Top News

Canara Bank Vacancy 2024 : કેનરા બેંકમાં 3000 જગ્યાઓ માટે ભરતી, આ તારીખથી રજિસ્ટ્રેશન શરૂ થશે


Canara Bank Vacancy 2024 :  કેનરા બેંકમાં 3000 જગ્યાઓ માટે ભરતી, આ તારીખથી રજિસ્ટ્રેશન શરૂ થશે
Canara Bank Vacancy 2024 : કેનરા બેંકમાં 3000 જગ્યાઓ માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકશે

Canara Bank Vacancy 2024 : કેનરા બેંકમાં 3000 જગ્યાઓ માટે ભરતી, આ તારીખથી રજિસ્ટ્રેશન શરૂ થશે

Canara Bank Vacancy 2024 : આ ભરતી પ્રક્રિયા દ્વારા દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 3000 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે

Canara Bank Vacancy 2024, કેનરા બેંક ભરતી 2024 : બેંકમાં નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સોનેરી તક આવી છે. દેશની ત્રીજી સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેંકે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. કેનરા બેંકમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની 3000 જગ્યાઓ ખાલી છે, જેના માટે ભરતી પ્રક્રિયાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશન અનુસાર અરજી પ્રક્રિયા 21 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ઉમેદવારો 4 ઓક્ટોબર સુધી અરજી કરી શકે છે. અરજી કરવા માટે તમારે સત્તાવાર વેબસાઇટ canarabank.com મુલાકાત લેવી પડશે.

અરજી કરતા પહેલા ઉમેદવારે nats.education.gov.in જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. પોર્ટલ પર 100 ટકા સંપૂર્ણ પ્રોફાઇલ ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે.

3000 એપ્રેન્ટિસની જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરાશે

આ ભરતી પ્રક્રિયા દ્વારા દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 3000 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જેમાં 1302 પદ જનરલ વર્ગના છે. ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે 740, એસસી માટે 479, એસટી માટે 184, ઇડબલ્યુએસ માટે 295 અને પીડબલ્યુબીડી માટે 112 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. ગુજરાતમાં કુલ 70 જગ્યાઓ છે.

આ ભરતીના નોટિફિકેશનને લગતી પીડીએફ ફાઇલ સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવી છે. જેમાં યોગ્યતાના માપદંડ, પસંદગી પ્રક્રિયા, પગાર વગેરેની વિગતો સામેલ છે. ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે અરજી ફોર્મ ભરતા પહેલા તમામ વિગતો કાળજીપૂર્વક વાંચવી.

આ પણ વાંચો – ધો.10 પાસ ઉમેદવારો માટે અમદાવાદમાં બેંકમાં નોકરી મેળવવાની સુવર્ણ તક

ભરતી સાથે જોડાયેલી મહત્વની માહિતી

  • આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 સપ્ટેમ્બર 2024 ના આધારે કરવામાં આવશે. અનામત વર્ગના ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.
  • અરજી પ્રક્રિયા 21 સપ્ટેમ્બરથી શરૂ થશે અને છેલ્લી તારીખ 4 ઓક્ટોબર 2024 છે.
  • ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોલેજમાંથી કોઈપણ શાખામાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
  • આ સિવાય nats.education.gov.in વેબસાઇટ પર 100 ટકા સંપૂર્ણ પ્રોફાઇલ ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે.

આ ભરતી પ્રક્રિયા 2 તબક્કામાં પૂર્ણ થશે. પહેલા ઓનલાઈન ટેસ્ટ થશે. આ પછી નોલેજ ટેસ્ટ કસોટી અને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

સ્ટાઈપેન્ડ

ઉમેદવારોને એપ્રેન્ટિસશિપ દરમિયાન દર મહિને 15,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

એપ્લિકેશન ફી

અરજી કરવા માટે ઉમેદવારોએ 500 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. એસસી, એસટી અને પીડબલ્યુબીડી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી સબમિટ કરવાની રહેશે નહીં.

એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવું?

  • આ ભરતીના અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારો સૌથી પહેલા કેનેરા બેંકની ઓફિશિયલ વેબસાઈટ canarabank.com પર જાવ.
  • વેબસાઈટના હોમ પેજ પર career સેક્શનમાં Recruitment પર ક્લિક કરો.
  • અહીં Engagement of Graduate Apprentice under Apprenticeship Act 1961 લિંક પર ક્લિક કરો.
  • હવે અરજી ફોર્મ આવશે. તેને ભરો અને તમારા દસ્તાવેજો અપલોડ કરો. જો કોઈ એપ્લિકેશન ફી હોય, તો તેને ભરીને સબમિટ કરો.

ઉમેદવારોને વધુ માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.


    Post a Comment

    Previous Post Next Post