Dudhsagar Dairy Recruitment 2024,dairy bharti, દુધસાગર ડેરી ભરતી : મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં રહેતા તેમજ નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મહેસાણામાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. મહેસાણા જિલ્લાની સૌથી મોટી ડેરી દુધસાગર ડેરીએ વિવિધ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. દુધસાગર ડેરી મહેસાણા દ્વારા એક્ઝિક્યુટીવથી લઈને ટ્રેઈની લેબોરેટરી ટેકનિશિયનની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
દુધસાગર ડેરી ભરતીમાં રસ ધરાવાતા અને લાયક ઉમેદવારોએ ભરતી જાહેરાતના 15 દિવસની અંદર અરજી કરવાની રહશે. ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પોસ્ટની વિગત વાર વિગતો જાણવા માટે ઉમેદારો https://www.dudhsagardairy.coop/ વેબસાઇટની મુલાકાત ચોક્કસ લેવી.
દુધસાગર ડેરી ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | દુધસાગર ડેરી, મહેસાણા |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 11 |
નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ | 18 જુલાઈ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાતથી 15 દિવસની અંદર |
લાયકાત | વિવિધ પોસ્ટ વિવિધ લાયકાત છે જે માટે સત્તાવાર નોટિફિકેશન જોવું |
અરજી પ્રકાર | ઓફલાઈન |
વેબસાઈટ | https://www.dudhsagardairy.coop/ |
નોટિફિકેશનની લિંક | https://www.dudhsagardairy.coop/wp-content/uploads/2024/07/Advertisement-VO-18.07.2024.pdf |
દુધસાગર ડેરી ભરતી પોસ્ટની વિગતે માહિતી
વિભાગ | પોસ્ટ | જગ્યા |
વેટરનરી એમ્બ્રોલોજિસ્ટ પશુ આરોગ્ય વિભાગ | એક્ઝિક્યુટિવ /આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ/જુનિયર એક્ઝિક્યુટિવ/તાલીમાર્થી જુનિયર એક્ઝિક્યુટિવ | 10 |
પશુ સંવર્ધન વિભાગ | તાલીમાર્થી લેબોરેટરી ટેકનિશિયન / લેબોરેટરી ટેકનિશિયન | 1 |
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
દુધસાગર ડેરી ભરતી માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ સહિતની માહિતી જાણવા માટે ઉમેદવારે નીચે આપેલું નોટીફિકેશન ચોક્કસ વાંચવું.
અરજી કરવાની છેલ્લી તારીખ
દુધસાગર ડેરી ભરતીની ભરતીની જાહેરાત 18 જુલાઈ 2024ના રોજ બહાર પાડવામાં આવી છે. અને જાહેરાત પ્રમાણે 15 દિવસની અંદર ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.
ક્યાં અને કેવી રીતે અરજી કરવી
લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએએ ડેપ્યુટી જનરલ મેનેજર (એચઆર એડમીન એન્ડ કમ્યુનિકેશન), ધ મહેસાણા ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યૂસર યુનિયન લિ. હાઇવે રોડ, મહેસાણા 384002, ગુજરાતના સરનામા પર જરૂરી દસ્તાવેજો સાથે અરજી મોકલી આપવાની રહેશે. અરજી કરનાર ઉમેદવારોએ કવર ઉપર કઈ પોસ્ટ માટે અરજી કરી રહ્યા છે એ અંગે ખાસ લખવું.
Post a Comment