બોલિવૂડના ફેવરિટ પાવર કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) ફાઈનલી પેરેન્ટ્સ બની ગયા છે. એકટ્રેસે 8 સપ્ટેમ્બર 2024 ના રોજ એક તેમના ઘરે બાળકીનો જન્મ થયો છે. એકટ્રેસેએ ન્યુઝની જાહેરાત કરવા માટે Instagram પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘વેલકમ બેબી ગર્લ.’
દીપિકા પાદુકોણ ને શનિવારે સાંજે મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કપલેએ ફેબ્રુઆરીમાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. કપલે ઇન્સ્ટાગ્રામ પર “સપ્ટેમ્બર 2024” કૅપ્શન સાથે બાળકોની વસ્તુઓ દર્શાવતી હાર્ટફેલ્ટ પોસ્ટ શેર કરી હતી.
ઘણી વાર નવા બાળકનું ખ્યાલ રાખવામાં માતાની સંભાળ રાખવામાં ધ્યાન આપી શકાતું નથી. ગુડગાંવની ક્લાઉડનાઈન ગ્રૂપ ઑફ હોસ્પિટલ્સના ડાયરેક્ટર-ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી વિભાગના ડૉ. ચેતના જૈનએ સમજાવ્યું કે પ્રસૂતિ પછીના શરૂઆતના દિવસો એ નવી માતાઓ માટે નિર્ણાયક સમયગાળો છે કારણ કે તેઓ બાળકના જન્મ બાદ સાજા થવાના શારીરિક અને ભાવનાત્મક પડકારોનો સામનો કરે છે.
આ પણ વાંચો: ઘણી બીમારીઓ રહેશે દૂર, કેમ કાળી કિસમિસ અને ચિયા સીડ્સનું પાણી તમારે પીવું જોઈએ? જાણો
ડૉ જૈને indianexpress.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘આ સમય દરમિયાન, માતાને તેઓની સુખાકારી માટે જ નહીં, પણ તેના બાળકોની તંદુરસ્ત શરૂઆત કરવા માટે પણ જરૂરી આધાર અને કાળજી મળે તે જરૂરી છે. પરંતુ ક્યારેક ધ્યાન ઘણી વખત સંપૂર્ણ રીતે નવજાત શિશુ પર જાય છે, અને માતાનું ધ્યાન આપી શકાતું નથી, માતા માટે સેલ્ફ કેર અને તેમની આસપાસના લોકો તરફથી સક્રિય સમર્થન બંને ખુબજ મહત્વપૂર્ણ છે.’
આરામને પ્રાધાન્ય આપવું
બાળકને જન્મ બાદ નવી માતા માટે આરામ ખુબજ જરૂરી છે કારણ કે બાળજન્મની શારીરિક રીતે માગણી કરતી પ્રક્રિયા પછી તેમનું શરીર સ્વસ્થ થઈ જાય છે. નવી માતાએ જ્યારે પણ શક્ય હોય ત્યારે ઊંઘને પ્રાધાન્ય આપવું જોઈએ, પછી ભલે આખો દિવસ આરામ કરવાનો હોય. નવજાત શિશુનું ઊંઘનું શેડ્યૂલ અણધારી હોવાથી, જ્યારે બાળક ઊંઘે છે ત્યારે સૂવાથી માતાને જરૂરી આરામ મળી શકે છે. આરામદાયક, શાંત ઊંઘનું વાતાવરણ ઊભું કરવું અને બાળકની સંભાળ રાખવામાં મદદ માટે ફેમિલીનો સપોર્ટ હોવો જરૂરી છે જે માતાની ઊંઘની ગુણવત્તામાં વધારો થઈ શકે છે.
પોષણની જરૂરિયાતનું ધ્યાન રાખવું
જો માતા સ્તનપાન કરાવતી હોય તો રિકવરી, એનર્જી અને દૂધ માટે પોષક તત્ત્વોથી ભરપૂર આહાર લેવો નિર્ણાયક છે. ફળો, શાકભાજી, પ્રોટીન અને આખા અનાજનો બેલેન્સ ડાયટ લેવાથી માતાને ટ્રીટમેન્ટ માટે જરૂરી વિટામિન્સ અને ખનિજતત્વો મળે તેની ખાતરી કરે છે. હાઇડ્રેટેડ રહેવું એટલું જ મહત્વનું છે, ખાસ કરીને સ્તનપાન કરાવતી માતાઓ માટે, કારણ કે હાઇડ્રેશન દૂધના ઉત્પાદનમાં મદદ કરે છે અને એકંદર આરોગ્યને ટેકો આપે છે.
આ પણ વાંચો: બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે જાદુઈ ગોળી છે? અભ્યાસ કહે છે કે 40 મિનિટનો યોગ ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે
ભાવનાત્મક સુખાકારીને મહત્વ આપો
ડિલિવરી બાદ માતાના મૂડમાં બદલાવ આવે છે, આ ઉપરાંત ઊંઘનો અભાવ અને નવજાત શિશુની સંભાળ રાખવાને કારણે પોસ્ટપાર્ટમ લાગણી તીવ્ર હોઈ શકે છે. આ સમયગાળા દરમિયાન માતા વધુ પડતી બેચેન અથવા ઉદાસી અનુભવે છે તે સામાન્ય છે. આ લાગણીને સ્વીકારવી અને ટેકો આપવા માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરવી જરૂરી છે, કાઉન્સેલર સાથે વાત કરવી અથવા ફક્ત સેલ્ફ કેર માટે સમય કાઢવો-આ લાગણીને સંચાલિત કરવામાં મદદ કરી શકે છે.
સ્ટ્રેસ ન લેવો
નવજાત શિશુની સંભાળ એ સહિયારી જવાબદારી છે. પાર્ટનર, ફેમિલી અને મિત્રો ઘરના કામકાજ, જમવાનું તૈયાર કરીને અને બાળકની સંભાળમાં મદદ કરી શકે છે. આ ટેકો માતાને તેના રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કરવા મદદ કરે છે.
ડૉ. જૈને જણાવ્યું હતું કે પ્રિયજનોનો ઈમોશનલ સપોર્ટ અમૂલ્ય છે. નવી માતાનું ધ્યાન રાખવું, તેને આશ્વાસન આપવું અને તેની લાગણીઓ વ્યક્ત કરવા દેવાથી તેની ભાવનાત્મક સુખાકારીમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. પ્રિયજનોની હાજરી, દિલાસો આપવો વગેરે પોસ્ટપાર્ટમ સમયગાળાના ભાવનાત્મક લાગણીઓને નેવિગેટ કરવામાં મદદ કરી શકે છે.
માતાઓ માટે શરૂઆતના દિવસોમાં મુશ્કેલ ભર્યા હોવાએ સામાન્ય છે, ત્યારે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એ વધુ ગંભીર સ્થિતિ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. જો તમને સતત ઉદાસી, ચિંતાજેવા ચિહ્નો દેખાય છે, તો માતાને પ્રોફેશનલ્સની મદદ લેવા માટે પ્રોત્સાહિત કરવી જરૂરી છે.
Post a Comment