movie: સાઉથની બહુચર્ચિત દેવરા પાર્ટ-1 મુવી રિલીઝ પહેલા જ કમાણી કરી રહી છે. જુનિયર એનટી રામા રાવની આ ફિલ્મ સાથે બોલિવુડ અભિનેત્રી જાન્હવી કપૂર દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. સૈફ અલી ખાન આ ફિલ્મમાં ખતરનાક વિલનના રોલમાં છે. આ ફિલ્મ ઘણી બાબતોને લઇને ખાસ છે.

દેવરા પાર્ટ 1 તેલુગુ એક્શન ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી સહિત અન્ય ભાષામાં પણ રિલીઝ થવાની છે. જુનિયર એનટીઆર, જાન્હવી કપૂર અને સૈફ અલી ખાન અભિનિત આ ફિલ્મ કોરાતલા સિવા દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે. યુવાસુધા આર્ટસ અને એન ટી આર આર્ટસ આ ફિલ્મના નિર્માતા છે.

દેવરા પાર્ટ-1 મુવી ટ્રેલર

દેવરા ફિલ્મ રિલીઝ ડેટ

દેવરા ભાગ 1 ફિલ્મ 27 સપ્ટેમ્બર 2024 ના રોજ થિયેટરમાં રિલીઝ થનાર છે. તેલુગુ કથા આધારિત આ ફિલ્મ તેલુગુ, તમિલ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષામાં એક સાથે થિયેટરમાં રિલીઝ કરાશે. આ માટે એડવાન્સ બૂકિંગ પણ શરુ કરી દેવાયું છે. ફિલ્મને લઇને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દેવરા ફિલ્મ સ્ટાર કાસ્ટ

બહુચર્ચિત દેવરા ફિલ્મ સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં એન.ટી. રામા રાવ જુનિયર, જાન્હવી કપૂર અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત પ્રકાશ રાજ, મુરલી શર્મા, ચૈત્રા રાય, શ્રુતિ મરાઠે, શાઈન ટોમ ચાકો અને કલાઈરાસન સહિત કલાકારો સહાયક ભૂમિકામાં છે.

જાન્હવી કપૂર તેલુગુ ફિલ્મ ડેબ્યૂ

બાલીવુડ અભિનેત્રી જાન્હવી કપૂર દેવરા ફિલ્મ સાથે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર ડેબ્યૂ કરી રહી છે. દેવારા મુવી તેની પ્રથમ તેલુગુ ફિલ્મ છે. આ ફિલ્મમાં જાન્હવી કપૂર થંગમ નો રોલ નિભાવી રહી છે. કહેવાય છે કે, આ રોલ માટે પહેલા મૃણાલ ઠાકુર અને રશ્મિકા મંદાનાને ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેમણે ઓફર ઠુકરાવતાં જાન્હવી કપૂર ને તક મળી.

દેવારા ફિલ્મમાં વિલન કોણ છે?

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન દેવારા ફિલ્મમાં મુખ્ય વિલન તરીકેની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાને ભૈરવાનો રોલ ખતરનાક રીતે અદા કર્યો છે. તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૈફ અલી ખાન વિલન તરીકે પોતાની ધાક જમાવવામાં સફળ રહ્યો હોય એવું લાગે છે.

બજેટ, સંગીત અને સિનેમેટોગ્રાફી

દેવારા ફિલ્મ અંદાજે 200 થી 300 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થઇ છે. આ ફિલ્મનું સંગીજ અનિરુધ્ધ રવિચંન્દ્રરે આપ્યું છે. આ ફિલ્મની સિનેમેટોગ્રાફી આર રથ્નાવેલુએ કરી છે. નંદામુરી કલ્યાણ રામ, કોસારાજુ હરિ, સુધાકર મિક્કીલેની અને હરિ ક્રિષ્ના કે આ ફિલ્મના પ્રોડ્યુસર છે.

દેવરા ફિલ્મનું શૂટીંગ ક્યાં કરાયું?

દેવરા ફિલ્મની સ્ટોરી દરિયા કિનારે ફરે છે. આ ફિલ્મનું શૂટિંગ મોટેભાગે હૈદરાબાદ, શમશાબાદ, વિશાખાપટ્ટનમ, ગોવા અને થાઈલેન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ ફિલ્મનો હિરો દેવરા (જુનિયર એનટીઆર) દરિયા કાંઠેનો એક નિર્ભીક વ્યક્તિ છે. જે લોકોની સુરક્ષા માટે દરિયો ખેડે છે.

દેવરા મુવી સોન્ગ

દેવરા ફિલ્મનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે. આ ફિલ્મમાં પાંચ ગીતો છે. 19 મે 2024 ના રોજ પહેલું ફિયર સોન્ગ રીલીઝ થયું હતું. 3.15 મિનિટનું ગીત અનિરુદ્ધ રવિચંદરે ગાયું છે. બીજુ સોન્ગ ચુટુમલ્લે 5 ઓગસ્ટે રીલીઝ થયું હતું. 3.49 મિનિટ લાંબા આ ગીતના ગાયિકા શિલ્પા રાવ છે.

ત્રીજુ ગીત દાઉડી જે ફિલ્મનું સૌથી લાંબુ 3.49 મિનિટનું છે. આ સોન્ગ નકાશ અઝીજ અને આકાશા સિંહે ગાયું છે. જે 4 સપ્ટેમ્બરે રીલીઝ કરાયું હતું. ચોથું લાલ સમુદ્ર ગીત 12 સપ્ટેમ્બરે રીલીઝ કરાયું હતું. થિયેટ્રિકલ ટ્રેલરમાં દર્શાવાયું હતું. આ ગીત અનિરુદ્ધ રવિચંદરે ગાયું છે. પાંચમું ગીત આયુધા પૂજા છે.


    Post a Comment

    Previous Post Next Post