શું તમે જમ્યા પછી તરતજ સુઈ જાઓ છો? સદગુરુ જગ્ગી વાસુદેવના જણાવ્યા મુજબ, જો તમને સવારે ઉઠતા પીઠનો દુખાવો રહે છે તો તેનું કારણ એ હોઈ શકે છે કે તમે જમ્યા પછી તરત જ સૂઈ ગયા હોવ. સદગુરુએ જણાવ્યું છે કે ‘જ્યારે સવારે તમે ઉઠો છો ત્યારે તમને કમરનો દુઃખાવો થવાનું એક કારણ એ હોઈ શકે કે તમે પેટ ભરીને જમીને તરત જ સૂઈ રહ્યા હોવ. જેથી દબાણ કરોડરજ્જુ પર પડે છે. જેથી ઘણા અવયવો સરખું કામ કરી સકતા નથી.
એક ઇન્સ્ટાગ્રામ વિડિયોમાં સૂર્યાસ્ત પહેલાં ખાવાની પરંપરાગત પ્રથાની પ્રશંસા કરતાં સદગુરુ કહે છે કે ‘પીઠના દુખાવાના અન્ય કારણો પણ છે પરંતુ જમ્યા પછી ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક પહેલાં તમે સુવાનું રાખો છો તો પીઠનો દુખાવો નહીં થાય.’
સદગુરુએ કહેલ આ દાવો ખરેખર કેટલો સાચો છે તે ચકાસવા માટે અહીં નિષ્ણાત શું કહે છે તે જાણો
પીઠના દુખાવા થવાના વિવિધ પરિબળો હોઈ શકે છે જેમ કે કોઈ ભારે વસ્તુ ઉપાડવી, પીઠ પર પડવાથી આઘાત થાય છે, કસરતનો અભાવ, નબળી મુદ્રા.’ એપોલો સ્પેક્ટ્રા દિલ્હીના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. પ્રીતિ જૈને જણાવ્યું હતું કે , “પીઠનો દુખાવો અને પેટ ભરીને સૂવા વચ્ચેના સંબંધને સમર્થન આપવા માટે પૂરતા વૈજ્ઞાનિક સંશોધન અથવા પુરાવા નથી. જો તમારી પીઠનો દુખાવો એક અથવા બે અઠવાડિયા કરતાં વધુ સમય રહે છે તો પછી નિષ્ણાતોની સલાહ લઈને પરિસ્થિતિને નિયંત્રિત કરવી જરૂરી બને છે અસરકારક સારવાર માટે તમારા પીઠના દુખાવાના મૂળ કારણને સમજવું મહત્વપૂર્ણ છે.’
જો કે, ડૉ. જૈને ઉમેર્યું હતું કે’ વ્યક્તિએ ડિનર પછી તરત જ ઊંઘી જવું એ એક અનહેલ્ધી આદત હોઈ શકે છે જેને તમારા સ્વાસ્થ્ય માટે થોભાવવાની જરૂર છે. ડૉ જૈને કહે છે કે, જમ્યા પછી તરત જ સૂવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. તે પેટમાં રહેલા ખોરાકને અન્નનળીમાં રિફ્લક્સ તરફ દોરી શકે છે જેના પરિણામે એસીડીટી, અપચો, કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે આ ઉપરાંત વ્યક્તિના વજનમાં અચાનક વધારો પણ થઇ શકે છે.’
આ પણ વાંચો: તૂટક તૂટક ઉપવાસ શું છે? નિષ્ણાતોએ જણાવી શરીર પર થતી તેની અસર
ડૉ જૈને કહે છે કે, આ આદતને સતત ફોલો કરવાથી તમારી ઊંઘને પણ અસર કરી શકે છે. ‘આનાથી અનિદ્રા, પેરાસોમ્નિયા, સ્લીપ એપનિયા અને સ્લીપવોકિંગ જેવી ઊંઘને લગતી સમસ્યા થઈ શકે છે.’
પાચનમાં મદદ કરવા માટે સૂવાના સમયના 2 થી 3 કલાક પહેલાં ખાવાનો પ્રયાસ કરો. ડૉ. જૈને કહે છે, ‘જમ્યા પછી થોડા સમય ચાલવાની જેવી તંદુરસ્ત આદત રાખવી જોઈએ જે તમારા સ્વાસ્થ્ય માટે સારું હોઈ શકે અને પેટનું ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓ ઘટી શકે છે.’
Post a Comment