Top News

તૂટક તૂટક ઉપવાસ શું છે? નિષ્ણાતોએ જણાવી શરીર પર થતી તેની અસર


તૂટક તૂટક ઉપવાસ શું છે? નિષ્ણાતોએ જણાવી શરીર પર થતી તેની અસર
તૂટક તૂટક ઉપવાસ શું છે? નિષ્ણાતોએ જણાવી શરીર પર થતી તેની અસર

તૂટક તૂટક ઉપવાસ શું છે? નિષ્ણાતોએ જણાવી શરીર પર થતી તેની અસર

તૂટક તૂટક ઉપવાસએ પશ્ચિમી ખ્યાલ છે, આ ફાસ્ટિંગમાં તમારે ચોક્કસ ટાઈમે ખાવાનું હોય અને 14 કે 16 કલાક માટે ઉપવાસ કરવો પડે છે.

ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કે તૂટક તૂટક ઉપવાસ (Intermittent fasting) એ તેના સંભવિત લાભો માટે લોકપ્રિયતા મેળવી છે, તેના ફાયદામાં વજન ઘટાડવું અને મેટાબોલિક સ્વાસ્થ્યમાં સુધારો થવો વગેરેનો સમાવેશ થાય છે. જોકે, ડિટોક્સિફિકેશન, ચયાપચય અને પાચન માટે જવાબદાર એક મહત્વપૂર્ણ અંગ યકૃત પર તેની આડઅસર વિશેની ચિંતા અને હૃદયની વારંવાર ચર્ચા કરવામાં આવતી નથી.

ઈન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલીયરી સાયન્સના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. શિવ કુમાર સરીનએ જણાવ્યું હતું કે, તૂટક તૂટક ઉપવાસએ પશ્ચિમી ખ્યાલ છે, આ ફાસ્ટિંગમાં તમારે ચોક્કસ ટાઈમે ખાવાનું હોય અને 14 કે 16 કલાક માટે ઉપવાસ કરવો પડે છે. પરંતુ તે કોઈ સારો ખ્યાલ નથી. હકીકતમાં તે તમારી કાર્ડિયાક સમસ્યાને વધારી શકે છે.

કાર્ડિયોલોજિસ્ટએ જણાવ્યું હતું કે ‘તૂટક તૂટક ઉપવાસ તેના સંભવિત સ્વાસ્થ્ય લાભો માટે લોકપ્રિય હોવા છતાં, જો ધ્યાનપૂર્વક અને કાળજી ન લેવામાં આવે તો હૃદયને નુકસાન થવાની સંભાવનાઓ વધી શકે છે. લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન તરફ દોરી શકે છે, ખાસ કરીને પોટેશિયમ, મેગ્નેશિયમ અને સોડિયમમાં અસંતુલન આવી શકે છે. જે હૃદયના યોગ્ય કાર્ય કરવા માટે નિર્ણાયક છે. આ અસંતુલન એરિથમિયામાં પરિણમી શકે છે, અથવા અનિયમિત ધબકારા, જે જીવન માટે જોખમી હોઈ શકે છે. આ ઉપરાંત ઉપવાસ કોર્ટિસોલનું સ્તર વધારી શકે છે, જે શરીરનો તાણ હોર્મોન છે. કોર્ટિસોલનું ક્રોનિક ઉચ્ચ સ્તર બ્લડ પ્રેશર અને હાર્ટ રેટમાં વધારો કરે છે, કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર વધારાનો તાણ લાવે છે અને સમય જતાં હૃદય રોગનું જોખમ વધારે છે.’

જો કે, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીના ડો. રંજન મોદીએ જણાવ્યું હતું કે ‘તૂટક તૂટક ઉપવાસ પર સંશોધન પરિણામો મિશ્ર છે. ટૂંકા ગાળાના અભ્યાસો સૂચવે છે કે નિયમિત કેલરી કટ કરવા કરતાં તૂટક તૂટક ઉપવાસથી વધુ વજન ઘટે છે. પરંતુ લાંબો અભ્યાસ સૂચવે છે કે આ બધું સાચું હોવાનું જણાયું નથી.’

