Lemon Peel Pickle Recipe: લીંબુનો રસ કાઢ્યા પછી તેની છાલનું શું કરશો. બધા જ લોકો તેને ફેંકી દેતા હશે. જોકે આ છાલ અત્યંત ઉપયોગી છે અને તમે તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. તમે ત્વચા અને વાળ માટે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. બીજું તમે તેનો ઉપયોગ કપડાં માટે અને પછી સફાઈ માટે કરી શકો છો. પણ આજે આપણે વાત કરીશું લીંબુની છાલ ખાવી કેવી રીતે. લોકો લીંબુની છાલમાંથી અથાણાં બનાવીને ખાય છે. તેની રેસીપી પણ ખૂબ જ સરળ છે. આવો જાણીએ કેવી રીતે આ અથાણું બનાવવું.
લીંબુની છાલનું અથાણું કેવી રીતે બનાવવું
સામગ્રી
- રસ કાઢેલા લીંબુના છાલને કાતરથી કાપીને રાખો.
- સરસવનું તેલ
- મેથીના દાણા
- અજમો
- લાલ મરચાંનો પાઉડર
- કાશ્મીરી મરચાનો પાઉડર
- હળદર
- મીઠું
- ખાંડ/ગોળ
લીંબુનું અથાણું કેવી રીતે બનાવવું
- લીંબુ માંથી રસને કાઢી લીધા પછી લીંબુની છાલને પાતળી-પાતળી કાપી લો.
- એક કડાઇમાં થોડું સરસવનું તેલ ગરમ કરી તેમાં મેથીના દાણા અને અજમો ઉમેરો.
- તેમાં લાલ મરચાને પાવડર, કાશ્મીરી મરચાનો પાવડર, હળદર અને મીઠું નાખો
- જ્યારે મસાલાનું મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે તેમાં કાપેલા લીંબુની છાલ ઉમેરો.
- સરસવનું તેલ ઉમેરો.
- મિશ્રણમાં ખાંડ અથવા ગોળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- આ મિશ્રણને કાચની બરણીમાં રાખો અને તડકામાં મુકો.
- સ્વાદને ચઢવા માટે અને અથાણાંને પકાવવા માટે 4-5 દિવસનો સમય આપો.
આ પણ વાંચો – મેંદા અને તંદૂર વગર બનાવો ‘આટા આલુ નાન’, વાંચો ખૂબ જ સરળ રેસીપી
આ રીતે તમે લીબુંની છાલના ખાટા-મીઠા અથાણાં બનાવીને ખાઈ શકો છો. આ સિવાય તમે એક બોટલમાં લીંબુનો રસ ભરીને ક્યાંક રાખી શકો છો અને બાદમાં તેનો ઉપયોગ કરતા રહો. તમે તેનો ઉપયોગ તમારી ત્વચા અને વાળ માટે કરી શકો છો. આ સિવાય તમે આ લીંબુની છાલનું અથાણું દાળ, શાક, પુરી, પરાઠા અને છોલે સાથે પણ ખાઈ શકો છો.
Post a Comment