Shikshan Sahayak Bharti, શિક્ષણ સહાયક ભરતી : TAT પરીક્ષા આપેલા ઉમેદવારો નોકરીની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખુશી સમાચાર લાગશે. કારણ કે ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સહાયકની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. સંસ્થા દ્વારા વિવિધ માધ્યમમાં કૂલ 2400થી વધાર શિક્ષણ સહાયકોની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
શિક્ષણ સહાયક ભરતી માટે પોસ્ટની વિગતે માહિતી, શૌક્ષણિક લાયકાત, જગ્યાઓની વિગતો, પગાર ધોરણ, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા.
શિક્ષણ સહાયક ભરતી માટે અગત્યની માહિતી
સંસ્થા | શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર |
પોસ્ટ | શિક્ષણ સહાયક |
જગ્યા | 2484 |
માધ્યમ | ગુજરાતી, હિન્દી, અંગ્રેજી |
અરજી કરવાની શરુઆતની તારીખ | 10 ઓક્ટોબર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 21 ઓક્ટોબર 2024 |
વેબસાઈટ | www.gserc.in |
શિક્ષણ સહાયક ભરતી પોસ્ટની વિગત
માધ્યમ | ખાલી જગ્યાઓ |
ગુજરાતી | 2416 |
અંગ્રેજી | 63 |
હિન્દી | 5 |
કુલ | 2484 |
કયા ઉમેદવાર અરજી કરી શકશે?
ગુજરાત રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી મારફતે મળેલી અંદાજી ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TAT(HS) 2023 પરીક્ષામાં 60 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
અરજી કરવા માટેની સમય મર્યાદા?
નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તા.10-10-2024ના રોજ થી તા. 21-10-2024ના 11.59 કલાક સુધી https://www.gserc.in/ વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલા સૂચનાઓનો અભ્યાસ કરી શકે છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલી ફી આ વેબસાઈટ ઉપર ઓનલાઈન માધ્યમથી ભરી શકે છે. અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે.
ભરતીની જાહેરાત
શિક્ષણ સહાયક ભરતી માટે પોસ્ટની વિગતે માહિતી, શૌક્ષણિક લાયકાત, જગ્યાઓની વિગતો, પગાર ધોરણ, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલી જાહેરાત જરૂર વાંચવી.
અરજી કરતી વખતે ઉમેદવારે શું ધ્યાન રાખવું?
ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ, તેમની ખાતરી કરીને જ નિયત ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલી અરજી કન્ફર્મ થયેલી ગણાશે. કન્ફર્મ થયેલી અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઈચ્છે તો કરેલી અરજી Wihdraw કરી નવી અરજી કરવાની રહેશે. અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ફી ભરેલી ન હોય તેવા ઉમેદવારની અરજી સ્વીકારમાં આવશે નહીં.
Post a Comment