Top News

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગાંધીનગરમાં સારા પગારની નોકરીઓ મેળવવાનો જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ વિગતો


ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગાંધીનગરમાં સારા પગારની નોકરીઓ મેળવવાનો જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ વિગતો
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી photo X @GandhinagarMC


ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગાંધીનગરમાં સારા પગારની નોકરીઓ મેળવવાનો જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ વિગતો

GMC Recruitment 2024 : ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગરના હાઉસિંગ સેલમાં એફોર્ડેબલ હાઉસિંગ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારિત વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

GMC Recruitment 2024, ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગાંધીનગરમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગરના હાઉસિંગ સેલમાં એફોર્ડેબલ હાઉસિંગ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારિત વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓફ લાઇન અરજીઓ મંગાવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી ફી સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચો.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતીની અગત્યની માહિતી

સંસ્થાગાંધીનગર મહાનગરપાલિકા ભરતી (હાઉસિંગ સેલ)
પોસ્ટવિવિધ
જગ્યા6
નોકરીનો પ્રકારકરાર આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ17 ઓક્ટોબર 2024
વેબસાઈટhttps://gandhinagarmunicipal.com/news/

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયર3
હાઉસિંગ ફાયનાન્સ એન્ડ પોલીસી સ્પેશ્યાલિસ્ટ1
એમ.આઈ.એસ.એક્સપર્ટ1
સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશ્યાલિસ્ટ1
કુલ6

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગરના હાઉસિંગ સેલમાં એફોર્ડેબલ હાઉસિંગ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારિત વિવિધ પોસ્ટની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો પાસેથી વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત માટે વધારે જાણકારી માટે આપેલું નોટિફિકેશન વાંચવું.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે વય મર્યાદા અને પગાર ધોરણ
પોસ્ટવય મર્યાદાપગાર – પ્રતિ માસ ફિક્સ
મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયર40 વર્ષથી વધુ નહીં₹ 30,000
હાઉસિંગ ફાયનાન્સ એન્ડ પોલીસી સ્પેશ્યાલિસ્ટ40 વર્ષથી વધુ નહીં₹ 30,000
એમ.આઈ.એસ.એક્સપર્ટ40 વર્ષથી વધુ નહીં₹ 20,000
સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશ્યાલિસ્ટ40 વર્ષથી વધુ નહીં₹ 20,000

અરજી કરવા માટે ધ્યાન રાખવા જેવી જરૂરી બાબતો

  • પ્રત્યેક અરજી ફોર્ની 100 રૂપિયાની રકમનો ડી.ડી. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના નામનો જોડવાનો રહેશે
  • ફોર્મેટ મુજબ યોગ્ય રીતે અરજી ફોર્મ ભરવાનું રહેશે.
  • બાયોડેટાની નકલ સાથે જોડવી
  • જન્મતારીખનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર, શાળા છોડવાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ વગેરે)
  • આધારકાર્ડ અને પાનકાર્ડની નકલ
  • શૈક્ષણિક લાયકાતનો પુરાવો (તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો અને માર્કશીટ)
  • અનુભવ પ્રમાણપત્રો
  • તાજેતરના કલર પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રામ- 2 કોપી

અરજી કેવી રીતે કરવી?

  • સંસ્થા દ્વારા માંગવામાં આવેલા તમામ દસ્તાવેજોની હાર્ડ કોપી કુરિયર-પોસ્ટ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસિંગ સેલ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન, ફાયર સ્ટેશનની પાછળ, સેક્ટર-17, ગાંધીનગર – 382016 પર મોકલી આપવાની રહેશે.
  • અરજી 17 ઓક્ટોબર 2024 કચેરી સમય સુધીમાં મળી જાય એ રીતે મોકલવાની રહેશે.
  • ઉમેદવારોએ જે પોસ્ટ માટે અરજી કરી છે એ પોસ્ટનું નામ કવર ઉપર સ્પષ્ટ પણે લખવાનું રહશે.

આ પણ વાંચોઃ- વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં સીટી એન્જીનિયરની નોકરી, ₹ 2 લાખ સુધીનો પગાર, વાંચો બધી માહિતી

ખાસ નોંધા- અરજદારોએ તેમની અરજી પોસ્ટ-કુરિયર દ્વાર જ મોકલવી. અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. આ ઉપરાંત નિયત સમય પછી મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.


    Post a Comment

    Previous Post Next Post