Top News

Cultivator Sahay Yojana 2024 : કલ્ટીવેટર સહાય યોજના હેઠળ રૂ.50,000/- સુધીની સહાય મળશે.

 Cultivator Sahay Yojana 2024 : કલ્ટીવેટર સહાય યોજના

Cultivator Sahay Yojana 2024 : કલ્ટીવેટર સહાય યોજના હેઠળ રૂ.50,000/- સુધીની સહાય મળશે.

Cultivator Sahay Yojana 2024

Ikhedut માં અનેક વિભાગની યોજના ચલાવવામાં આવે છે. તાજેતરમાં નાણાંકીય વર્ષ 2024-25 માં ખેતીવાડીની 45 જેટલી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં કલ્ટીવેટર સહાય યોજના શું છે? કલ્ટીવેટર સહાય યોજના મા શું-શું લાભ મળે, કેટલો લાભ મળશે તથા આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું.   

Highlight Point

યોજનાનું નામકલ્ટીવેટર સહાય યોજના 2024
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એ ખેડૂતને કલ્ટીવેટરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે. 
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?ખેડૂતને કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના 50 % અથવા રૂ. 50,000/- હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.  
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ30/09/2024
Highlight Point

યોજનાનો હેતુ

ખેતરમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે સારી ખેડ કરવી ખૂબ જ જરૂરી છે. કલ્ટીવેટર એક આવું સાધન છે, જેનાથી સારી ખેડ થાય છે. આ યોજનાનો હેતુએ ખેડૂતને કલ્ટીવેટરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે.   

કલ્ટીવેટર સહાય યોજનાનો લાભ માટેની પાત્રતા અને નિયમો

કલ્ટીવેટર સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.   

  • આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 5 વર્ષ છે.  
  • ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

કલ્ટીવેટર સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

        આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

સામાન્ય ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર/પાવર ટીલર (20 બી.એચ.પી. સુધી થી ચાલતા કલ્ટીવેટર માટે કુલખર્ચ ના 40 % અથવા રૂ. 16 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (20 થી વધુ અને 35બી. એચ. પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના 40 % અથવા રૂ. 25 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (35 બી. એચ. પી. થી વધુ) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના 40 % અથવા રૂ. 40 હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

સામાન્ય વર્ગના નાના/સિમાંત અને મહિલા ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર/પાવર ટીલર (20 બી.એચ.પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના 50 % અથવા રૂ. 20 હજાર એ બે માંથી જે ઓછુહોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (20 થી વધુ અને 35 બી. એચ. પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના 50 % અથવા રૂ. 30 હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (35 બી. એચ. પી. થી વધુ) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના 50 %અથવા રૂ. 50 હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

અનુસુચિત જનજાતિના ખેડૂતો લાભાર્થીઓને મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર/પાવર ટીલર (20 બી.એચ.પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના 50 % અથવા રૂ. 20 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (20 થી વધુ અને 35 બી. એચ. પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના 50 % અથવા રૂ. 30 હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (35 બી. એચ. પી. થી વધુ) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના 50 % અથવા રૂ. 50 હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

અનુસુચિત જાતિના લાભાર્થી ખેડૂતો માટે

  • ટ્રેકટર/પાવર ટીલર (20 બી.એચ.પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના 50 % અથવા રૂ. 20 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (20 થી વધુ અને 35 બી. એચ. પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના 50 % અથવા રૂ. 30 હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (35 બી. એચ. પી. થી વધુ) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના 50 %અથવા રૂ. 50 હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

Cultivator Sahay Yojanaનો લાભ લેવા માટે કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?  

આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી કલ્ટીવેટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.  

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ જે તમે Anyror Gujarat પરથી ડાઉનલોડ કરી શકો છો.
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

How To Online Apply Cultivator Sahay Yojana 2024 | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે khedut Portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Ikhedut ઓનલાઈન Arji કરી શકે છે. ખેડૂતો કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન Form ભરાવી શકે છે. તથા ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું. 

  • પ્રથમ Google ખોલીને “આઇ ખેડૂત” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈ-ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.

How To Online Apply Cultivator Sahay Yojana 2024

  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજના” ખોલવું.
  • જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2024-25 ની કુલ 45 યોજનાઓ બતાવશે.
How To Online Apply Cultivator Sahay Yojana 2024

  • જેમાં ક્રમ નંબર-4 કલ્ટીવેટર યોજના પર ક્લિક કરવું.  

  • જેમાં કલ્ટીવેટર માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.   
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Cultivator Sahay Yojana 2024

  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી Confirm થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે Print મેળવી શકશે.   

FAQ

1. કલ્ટીવેટર સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

Ans. કલ્ટીવેટર સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ છે.  

2. Cultivator Sahay Yojana નો લાભ કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે?

Ans: ખેડૂતોને Cultivator Sahay Yojana નો લાભ ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવે છે.

3. કલ્ટીવેટર સહાય યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. કલ્ટીવેટર સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 30/09/2024 છે.  


Post a Comment

Previous Post Next Post