Deepika Padukone : અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને તેના પતિ રણવીર સિંહ (Ranveer Singh) આખરે 8 સપ્ટેમ્બરે તેમની પુત્રીના જન્મ બાદ ઘરે પરત ફર્યા છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી અભિનંદન પોસ્ટમાં દીપિકા પાદુકોણના યોગ ટ્રેનર, અંશુકા પરવાનીએ, તેની પ્રેગ્નેન્સીના નવ મહિના દરમિયાન યોગની પ્રેક્ટિસ કરવાની તેની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો.
દીપિકા પાદુકોણના યોગ ટ્રેનર અંશુલાએ કેપ્શનમાં લખ્યું જે, ‘દરેક શ્વાસ, સ્ટ્રેચ અને આસન દરમિયાન પોતાને માર્ગદર્શન આપવું એ આ વિશેષ સફર માટે તમે તમારી જાતને તૈયાર કરી છે તે અવિશ્વસનીય સન્માનની વાત છે. આ સફરમાં તમારી પ્રતિબદ્ધતા, સકારાત્મકતા અને વિશ્વાસ સાચા અર્થમાં ચમક્યો છે અને મને આ સફરનો એક ભાગ બનવાનો ગર્વ છે. ડીપી આજે, મારું હૃદય ભરાઈ ગયું છે કારણ કે હું તમને અને તમારા સુંદર સ્વસ્થ, ખુશ બાળકની સેલિબ્રેટ કરું છું.’
યોગ તેના અસંખ્ય ફાયદાઓ માટે વ્યાપકપણે ઓળખાય છે, અને ગર્ભાવસ્થા દરમિયાન તે શારીરિક અને માનસિક લાભો પ્રદાન કરે છે તેવું માનવામાં આવે છે. આ સર્વગ્રાહી અભિગમને એકંદર સુખાકારીને વધારવા, ડિલિવરી માટે શરીરને તૈયાર કરવા અને પ્રસૂતિ પછીની સરળ રિકવરીને ટેકો આપવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો: Hina Khan : હિના ખાને કીમોથેરાપી વચ્ચે સ્ટ્રેન્થ ટ્રેનિંગની ઝલક શેર કરી
પ્રેગ્નેન્સી દરમિયાન યોગ કરવાથી થતા ફાયદા
જેમ જેમ સગર્ભા માતા તેમના રૂટિનમાં વધુ યોગને એકીકૃત કરે છે, તો તેના લાંબા ગાળાના ફાયદા સમજવા નિર્ણાયક છે. ઈન્દિરા IVFના CEO અને સહ-સ્થાપક ડૉ. ક્ષિતિઝ મુરડિયા કહે છે ‘પ્રસૂતિ પહેલા યોગ કરવાથી અસંખ્ય શારીરિક લાભ પ્રદાન થાય છે જે પ્રસૂતિ પછી ઝડપી રિકવરીમાં ફાળો આપે છે. તે સુગમતામાં વધારો કરે છે, મુખ્ય સ્નાયુઓને મજબૂત બનાવે છે અને મુદ્રામાં સુધારો કરે છે, શરીરને બાળકના જન્મ માટે તૈયાર કરે છે.
પેજ પ્રેસ જર્નલના અભ્યાસ મુજબ નિયમિત પ્રેક્ટિસ કરવાથી લેબરનો સમયગાળો ઘટાડી શકાય છે, નોન-પ્રેક્ટિશનરો માટે 4.01 કલાકની સરખામણીમાં પ્રેક્ટિશનરો સરેરાશ 2.65 કલાક ધરાવે છે. હળવા સ્ટ્રેચિંગ અને બ્રીથ કંટ્રોલ એક્સરસાઇઝ વધુ સારા પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે, ડિલિવરી પછી ઝડપી ઉપચારની સુવિધા આપે છે. આ ઉપરાંત પ્રિનેટલ યોગ પેલ્વિક ફ્લોર સ્નાયુઓને મજબૂત બનાવે છે, જે રિકવરી માટે નિર્ણાયક છે.
