RMC Recruitment 2024, રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રાજકોટમાં જ નોકરી મેળવવાની તક આવી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જીમ ટ્રેનર પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વિવિધ જીમ માટે કૂલ 3 ઉમેદાવરોની પસંદગી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, નોકરીનું સ્થળ, અરજી કરવાની રીત વિવિધ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા | રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટ | જીમ ટ્રેનર |
જગ્યા | 3 |
નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 સપ્ટેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.rmc.gov.in/ |
રાજકોટ મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 11 માસના કરાર આધારિત જીમ ઇન્સ્ટ્રક્ટર ની ભરતી બહાર પાડી છે. ભરતીની પોસ્ટની વિગતો આ પ્રમાણે છે.
જીમનું નામ | જગ્યા | કેટેગરી |
શેઠ હાઇસ્કૂલ જીમ | 1 | પુરુષ |
હૈદરી ચોક જીમ | 1 | પુરુષ |
નાનામવા મલ્ટી એક્ટિવીટી સેન્ટર મહિલા જીમ | 1 | સ્ત્રી |
લાયકાત
- પુરુષ જીન ઇન્સ્ટ્રક્ટર માટે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. આ ઉપરાંત કેન્દ્ર-રાજ્ય- આંતરરાષ્ટ્રીય માન્ય સંસ્થા દ્વારા પર્સનલ ટ્રેઇનિંગ સર્ટિફિકેટ કોર્ષ ઇચ્છનીય છે.
- મહિલા જીમ ઇન્સ્ટ્રક્ટર તરીકે ઓછામં ઓછો 1 વર્ષનો અનુભવ ફરજીયાત છે. આ ઉપરાંત કેન્દ્ર-રાજ્ય- આંતરરાષ્ટ્રીય માન્ય સંસ્થા દ્વારા પર્સનલ ટ્રેઇનિંગ સર્ટિફિકેટ કોર્ષ ઇચ્છનીય છે.
પગાર ધોરણ
ફુલ ટાઈમકોચ માટે માનદ માસિક વેત ₹ 15,000 પરહેશે. કામગીરીના કલાકો સવાર તથા સાંજે મળીને આશરે 8 કલાક રહેશે.
અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવારોએ રાજકોટ મહાનગરપાલિકાની https://www.rmc.gov.in/ સાઈટ ઉપર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
- ભરેલું ફોર્મ, લાયકાત થતા અનુભવાનો દસ્તાવેજો સાથે અરજી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટીની કચેરી, શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમ, રેસકોર્ષ સંકુલ, રેસકોર્ષ રાજકોટને મોકલી આપવાની રહેશે.
- અરજી 25 સપ્ટેમ્બર 2024 સુધીમાં ઓફિસર દરમિય દરમિયાન ફક્ત રજિસ્ટર એ.ડી. કે સ્પીડ પોસ્ટ મારફતે મોકલવાની રહેશે.
અરજી ફોર્મ અને નોટિફિકેશન
રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, નોકરીનું સ્થળ, અરજી કરવાની રીત વિવિધ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું. અને અરજી ફોર્મ અહીંથી ડાઉનલોડ કરી શકાશે.
સુચનો
અરજી કુરિયર દ્વારા કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. નિયત સમય મર્યાદા બાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં. અરજદારે કયા જીમ માટે અરજી કરે છે તે કરવ પર તથા અરજીમાં અચુક લખવું.
Post a Comment