અમેરિકન હાર્ટ એસોસિએશનના રોગશાસ્ત્ર અને નિવારણના અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે દિવસમાં આઠ કલાકથી ઓછા સમય સુધી ખાવાના સમયને મર્યાદિત રાખવાથી હૃદયરોગથી મૃત્યુના ઊંચા જોખમ સાથે સંકળાયેલ હોઈ શકે છે. ડૉ. મોદીએ કહ્યું કે ‘પરંતુ તૂટક તૂટક ઉપવાસ પરના અભ્યાસોની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે વજન અને બ્લડ સુગરના ફેરફારો ઓછા હતા. નિયમિત ઉપવાસ કરવાથી હૃદયરોગનું જોખમ ઓછું થઈ શકે છે કે કેમ તે જોવા માટે વધુ સંશોધનની જરૂર છે.’

ઝાંદ્રા હેલ્થકેરના ડાયાબિટોલોજીના વડા ડૉ. રાજીવ કોવિલે જણાવ્યું હતું કે લીવર (Liver) નું કાર્ય પાચન, ચયાપચય, ડિટોક્સિફિકેશન, હોર્મોન્સનું નિયમન અને આવશ્યક પોષક તત્વોનો સંગ્રહ કરવા જેવા મહત્વપૂર્ણ માટે જવાબદાર છે. ‘નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD) અથવા ફેટી લિવર (સ્ટીટોસિસ) ત્યારે થાય છે જ્યારે ચરબી તમારા લીવરના કોષોની આસપાસ જમા થવા લાગે છે.’

મેડિકલ મુજબ તૂટક તૂટક ઉપવાસ સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિમાં હૃદય અથવા યકૃત જેવા શરીરના વિવિધ ભાગોને નુકસાન કરતું નથી. ‘હકીકતમાં, કેટલાક અભ્યાસો સૂચવે છે કે તૂટક તૂટક ઉપવાસ ચરબીના સંચયને ઘટાડીને, બળતરા ઘટાડીને અને ઇન્સ્યુલિનની સેન્સીટીવીમાં સુધારો કરીને યકૃત પર પ્રોટેકટિવ અસર કરી શકે છે. નોન ફેટી લીવર ડિસીઝ જેવી પરિસ્થિતિને રોકવા અથવા સંચાલિત કરવામાં તે ખાસ કરીને ફાયદાકારક હોઈ શકે છે.

આ પણ વાંચો: બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે જાદુઈ ગોળી છે? અભ્યાસ કહે છે કે 40 મિનિટનો યોગ ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે

જો કે તૂટક તૂટક ઉપવાસ પહેલેથી રહેલી યકૃતની સમસ્યા ધરાવતી વ્યક્તિમાં યકૃત પર સંભવિતપણે તાણ લાવી શકે છે, જેમ કે સિરોસિસ અથવા એડવાન્સ્ડ NAFLD. ડૉ. કુમારે જણાવ્યું હતું કે ‘લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી લોહીમાં શર્કરાના લેવલમાં ઘટાડો થઈ શકે છે, જે લીવરને ગ્લુકોઝ ઉત્પન્ન કરવા માટે સખત મહેનત કરવા દબાણ કરે છે, જે હાલની યકૃતની સમસ્યાઓને વધારી શકે છે.’

તૂટક તૂટક ઉપવાસની વિચારણા કરતી વ્યક્તિએ ઉપવાસ કરવાની શરૂઆત કરતી વખતે હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. વ્યક્તિગત તબીબી સલાહ એ સુનિશ્ચિત કરે છે કે ઉપવાસની પદ્ધતિ સલામત અને વ્યક્તિના સ્વાસ્થ્યની સ્થિતિ માટે યોગ્ય છે.


    Post a Comment

    Previous Post Next Post