woman body found in fridge Bengaluru : બેંગલુરુ શહેરના વ્યાલિકાવલ વિસ્તારમાં એક રેફ્રિજરેટરમાંથી 29 વર્ષીય મહિલાની લાશના ઘણા ટુકડા મળી આવ્યા હતા. મહિલાનું નામ મહાલક્ષ્મી હતું અને તે વ્યાલિકાવલના વિનાયક નગર વિસ્તારમાં એકલી રહેતી હતી. બેંગલુરુ પોલીસ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં એક શંકાસ્પદ વ્યક્તિની શોધ કરી રહી છે. જ્યારે ફ્રિજમાંથી તેના શરીરના ઘણા ટુકડા મળી આવ્યા તો અનેક સવાલો ઉભા થયા.
સોમવારે બેંગલુરુ શહેરના પોલીસ કમિશનર બી દયાનંદે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે તેઓએ હત્યારાની ઓળખ કરી લીધી છે પરંતુ હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.
અત્યાર સુધી શું જાણકારી સામે આવી છે?
કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે કહ્યું કે આ હત્યાથી આખું બેંગલુરુ હચમચી ગયું છે અને સરકાર તેને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા જી પરમેશ્વરને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે એકવાર અમે હત્યારાને પકડીશું પછી અમે વધુ માહિતી એકઠી કરીશું. બેથી ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે, અત્યાર સુધી મળેલા પુરાવા અને સાક્ષીઓના આધારે, હત્યારો ઓડિશામાં હોવાનું જાણવા મળ્યું છે.
તપાસમાં સામેલ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ હત્યાના સંબંધમાં મૂળ ઓડિશાના રહેવાસી રંજન કુમાર નામના વ્યક્તિને શોધી રહ્યા છે. બેંગલુરુ પોલીસની બે ટીમો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં છે અને તેને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ છે. તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ છે. અધિકારીએ જણાવ્યું હતું કે મહાલક્ષ્મી અને રંજન કુમાર 2023થી મિત્રો હતા અને એક જ મોલમાં કામ કરતા હતા. મલ્લેશ્વરમના કોસ્ચ્યુમ આઉટલેટમાં ટીમ લીડર તરીકે કામ કરતી મહાલક્ષ્મી પોતાના પતિ હેમંત દાસથી અલગ થઈ ગઈ હતી.
આ પણ વાંચો – લારી પર રાખેલી પ્લાસ્ટિકની થેલીમાં કરતો હતો યુરિન, પછી આવી રીતે વેચતો હતો ફ્રુટ
હત્યાનું કારણ શું હોઈ શકે?
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મહાલક્ષ્મી અને રંજન કુમાર રિલેશનશિપમાં હતા અને તાજેતરમાં જ તેમને ખબર પડી હતી કે તે અન્ય પુરુષ સાથે છે. તેણે કથિત રીતે મહાલક્ષ્મી સાથે આ અંગે ચર્ચા કરી હતી અને આ જ તેની હત્યાનું કારણ હોઇ શકે છે.
પોલીસે મહાલક્ષ્મી સાથે સંકળાયેલા અનેક લોકોની પૂછપરછ કરી હતી, તેના પતિ હેમંત દાસ, માતા મીના રાણા અને તેની સાથે કામ કરતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે રંજન કુમાર બેંગલુરુથી બહાર છે, જેથી શંકા વધુ ઘેરી બની હતી.
ત્યારબાદ પોલીસે રંજન કુમારના ભાઈનો સંપર્ક સાધ્યો હતો, જેમણે તેમને કહ્યું હતું કે તેણે તેમને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મહાલક્ષ્મીની હત્યા કરવામાં આવી છે. તેણે પોલીસને એમ પણ કહ્યું હતું કે તેણે રંજન કુમારને રાજ્ય છોડવાનું કહ્યું હતું. પોલીસે જણાવ્યું કે રંજન કુમારે પશ્ચિમ બંગાળથી પોતામા ભાઈને ફોન કર્યો હતો અને આ તેનું છેલ્લું લોકેશન હતું.
Post a Comment