Top News

ઢાબા સ્ટાઇલ આલુ પરાઠા કેવી રીતે બનાવશો, લોટથી લઇને બટાકા સુધી ચેક કરો ક્યાં ભૂલ કરી રહ્યા છો તમે


ઢાબા સ્ટાઇલ આલુ પરાઠા કેવી રીતે બનાવશો, લોટથી લઇને બટાકા સુધી ચેક કરો ક્યાં ભૂલ કરી રહ્યા છો તમે
બાળક હોય કે વૃદ્ધ, દરેકને આલુ પરાઠાનો સ્વાદ પસંદ હોય છે (તસવીર - જનસત્તા)

ઢાબા સ્ટાઇલ આલુ પરાઠા કેવી રીતે બનાવશો, લોટથી લઇને બટાકા સુધી ચેક કરો ક્યાં ભૂલ કરી રહ્યા છો તમે

Dhaba Style Aloo Paratha Recipe : આલુ પરાઠા બનાવવા માટે, તેનો મસાલો બનાવવાની રીત યોગ્ય હોવી જોઈએ. સાથે જ તેનો લોટ પણ યોગ્ય રીતે તૈયાર કરવો જરૂરી છે

Dhaba aloo paratha recipe : આલુ પરાઠા કોને ન ભાવે. હંમેશા લોકો તેને નાસ્તામાં ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તો રાત્રે પણ ખાવાનું પસંદ કરે છે. બાળક હોય કે વૃદ્ધ, દરેકને તેનો સ્વાદ પસંદ હોય છે. આવી સ્થિતિમાં, જાણો કેવી રીતે આલુ પરાઠા બનાવવા. આલુ પરાઠા બનાવવા માટે, તેનો મસાલો બનાવવાની રીત યોગ્ય હોવી જોઈએ. સાથે જ તેનો લોટ પણ યોગ્ય રીતે તૈયાર કરવો જરૂરી છે. આ સિવાય તેને રાંધવાથી લઈને ઘી સુધી યોગ્ય ઉપયોગથી આલુ પરાઠા સારી રીતે બને છે. આવો જાણીએ ઢાબા જેવા આલુ પરાઠા બનાવવાની રીત.

ઢાબા જેવા આલુ પરાઠા બનાવવાની રીત

સામગ્રી

  • બટાટા
  • ડુંગળી
  • લીલા મરચા
  • આદુ
  • લસણ
  • લોટ
  • મીઠું
  • જીરું
  • કાળા મરીનો પાઉડર
  • લીલી કોથમીર
  • અજમો
  • લાલ મરચા
  • ધાણા પાઉડર
  • મેંદો
  • તેલ
  • બટર
  • નવશેકું પાણી

મસાલો કેવી રીતે તૈયાર કરવો?

  • આલુ મસાલો બનાવવા માટે તમારે બટાકાને બાફીને તેને ભાગી નાખો.
  • આ પછી લીલા મરચાં, ડુંગળી, લસણ, આદુ અને કોથમીર સમારીને તેમાં મિક્સ કરો.
  • ત્યારબાદ જીરું અને કાળા મરીને શેકીને પાવડર બનાવી તેમાં મિક્સ કરી લો.
  • ત્યારબાદ તેમાં મીઠું નાખીને અજમો ઉમેરો.
  • આ રીતે તૈયાર થશે તમારો બટાકાનો મસાલો.

આ પણ વાંચો – રસ કાઢીને માત્ર લીંબુની છાલથી બનાવો અથાણું, પુરી અને છોલેનો સ્વાદ વધારે છે

પરાઠાનો લોટ કેવી રીતે તૈયાર કરવો?

  • પરાઠાના લોટમાં થોડો મેંદો અને તેલ નાખો.
  • આ ત્રણેયને હળવા હાથે મિક્સ કરતા રહો અને પછી તેમાં નવશેકું પાણી ઉમેરીને લોટ તૈયાર કરો.
  • તેને ઢાંકીને 20 મિનિટ સુધી રહેવા દો.

પરાઠા બનાવવાની રીત

  • આ પછી તમે રોટલી કરો તેમ કરી તેનો શેપ પાડો.
  • તેમાં બટાકા ભરી દો અને પછી તેને રોલ કરો.
  • આ પછી તેને તવા પર મુકીને સારી રીતે પકાવો.
  • હવે બટર સાથે સર્વ કરો.

આ આલુ પરાઠાને તમે દહીં સાથે કે ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો આ વખતે આલુ પરાઠા આ સ્ટાઈલથી ખાવ. તમને આવા પરાઠા વારંવાર ખાવાના ગમશે.


    Post a Comment

    Previous Post Next Post