હિમાચલ પ્રદેશમાં પ્રિનેટલ યોગ નિષ્ણાત અને ટ્રેનર ઉમેરે છે, ‘પ્રેગ્નેન્સી દરમિયાન યોગ પોસ્ચરલ એલાઈનમેન્ટ પર ભાર મૂકે છે, જે ગર્ભાવસ્થા દરમિયાન પીઠનો દુખાવો અને અગવડતા ઘટાડવામાં મદદ કરે છે એટલું જ નહીં પરંતુ બહેતર બોડી મિકેનિક્સને પણ પ્રોત્સાહન આપે છે. વધુમાં યોગ પોઝ જે હલનચલન અને સ્ટ્રેચિંગને પ્રોત્સાહિત કરે છે તે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે, જે સોજો અને અગવડતા ઘટાડી શકે છે.’તે આગળ જણાવે છે ‘સુધારેલ પરિભ્રમણ પણ સુનિશ્ચિત કરે છે કે ઓક્સિજન અને પોષક તત્ત્વો અસરકારક રીતે પેશીઓ સુધી પહોંચાડવામાં આવે છે અને કોષની મરામત અને પુનઃપ્રાપ્તિમાં મદદ કરે છે.’
આ પણ વાંચો: દીપિકા પાદુકોણ બની માતા,ડિલિવરી પછી મહિલાઓએ શું કાળજી રાખવી જરૂરી?
આ ઉપરાંત પ્રિનેટલ યોગમાં ઘણીવાર કસરતનો સમાવેશ થાય છે જે પેલ્વિક ફ્લોર સ્નાયુઓને લક્ષ્ય બનાવે છે એક આવશ્યક જૂથ જે ગર્ભાશય, મૂત્રાશય અને આંતરડાને ટેકો આપે છે. આ સ્નાયુઓને મજબૂત કરવાથી લેબર અને ડિલિવરી દરમિયાન નોંધપાત્ર તફાવત થઈ શકે છે, દબાણને વધુ અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે અને અસંયમ જેવી પોસ્ટપાર્ટમ સમસ્યાઓનું જોખમ ઘટાડે છે કારણ કે તે ડિલિવરી પછી શરીરને ફરીથી નિયંત્રણ અને ઝડપથી કાર્ય કરવામાં મદદ કરે છે.”
એક્સપર્ટ કહે છે, ‘પ્રેનેટલ યોગ સગર્ભા માતા માટે તણાવ કંટ્રોલ અને માનસિક સુખાકારીમાં નોંધપાત્ર સુધારો કરે છે. અભ્યાસો દર્શાવે છે કે તે નોન-પ્રેક્ટિશનરોની સરખામણીમાં 0.86 ગણો અને સ્ટ્રેસ 1.23 ગણો ઘટાડે છે. યોગ મૂડને પણ સુધારે છે અને નકારાત્મક અસર ઘટાડે છે, માતા-બાળકના મજબૂત જોડાણને પ્રોત્સાહન આપે છે. આ લાભ માનસિક સ્વાસ્થ્ય અને એકંદર ગર્ભાવસ્થાના પરિણામોને સમર્થન આપે છે. શ્રેષ્ઠ પરિણામ માટે નિયમિત પ્રેક્ટિસની સલાહ આપવામાં આવે છે.
યોગ દ્વારા માતા ગર્ભાવસ્થા અને માતૃત્વ દરમિયાન આવતા ભાવનાત્મક ઉતાર-ચઢાવને વધુ સારી રીતે હેન્ડલ કરવામાં મદદ કરી શકે છે. યોગમાં શીખવવામાં આવતી માઇન્ડફુલનેસ અને સ્વીકૃતિની પ્રથા વધુ સકારાત્મક જન્મ અનુભવ અને સુગમ પોસ્ટપાર્ટમ રિકવરી તરફ દોરી શકે છે. સંશોધન દર્શાવે છે કે જે સ્ત્રીઓ પ્રિનેટલ યોગ કરે છે તેઓમાં પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો દર ઓછો હોય છે.
મારિયા સમજાવે છે કે, ‘ઘણી સગર્ભા સ્ત્રીઓ અસ્વસ્થતા, વારંવાર બાથરૂમ જવાની સમસ્યા અથવા ચિંતાને કારણે સારી ઊંઘ કરી સકતા નથી. યોગની તકનીક શાંત મન અને હળવા શરીરને પ્રોત્સાહન આપીને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે.ક્વોલિટી ઊંઘ નિર્ણાયક છે, ખાસ કરીને ગર્ભાવસ્થાના પછીના તબક્કામાં એકંદર સુખાકારી અને એનર્જી સ્તર માટે. જે વધુ સંતુલિત પોસ્ટપાર્ટમ સમયગાળામાં પણ ફાળો આપે છે.’
Post a Comment